Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

Surat: રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધતી હોવ તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ તો સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો, ઉમરપાડાના વડગામ ખાતે ગત રવિવારે જંગલમાંથી 12 વર્ષીય બાળાના મૃતદેહ મળવાનો મામલો...
surat  12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું  22 તારીખે મળ્યો હતો મૃતદેહ

Surat: રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓ સતત વધતી હોવ તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ખાસ તો સુરત શહેરમાં ક્રાઈમની ઘટનાઓ સતત વધી રહી છે. વિગતે વાત કરવામાં આવે તો, ઉમરપાડાના વડગામ ખાતે ગત રવિવારે જંગલમાંથી 12 વર્ષીય બાળાના મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, તપાસમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, સગીરા 20 તારીખના રોજ જંગલ વિસ્તારમાં ઢોર ચરાવવા ગઈ હતી, પરંતુ પરત નહીં આવતા પરિવારના લોકોએ શોધખોળ શરૂ કરી હતી. છતાં બાળકીની કોઈ ભાળ મળી નહોતી.

Advertisement

જંગલમાંથી અર્ધનગ્ન હાલતમાં બાળાનો મૃતદેહ મળી આવ્યો

તમને જણાવી દઈએ કે, 22 તારીખે જંગલમાંથી અર્ધનગ્ન હાલતમાં બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે પેનલ પીએમ કરાવતા દુષ્કર્મ બાદ હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે સાગબારાથી મજૂરી કામ અર્થે આવતા યુવકની ધરપકડ કરી કેવામાં આવી છે. નોંધનીય છે કે, આ મામલે પરિવારજનોમાં ખુબ જ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. માત્ર 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે અત્યારે એકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી દીધી છે.

માત્ર 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અને એમાં પણ ગુજરાતમાં ક્રાઈમ સતત વધી રહીં છે. ગુજરાત મહિલાઓ માટે ભારતનું સૌથી સુરક્ષિત રાજ્ય મનાય છે, પરંતુ શું તે હકીકત છે ખરા? કારણ કે, સુરત (Surat)ના ઉમરપાડામાંથી 22 તારીખે બાળકીનો મૃતદેહ મળી આવ્યો અને તપાસમાં સામે આવ્યું કે, તે બાળકી સાથે દુષ્કર્મ થયુ હોવાનું સામે આવ્યું છે. ચોકાવનારી વાત એ છે કે, માત્ર 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. જો કે, આ મામલે અત્યારે પોલીસે તપાસ હાથ ધરીને એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે.

Advertisement

અહેવાલઃ ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો: Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી

આ પણ વાંચો: Rath Yatra : તૈયારીને લઈને કોર્પોરેશન સજ્જ! એકતા સમિતિની બેઠક બાદ મેયરે આપી આ માહિતી

આ પણ વાંચો: Bhavnagar : તળાજા ST ડેપો ખાતે બસના પૈડાં થંભી જતાં 1500 મુસાફરો અટવાયા!

Tags :
Advertisement

.