Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat: ડુમસમાંથી ઝડપાઈ જૂની 500 અને 1000ની ચલણી નોટો, 4 લોકોની કરાઈ ધરપકડ

Surat: સુરતમાં ઘણાં સમયથી ક્રાઈમની ઘટનાઓ વધી રહીં છે. ત્યારે ડુમસ વિસ્તારમાંથી રદ થયેલી 500 અને 1000ના દરની જૂની ચલની નોટો ઝડપાઈ છે. મળતી વિગતો પ્રમાણે હજી પણ શહેરમાં કાળા-ધોળાનો ખેલ યથાવત ચાલી રહ્યો છે. અત્યારે ડુમસ પોલીસે 75 લાખના...
surat   ડુમસમાંથી ઝડપાઈ જૂની 500 અને 1000ની ચલણી નોટો  4 લોકોની કરાઈ ધરપકડ

Surat: સુરતમાં ઘણાં સમયથી ક્રાઈમની ઘટનાઓ વધી રહીં છે. ત્યારે ડુમસ વિસ્તારમાંથી રદ થયેલી 500 અને 1000ના દરની જૂની ચલની નોટો ઝડપાઈ છે. મળતી વિગતો પ્રમાણે હજી પણ શહેરમાં કાળા-ધોળાનો ખેલ યથાવત ચાલી રહ્યો છે. અત્યારે ડુમસ પોલીસે 75 લાખના અંકિત થયેલ 500 ને 1000ના દરની નોટો સાથે ચાર શખ્સોની ધરપકડ કરી લીધી છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો ચાર આરોપીઓમાંથી ત્રણ શખ્સો સુરત (Surat)ના અને એક નવસારીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

એક મકાનમાં છાપો મારી ચારે શખ્સોને ઝડપી પડાયા

નોંધનીય છે કે, ડુમ્મસના ભીમપોર ગામમાં આવેલા એક મકાનમાં છાપો મારી ચારે શખ્સોને ઝડપી પડાયા હતા. આ લોકો જૂની ચલણી નોટોનો ઉપયોગ કઈ રીતે કરવાના હતા? આ નોટો તેઓ ક્યાં વાપરવાના હતા? આ બાબતે અત્યારે આગળની તપાસ ચાલી રહીં છે. મળતી જાણકારી પ્રમાણે નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમ્મદ શાદીક મોહમ્મદ સફી શેખ અને મનીષ રાજપુતની ધરપકડ કરી દેવામાં આવી છે. આ સાથે તેમની સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.

તમામ શખ્સો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા છે

વિગતો એવી પણ સામે આવી છે કે, આ તમામ શખ્સો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે, તે મામલે પણ અત્યારે ડુમસ પોલીસ તપાસ કરી રહીં છે. પ્રશ્ન એ થાય છે કે, આ લોકો પાસે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવેલી આ નોટો આ લોકો પાસે આવી કઈ રીતે? આ મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

Advertisement

2016 માં કરવામાં આવી હતી નોટબંધી

તમને જણાવી દઈએ કે, તારીખ 8 નવેમ્બર 2016ના દિવસે ભારતના વડાપ્રધાન મોદીએ 500 અને 1000 ની નોટ બંધ કરી દેવામાં આવી હતી. આ જાહેરાત વડાપ્રધાને દૂરદર્શન દ્વારા મધ્યરાત્રી એટલે કે રાત્રે 12 વાગે આપી હતી. આ દરમિયાન અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. નોંધનીય છે કે, એ રાત્રીએ વડાપ્રધાને 500 અને 2000 રૂપિયાની નવી નોટની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Navsari: બીલીમોરામાં પાલિકાની ઘોર બેદરકારી; ખુલ્લી ગટરમાં પડી નિર્દોષ બાળકી, 12 કલાકથી છે લાપતા

આ પણ વાંચો: Gujarat: 120 કરોડની છેતરપિંડી કેસના તાર ગુજરાત સુધી લંબાયા, લખનૌ પોલીસે કરી 2 ની અટકાયત

આ પણ વાંચો: Gujarat ના ઈતિહાસમાં સૌથી મોટા કૌભાંડના આરોપી Naresh Jani ને લઈને વધુ એક મહત્વનો ખુલાસો

Advertisement
Tags :
Advertisement

.