SURAT : PM મોદીએ સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું
PM મોદીએ સુરત એરપોર્ટના નવા ઈન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીનું સુરતના એરપોર્ટ ઉપર ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. PM મોદીના સ્વાગત માટે ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહયા હાજર રહ્યા હતા.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse
સુરત એરપોર્ટને મળ્યો ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો
પ્રધાનમંત્રીના હસ્તે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલાં જ સુરતને વધુ એક મોટી ખુશ ખબર મળી હતી. કેન્દ્રિય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ હતી.
સૌથી પહેલાં સુરતથી હોંગકોંગ અને દુબઈની ફ્લાઈટ શરૂ થશે. આ નિર્ણયથી સુરતના ડાયમંડ અને ટેક્સટાઈલ ઉદ્યોગકારોને સૌથી મોટો લાભ મળશે. દુનિયાભરના વેપારીઓ મુંબઈ કે દિલ્લીની જગ્યાએ સીધા સુરત લેન્ડ થઈ શકશે.
ટર્મિનલ બિલ્ડિંગને સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે
ટર્મિનલ બિલ્ડિંગ પીક અવર્સ દરમિયાન 1200 ડોમેસ્ટિક પેસેન્જર્સ અને 600 ઇન્ટરનેશનલ પેસેન્જર્સને હેન્ડલ કરવા માટે સજ્જ છે, અને તેમાં પીક અવર ક્ષમતા વધારીને 3000 પેસેન્જર્સ કરવાની જોગવાઈ છે અને વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ પેસેન્જર્સ સુધી પહોંચી શકે છે.
ટર્મિનલ બિલ્ડીંગ, કારણ કે તે સુરત શહેરનું પ્રવેશદ્વાર છે, તેની સ્થાનિક સંસ્કૃતિ અને વારસાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે કે જેનું સાર આંતરિક અને બાહ્ય બંને રીતે પ્રતિબિંબિત થવું જોઈએ, જે મુલાકાતીઓ માટે સ્થળની ભાવના બનાવે છે.
આ પણ વાંચો -- Surat Diamond Bourse : PM મોદીએ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું