Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અને...

માંગરોળનાં મહુવેજ ગામે 2 યુવાન નહેરમાં ડૂબ્યા (Surat) સ્થાનિકોએ એકનું રેસ્ક્યૂ કરી બચાવ્યો, બીજા યુવકનું ડૂબવાથી મોત મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી આદરી સુરતનાં (Surat) માંગરોળનાં મહુવેજ ગામે નહેરમાં નાહવા પડેલા બે યુવક ડૂબ્યા હતા. જો કે,...
surat   જમાતમાં આવેલા બે યુવક કાકરાપાર જમણાકાંઠા નહેરમાં નાહવા પડ્યા અને
  1. માંગરોળનાં મહુવેજ ગામે 2 યુવાન નહેરમાં ડૂબ્યા (Surat)
  2. સ્થાનિકોએ એકનું રેસ્ક્યૂ કરી બચાવ્યો, બીજા યુવકનું ડૂબવાથી મોત
  3. મૃતદેહને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી આદરી

સુરતનાં (Surat) માંગરોળનાં મહુવેજ ગામે નહેરમાં નાહવા પડેલા બે યુવક ડૂબ્યા હતા. જો કે, સ્થાનિકો દ્વારા એક યુવકને બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ, અન્ય એક યુવકનું નહેરમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Anand : વ્યાજખોરોના ત્રાસથી 28 વર્ષીય યુવકની આત્મહત્યા, પરિવારજનોનાં ગંભીર આક્ષેપ

Advertisement

બે યુવક મહુવેજ ગામે જમાતમાં આવ્યા હતા

પ્રાપ્ત અહેવાલ અનુસાર, સુરતનાં (Surat) ઉન તાલુકા ખાતે રહેતા બે યુવક મહુવેજ ગામે (Mahuvej village) જમાતમાં આવ્યા હતા. દરમિયાન, બંને યુવક મહુવેજ ગામેથી પસાર થતી કાકરાપાર જમનાકાંઠાની નહેરમાં નહાવા પડ્યા હતા. જો કે, પાણી ઊંડું હોવાથી બંને યુવાનો ડૂબ્યા હતા. યુવકોને ડૂબતા જોઈ સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ડૂબી રહેલા બે પૈકી એક આદિબ નામનાં યુવકને બચાવી લીધો હતો. પરંતુ, અન્ય યુવકનો પાણીમાં ગરકાવ થયો હતો.

આ પણ વાંચો - Mehsana : 300 વર્ષ જૂના રામેશ્વર મંદિરનો જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો, CM ભૂપેન્દ્ર પટેલે કહી આ વાત!

Advertisement

નહેરનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત

નહેરનાં ઊંડા પાણીમાં ડૂબી જવાથી યુવકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક યુવકની ઓળખ ઉનગામનાં અલકમા શેખ તરીકે થઈ છે.

આ પણ વાંચો - Surat : ભારે કરી હો! જમણવાર માટે આવું સ્થળ તમે ક્યારે નહીં જોયું હોય! Video વાઇરલ

Tags :
Advertisement

.