ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : વિવિધ સ્થળે લઈ જઈ 16 વર્ષીય સગીરાને પીંખી નાંખનારા આરોપીને આકરી કેદની સજા

Surat પોકસો અને બળાત્કારનાં વધુ એક આરોપીને સખત સજા કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી 16 વર્ષીય સગીરાને ભગાડી લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો રાજ્યમાં દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધનાં આરોપીઓને આકરામાં આકરી સજા થાય તે માટે...
08:34 AM Oct 10, 2024 IST | Vipul Sen
  1. Surat પોકસો અને બળાત્કારનાં વધુ એક આરોપીને સખત સજા
  2. કોર્ટે આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી
  3. 16 વર્ષીય સગીરાને ભગાડી લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો

રાજ્યમાં દુષ્કર્મ જેવા જઘન્ય અપરાધનાં આરોપીઓને આકરામાં આકરી સજા થાય તે માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કટિબદ્ધ છે. ત્યારે દુષ્કર્મનાં વધુ એક આરોપીને આકરી કેદની સજા ફટકારવામાં આવી છે. સુરતમાં 16 વર્ષીય સગીરાને ફોસલાવી ભગાડી લઈ જઈ તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરનારા નરાધમને કોર્ટે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આ પણ વાંચો - સુરતમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દેહવ્યાપારના સકંજામાંથી મહિલાઓને આઝાદી અપાવી

દુષ્કર્મનાં વધુ એક આરોપીને 20 વર્ષની કેદ

સુરતમાં પોસ્કો અને બળાત્કારનાં વધુ એક આરોપીને કોર્ટ દ્વારા કડક સજા કરવામાં આવી છે. 16 વર્ષીય સગીરાને ભગાડી લઈ જઈ તેની સાથે અલગ-અલગ જગ્યાએ અનેકવાર દુષ્કર્મ આચરનારા આરોપી મોહમ્મદ વલીહુસૈનને 20 વર્ષની સજા ફટકારી છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નોંધ્યું કે, બળાત્કારનાં કેસો ઘટે અને બાળાઓ સુરક્ષિત રહે તે અદાલતની પવિત્ર ફરજ છે. સગીરાની મુગ્ધાવસ્થા અને તરુણાવસ્થાનો લાભ ઊઠાવી દુષ્કર્મ કરેલ છે. આરોપી યુવાન વયનો છે અને કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતો નથી તે મહત્ત્વનું નથી.

આ પણ વાંચો - ગુજરાતની નવરાત્રીમાં સગીરાઓ અસુરક્ષિત! માતાઓની ન્યાયની ગુહાર

શું છે સમગ્ર કેસ ?

જણાવી દઈએ કે, આ કેસમાં 9 મહિના પહેલા સચિન GIDC ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ તપાસ અનુસાર, આરોપી મોહમ્મદ વલીહુસૈન 16 વર્ષીય સગીરાને ફોસલાવીને પોતાની સાથે ભગાડી લઈ ગયો હતો. ત્યાર બાદ અમદાવાદ અને સાણંદ ખાતે લઈ જઈ અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી કરી સાણંદ ખાતેથી આરોપી મોહમ્મદ વલીહુસૈનને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો અને સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી હતી. પોલીસે આરોપી મોહમ્મદ વલીહુસૈન વિરુદ્ધ પોક્સો અને બળાત્કારની કલમનો ઉમેરો કર્યો હતો.

આ પણ વાંચો - Aravalli : ભિલોડામાં પ્રસૂતાનાં મોત બાદ પરિવારજનોનો હોબાળો, તબીબ પર લગાવ્યા ગંભીર આરોપ

Tags :
AhmedabadGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsPOSCORape CasesSachin GIDCSanandSuratSurat Court
Next Article