Surendranagar District: ફરી એકવાર રાજ્યમાંથી શિક્ષકોની ઘોર બેદરકારી આવી સામે
Surendranagar District: સુરેન્દ્રનગરમાં શિક્ષકની ઘોર બેદરકારી આવી સામે છે. આ ઘટના સુરેન્દ્રનગરના ફતેપુરા વિસ્તારની છે. ત્યારે ફતેપુર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષકોની લાલયાવાડી ગામના લોકોના નજરે આવી છે.
- શાળા સંચાલકોની બેદરકારી આવી સામે
- બાળકો બીકના મારે જોર જોરથી રડી રહ્યા
- અંદાજે 20 બાળકો શાળામાં પુરાયા હતા
શાળા સંચાલકોની બેદરકારી આવી સામે
ત્યારે આ ઘટનાને લઈને ગ્રામ્યજનોમાં ભારે આક્રોષ જોવા મળી રહ્યો છે. આજરોજ સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના ફતેપુરમાં શિક્ષક નાના બાળકોને શાળામાં બંધ કરીને જતા રહ્યા હતા. શાળાના શિક્ષક દ્વારા બપોરે 1 વાગ્યાની આસપાસ શાળાને તાળું મારવામાં આવ્યું હતું.
બાળકો બીકના મારે જોર જોરથી રડી રહ્યા
જોકે બાળકો સમયસર ઘરે પરત નહીં ફરતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ પ્રસરી વળ્યો હતો. તેથી તમામ બાળકોના પરિવાજનો દ્વારા શાળા તરફ કૂચ માંડવામાં આવી હતી. પરંતુ જ્યારે પરિવારજનો શાળાએ પહોંચ્યા ત્યારે તમામ બાળકો શાળાનો જાપો પકડીને બહાર નીકાળોના બરાડા પાડી રહ્યા હતા.
અંદાજે 20 બાળકો શાળામાં પુરાયા હતા
આ ઘટનામાં ધોરણ 1 માં અભ્યાસ કરતા અંદાજે 20 જેટાલ વિદ્યાર્થીઓને શિક્ષક ગોવિંદ ડોડીયા દ્વારા બંધ કરી ધરે ચાલ્યા ગયા હતા. હાલમાં, આ તમામ બાળકોને તાળું તોડીને બહાર નીકાળી લેવામાં આવ્યા છે. તો આ ઘટનાને લઈને તમામ ગ્રામ્યજનો દ્વારા શાળા અને શિક્ષક વિરુદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad : અદ્ભુત તબીબી સિદ્ધિ :10 મહિનાના બાળકને મળી એપિલેપ્સીથી મુક્તિ, જાણો કેવી રીતે