Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nitish Kumar: નીતિશની રાજભવનની Surprise Visit, બિહારના રાજકારણમાં ખળભળાટ

Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) આજે રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોચ્યાં હતા. મળતી વિગતો પ્રમાણે તે બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક જેટલી ચર્ચાઓ ચાલ્યાની અટકળો છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ...
nitish kumar  નીતિશની રાજભવનની surprise visit  બિહારના રાજકારણમાં ખળભળાટ
Advertisement

Nitish Kumar: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) આજે રાજ્યપાલને મળવા માટે અચાનક રાજભવન પહોચ્યાં હતા. મળતી વિગતો પ્રમાણે તે બન્ને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક જેટલી ચર્ચાઓ ચાલ્યાની અટકળો છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર રહ્યાં હતાં. આ મુલાકાત બાદ અત્યારે બિહારના રાજકારણમાં ચર્ચાઓનો માહોલ શરૂ થઈ ગયો છે.

અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા

વિગતો સામે આવી રહી છે કે, નીતિશ કુમાર અને રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર (Governor Rajendra Vishwanath Arlekar) ની આ મુલાકાત દરમિયાન બજેટ સત્ર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીનો સમય હવે નજીક આવી રહ્યો છે, પરંતુ વિપક્ષી પક્ષોમાં અત્યારે ગઠબંધનની સીટોને લઈને ભારે તણાવનો માહોલ સર્જાયો છે. આ સાથે રાજકીય અટકળો પણ લગાવવામાં આવી રહી છે કે મુખ્યમંત્રી નીતીશ કુમાર લોકસભા ચૂંટણી પહેલા પક્ષ બદલી શકે છે.

Advertisement

Advertisement

વિત્ત મંત્રી વિજય ચૌધરી પણ હાજર રહ્યા

સુત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે થોડા દિવસમાં બિહાર વિધાનસભામાં બજેટ રજુ કરવામાં આવાનું છે. તેમાં નીતિશ કુમારની સરકાર બજેટ સત્રની તૈયારીઓ કરી રહી છે. તે સંદર્ભે નીતિશ કુમાર આજે રાજ્યપાલને મળવા માટે ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિત્ત મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. પરંતુ આ બાબતે કોઈ પુષ્ટી કરવામાં આવી નથીં. તેમાં અત્યારે રાજકીય અટકળોએ ચર્ચાઓએ જોર પકડ્યું છે.

આ પણ વાંચો: મિઝોરમમાં મ્યાનમારનું વિમાન થયું ક્રેશ, 6 લોકો ઘાયલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×