Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surendranagar: કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં 3 શ્રમિક અને 1 સ્થાનિકનું મોત

Surendranagar: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં દૂર્ઘટનામાં 4નાં મોત લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખંપાળીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયેસર રીતે કોસલાની ખાણ ચાલી રહી હતી. કોલસાની ખાણમાં એક...
11:12 AM Jan 25, 2024 IST | VIMAL PRAJAPATI
Surendranagar

Surendranagar: સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ચાલતી કોલસાની ખાણમાં એક મોટી દૂર્ઘટના ઘટી છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કોલસાની ખાણમાં દૂર્ઘટનામાં 4નાં મોત લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના ખંપાળીયા ગામની સીમમાં ચાલતી ગેરકાયેસર રીતે કોસલાની ખાણ ચાલી રહી હતી. કોલસાની ખાણમાં એક ભેખડ ધસી પડતા આ દૂર્ઘટના બની હતી તેમાં ત્રણ લોકો સહિત 1 સ્થાનિક વ્યક્તિનું મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ દુર્ઘટના થયેલા મોતમાં ત્રણ પુરૂષ અને એક મહિલા હોવાની જાણકારી સામે આવી છે.

કોલસાની ખાણ સ્થાનિક નેતાની હોવાની ચર્ચા

મળતી વિગતો પ્રમાણે કોલસાની આ ખાણ ત્યાના સ્થાનિક નેતાની હોવું જાણવા મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે, આ નેતા કોલસાની ખાણ ગેરકાયદેસર ચાલી રહ્યા હતા. ગેરકાયદે ચાલતી આ ખાણે ચાર લોકોનો ભોગ લઈ લીધો છે.સરા જિલ્લા પંચાયતના સભ્યના પતિ આ ખાણના માલિક હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ બનાવ અંગે પોલીસ કે, વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર પુષ્ટિ કરવામાં નથી આવી.

ગેરકાયદે ચાલતી કોલસાની ખાણે 4નો ભોગ લીધો

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણે 4 લોકોનો ભોગ લઈ લીધો છે. આ ઘટના Surendranagar ના ખંપાળીયા ગામની સીમમાં ગેરકાયદે ચાલતી કોલસાની ખાણની છે ત્યા ભેખડ ઘસી પડવાથી ત્રણ શ્રમિક સહિત એક સ્થાનિક વ્યક્તિનું મોત થયું છે. ભેખડ ધસી પડતા ત્રણ લોકો નીચે દટાયા હતા ત્યારે પોલીસ, મામતદાર અને ખાણખનીજ વિભાગની ટીમ ધટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આ બાબતે હજી કોઈ જાણકારીની પુષ્ઠી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: અરબી સમુદ્રમાં Biggest war exercise, ભારતનો ચીનને મોટો પડકાર

તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી?

નોંધનીય છે કે, આ ઘટના બાદ તંત્ર પર સવાલો થઈ રહ્યા છે. આ રીતે ગેરકાયદેસર કોલસાની ખાણો ચાલે છતાં તંત્ર દ્વારા કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. આ પહેલા પણ સુરેન્દ્રનગરમાં કોલસાની ખાણમાં 5 લોકોના મોટ થયા હતા. છતાં પણ તંત્રના પેટનું પાણી ડગતું નથી. ત્યારે હવે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું!

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
gujarat news latestGujarati Newslocal newsSurendranagarSurendranagar districtSurendranagar police
Next Article