Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : વૃદ્ધ બાની મદદે આવી સુરત પોલીસ, આશ્રમમાં આશરો અપાવ્યો

સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, છેલ્લા એક વર્ષ થી ફૂટપાર્થ ઉપર પોતાનું જીવન વિતાવતા અંદાજે ૮૨ વર્ષના બા ને સમાજ સેવક ધર્મેશ ગામી અને ઉધના પોલીસ દ્વારા આશ્રમમાં આશરો અપાવી જીવાની આશા આપી છે. વરસતા વરસાદ વચ્ચે સુરત...
surat news   વૃદ્ધ બાની મદદે આવી સુરત પોલીસ  આશ્રમમાં આશરો અપાવ્યો

સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, છેલ્લા એક વર્ષ થી ફૂટપાર્થ ઉપર પોતાનું જીવન વિતાવતા અંદાજે ૮૨ વર્ષના બા ને સમાજ સેવક ધર્મેશ ગામી અને ઉધના પોલીસ દ્વારા આશ્રમમાં આશરો અપાવી જીવાની આશા આપી છે.

Advertisement

વરસતા વરસાદ વચ્ચે સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. ઉધના આશાનગર સોસાયટીમાં જર્જરિત મકાન ને કારણે છેલ્લા એક વર્ષથી સોસાયટીના ફૂટપાર્થ પર આવેલી દુકાન ના શેડ નીચે રહેતા એક લાચાર વૃદ્ધ બા ને સમાજ સેવક ધર્મેશ ગામી જોઇ જતા તેમના દ્વારા પોલીસ નો સંપર્ક કરતા પોલીસ દ્વારા બા ને સુરક્ષિત ડીંડોલીના ઓલ એજ હોમમાં આશ્ચર્ય અપાવી માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોલીસ ની ઉમદા કામગીરી જોઇ ગુજરાત ફર્સ્ટ દ્વારા બા ની મુલાકાત લેવામાં આવી હતી,આ અંગે ઝોન 2 ના ડીસીપી ભગીરથ ગઢવી એ જણાવ્યું હતું કે વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેવામાં એક માજી દયનીય પરિસ્થિતિમાં ફૂટપાર્થ પર દિવસ ગુજારી રહ્યા હોવાની માહિતી મળી.પોલીસ ને બા ખરાબ હાલતમાં બેસેલા હોવાનો કોલ મળતા પોલીસ ની ટિમ સુરતના ઉધના આશાનગર-1 પર તપાસ કરતા ખબર પડી હતી કે આ સરોજ બેન આશાનગર ની સોસાયટીમાં જ રહેતા હતા,તેમનું મકાન જર્જરિત થઈ જતા તેના કેટલાક ભાગ ધરાશાઈ પણ થઈ ગયા હતા,જેના ભય થી એક વર્ષથી વૃદ્ધા ફૂટપાર્થ પર જ જીવી રહ્યા હતા,જો કે પાડોશી ઓ અને નજીક ના દુકાન દારો તેમને ભોજન આપતા પરંતુ વરસતા વરસાદમાં તેઓ ભીંજાતા હતા,જે બાદ પોલીસ દ્વારા ઓલ એજ હોમ ખાતે બા ને ખસેડી તેમની હાલતમાં સુધાર કરાવાયો હતો..

Advertisement

આ બા સાથે ગુજરાત ફર્સ્ટ ની ટીમે પણ ખાસ વાતચીત કરી હતી,વાતચીત દરમિયાન સરોજ બેન ને પોતે અંદાજે 100 વર્ષ ના હોવાનું જણાવ્યું હતું,પરિવાર કોઈ નથી પરંતુ એક દીકરી હતી એ પણ ગુજરી ગઈ અને એ એખલા થઈ ગયા અને રોડ પર આવી ગયા હોવાનું ટુકડે ટુકડે જણાવ્યું હતું પરંતુ સરોજ બેન ની ઉંમર વધુ હોવાથી તેઓ ભૂલી જતાં અને થોરી થોરી વારે પોતાના નિવેદન બદલતા હતા,જો કે તેમને હાલત માં સુધાર આવ્યો હોવાનું આશ્રમ ના ટ્રસ્ટી એ જણાવ્યું હતું, અનિલ ભાઈ એ કહ્યું હતું કે આ વૃદ્ધા રસ્તા પર દયનીય હાલતમાં જોવા મળ્યા હતા,ત્યારે સમાજ સેવક ધર્મેશ ગામી એ પોલીસ નો સંપર્ક કર્યો અને ઓલ એજ હોમ ની વાહન સ્થળે પહોંચી તે પહેલા પોલીસ ની પીસી આર વાહન સ્થળ પર ઊભી હતી અને વૃદ્ધા ની કાળજી લઈ રહી હતી,

Advertisement

સરોજ બેન ભીખા ભાઈના નજીકના કોઈ સંબંધીઓ નથી અને દુરના પૌત્ર છે એટલું જ નહીં પણ આ સંબંધીઓ પણ દૂર દૂર ક્યાં રહે છે.એની શોધ શરૂ કરાઇ છે., સબંધી ઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ઓલ એજ હોમ અને પોલીસ પણ કરવાનું વિચારી રહી છે અને સરોજ બેન આશ્રમમાં સુરક્ષિત છે એની માહિતી આપી જવાબદારી પુરી કરવાનું નક્કી કરાયું છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત.

આ પણ વાંચો : Surat News : આત્મહત્યા કરનાર પરિણીતાની વ્હારે આવી પોલીસ, કર્યું કંઇક આવું…

Tags :
Advertisement

.