Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : દુષ્કર્મ પીડિતા દિવ્યાંગ બાળકીને ઘટનાનાં 2 વર્ષ બાદ મળ્યો 'ન્યાય'! આરોપીને આકરી સજા

આરોપી 14 વર્ષીય દિવ્યાંગ બાળકીને ફોસલાવી ગાર્ડનમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.
surat   દુષ્કર્મ પીડિતા દિવ્યાંગ બાળકીને ઘટનાનાં 2 વર્ષ બાદ મળ્યો  ન્યાય   આરોપીને આકરી સજા
Advertisement
  1. Surat માં દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ ગુજારનારને કોર્ટે ફટકારી સજા
  2. ઘટનાનાં બે વર્ષ બાદ સુરત કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી
  3. 27 વર્ષના આરોપીએ 14 વર્ષની દિવ્યાંગ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું

ડાયમંડ સિટી સુરતમાં (Surat) બનેલી ઘટનાનાં બે વર્ષ બાદ પીડિત દિવ્યાંગ બાળકીને આખરે ન્યાય મળ્યો છે. બાળકી પર દુષ્કર્મ આચરનાર 27 વર્ષીય નરાધમને કોર્ટે 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. બે વર્ષ પહેલા આરોપી 14 વર્ષીય દિવ્યાંગ બાળકીને ફોસલાવી ગાર્ડનમાં લઈ ગયો હતો અને ત્યાં બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર પછી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો - Banaskantha : BJP ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કરી ગૌ પૂજા, માતા-પિતાનાં આશીર્વાદ લીધા, જાણો શું કહ્યું ?

Advertisement

ઘટનાનાં બે વર્ષ બાદ દુષ્કર્મનાં આરોપીને 20 વર્ષની કેદની સજા

સુરતમાં (Surat) બે વર્ષ પહેલા સભ્ય સમાજને શર્મસાર કરતી ઘટના બની હતી. ગત 18 જુલાઈ 2022 ના રોજ 27 વર્ષીય આરોપી કૈલાશ ઉર્ફે ગોટિયા દીનકર કોળીએ 14 વર્ષની દિવ્યાંગ બાળકીને ફોસલાવીને એક ગાર્ડનમાં લઈ ગયો હતો. જ્યાં બળજબરીપૂર્વક દિવ્યાંગ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ આરોપીએ પીડિતાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. જો કે, આ મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની ધપકડ કરી હતી. આ મામલે કેસ ચાલી જતાં ઘટનાનાં બે વર્ષ બાદ કોર્ટે સજા ફટકારી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : મોંઘીદાટ હોટેલોમાં જમતા પહેલા જોઈ લો આ ચોંકાવનારો Video, ઊડી જશે હોશ!

પીડિતાએ ઇશારાથી કોર્ટમાં સમગ્ર આપવીતી વર્ણવી

માહિતી અનુસાર, પીડિત બાળકી બોલી શકતી ન હોવાથી સમગ્ર ઘટનાને ઇશારાથી કોર્ટમાં વર્ણવી હતી. કોર્ટે પીડિતાનું નિવેદન, તમામ તથ્યો, પુરાવા અને દલીલો બાદ આરોપીને દોષી ઠેરવી આકરી જેલની સજા ફટકારી છે. સુરત કોર્ટે (Surat Court) આરોપીને 20 વર્ષની આકરી કેદની સજા ફટકારી છે. ઘટનાનાં બે વર્ષ બાદ પીડિત દિવ્યાંગ બાળકીને આખરે ન્યાય મળ્યો છે.

આ પણ વાંચો - VADODARA : એક્ટિવિસ્ટના આપઘાત કેસમાં માનીતી પુત્રી-માતાની સૌરાષ્ટ્રથી અટકાયત

Tags :
Advertisement

.

×