ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

​​Surat : સચિન વિસ્તારમાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું

ફેલ થવાથી વિદ્યાર્થી થોડા દિવસથી માનસિક તણાવમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
05:48 PM Nov 22, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. ​​Surat નાં સચિન વિસ્તારમાં UPSC નાં વિધાર્થીએ કરી આત્મહત્યા
  2. UPSC નો વિધાર્થી માત્ર 1 માર્ક્સથી ફેલ થતા આત્મહત્યા કરી
  3. છેલ્લા અમુક દિવસથી તણાવમાં રહેતો હતો વિદ્યાર્થી

સુરતનાં (​​Surat) સચિન વિસ્તારમાં વિદ્યાર્થીનાં આપઘાતની ચકચારી ઘટના બની છે. પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં UPSC નાં વિધાર્થીએ એપાર્ટમેન્ટમાંથી કૂદકો મારીને જીવન ટુંકાવ્યું હતું. આ ઘટનાને પગલે સચિન GIDC પોલીસે (Sachin GIDC Police) ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફેલ થવાથી વિદ્યાર્થી થોડા દિવસથી માનસિક તણાવમાં રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો - Rajkot : નાગરિક બેંકનું સુકાન કોણ સંભાળશે ? પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે નામોની પસંદગી!

એપાર્ટમેન્ટથી કૂદકો મારીને વિધાર્થીએ કરી આત્મહત્યા

સુરતનાં (Surat) સચિન વિસ્તારમાં વધુ એક આત્મહત્યાનો હચમચાવે એવો બનાવ બન્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, સચિન વિસ્તારમાં (Sachin GIDC) આવેલા નીલકંઠ હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતા શુભમ ત્રિપાઠીએ એપાર્ટમેન્ટથી કૂદકો મારીને આત્મહત્યા કરી છે. શુભમ ત્રિપાઠી UPSC ની તૈયારી કરી રહ્યો હતો. માહિતી અનુસાર, UPSC ની પરીક્ષામાં માત્ર એક માર્ક્સથી ફેલ થતાં છેલ્લા અમુક દિવસથી શુભમ માનસિક તણાવમાં રહેતો હતો.

આ પણ વાંચો - Ahmedabad : High Court માં ગૂંજ્યો Khyati hospital 'કાંડ'! કોર્ટ મિત્રની રજૂઆત, HC ની ટકોર

થોડા દિવસથી માનસિક તણાવમાં રહેતો હતો વિદ્યાર્થી

આ ઘટનાને પગલે સચિન જીઆઇડીસી પોલીસ (Sachin GIDC Police) તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને કાર્યવાહી હાથ ધરી છે. આશાસ્પદ દીકરાના મોતથી પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જ્યારે, સચિન જીઆઇડીસી પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરીને આત્મહત્યા પાછળની વધુ હકીકત જાણવા તપાસ આદરી છે.

આ પણ વાંચો - Morbi સબ જેલમાં દુષ્કર્મના આરોપીની દારૂની મહેફિલ! હાથ ધરાયું સઘન ચેકિંગ

Tags :
Breaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNeelkanth Heights AppartmentNews In GujaratiSachin GIDC PoliceSuratUPSC ExamUPSC ResultUPSC Student Suicide