Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : દક્ષિણ ગુજરાતનો દરિયો હવે સ્મગલરોના નિશાને, 9.590 કિલો ચરસ મળ્યું

સુરતના હજીરા રોડ પર આવેલા સુંવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક માછીમારોએ સુરત પોલીસને વિસ્ફોટક પદાર્થ હોવાની શંકાને આધારે ફોન કર્યો હતો. સુરત શહેર એસઓજી- પીસીબીએ ચકાસત્તા ચરસ હોવાનું કન્ફ્રર્મ થયું...
surat news   દક્ષિણ ગુજરાતનો દરિયો હવે સ્મગલરોના નિશાને  9 590 કિલો ચરસ મળ્યું

સુરતના હજીરા રોડ પર આવેલા સુંવાલી દરિયા કિનારેથી 5 કરોડનું અફઘાની ચરસ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક માછીમારોએ સુરત પોલીસને વિસ્ફોટક પદાર્થ હોવાની શંકાને આધારે ફોન કર્યો હતો. સુરત શહેર એસઓજી- પીસીબીએ ચકાસત્તા ચરસ હોવાનું કન્ફ્રર્મ થયું હતુ. રવિવારની રજાનો દિવસ હોવાથી દરિયા કિનારે આવેલા સહેલાણીઓમાં સોપો પડી ગયો હતો. ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ દોડી આવતા તેમણે પણ વાતને સમર્થન આપ્યું છે.

Advertisement

સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ દરિયાઇ માર્ગે ડ્રગ્સ ઘૂસાડવા માફિયાઓ સક્રિય થયા હોય તેમ સુરતના સુવાલી બીચ ઉપ૨થી અફઘાની ચરસ વજન 9.590 કિલો મળી આવ્યું છે. જેની અંદાજિત માર્કેટ કિંમત રૂ.4,79,50,000 હોવાનો અંદાજ છે. આટલી મોટી માત્રમાં ચરસ મળી આવતાં ચક્ચાર મચી ગઈ હતી. આ અંગે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે સુંવાલીના દરિયા કિનારે આવેલી ઝાડી ઓ નજીક ચરસના પેકેટસ મળી આવ્યા હતા. અકઘાનિસ્તાન થી વાયા દરિયાઇ માર્ગે લાવવવામાં આવેલાં આ ડ્રગ્સની કિંમત આંતર રાષ્ટ્રીય બજારમાં 4.79 કરોડ જેટલી આંકવામાં આવી રહી છે, સુરત શહેર SOG પોલીસ ઇન્સપેક્ટર એ.પી. ચૌધરી અને સુરત પી.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર આર.એસ. સુવેરાની આગેવાનીમાં સુવાલી બીચ ઉપર ટીમ પોહચી હતી,કારણ કે સ્થાનિક માછીમારો અને દુકાનદારો દ્વાર જ આ મામલે સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી.

Advertisement

સુવાલી બીચ ઉપર એક મોટું પોટલું ઝાડીઓ નજીક પડ્યું હોવાની બાતમી મળી હતી જે શંકાસ્પદ ચરસ હોવાનું અનુમાન લગાવાયું હતું . આ બાતમીને આધારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ત્યાં ધસી ગયો હતો અને FSL તથા ડોગ સ્ક્વોડ ની ચકાસણી બાદ તેને ખોલવામાં આવતાં નાના નાના 09 પેકેટ્સ મળી આવ્યા હતા, જેમાંથી ચરસ નીકળ્યું હતું. અફઘાન પ્રોક્ટખેલાં 1150 ગ્રામના 09 પેકેટ્સ હતા. જેમાં પ્યોર ચરસ હતું, ચરસની કિંમત આંતર રાષ્ટ્રીય બજારમાં સાડા ચાર કરોડથી વધુની થતી હોવાનું સામે આવ્યું છે. સુરતના દરિયા કિનારેથી 5 કરોડનું ચરસ મળી આવવાની ઘટનાથી અધિકારીઓ અને બીજી એજન્સીઓ પણ ચોંકી હતી અને તેઓ પણ સુવાલીના દરિયા કિનારે દોડી જઇ આ પેકેટ્સ કઈ રીતે આવ્યા તેની તપાસમાં જોતરાયા હતા.

Advertisement

સુરત શહેરમાં દરીયા માર્ગે ચરસની હેરાફેરીનો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કુલ એક કિલો થી વધુ વજન નાં 9 જેટલા ચરસનાં પ્લાસ્ટીકના એરટાઇટ રેપરથી પેક કરેલ પેકીંગ મળી આવ્યા હતા,જેના ઉપર અફઘાનિસ્તાન દેશનાં થેલા ઉપર અરબી ભાષામાં તેમજ AFGHAN PRODUCT લખેલુ લખાણ સ્પષ્ટ દેખાયું છે, ડ્રગ્સ માફીયાઓ દ્વારા દરીયાઈ માર્ગે કરાયેલી ડ્રગ્સ સ્મગ્લીંગના કારોબારને અટકાવી કરોડો રૂપિયાનો High Purity અફઘાની ચરસનો જથ્થો પકડવામાં હાલ તો સફળતા મળી છે,સદર ચરસ નો જથ્થો કઇ રીતે હજીરા ના સુવાલીના દરીયા કિનારે પોહ્ચ્યો છે. જેની ઉંડાણ પૂર્વક તપાસ ATS તેમજ અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધી હાથ ધરવામાં આવશે,FSL દ્વારા આ માદક પદાર્થ “HIGH QUALITY અફઘાની ચરસ" હોવાનુ પ્રાથમીક અભીપ્રાય આપ્યું છે,જેની આંતર રાષ્ટ્રીય કિંમત એક કિલો ના 50 લાખ ગણી શકાય છે.

કોંગ્રેન પાર બોઈલ્ડ બિરયાની રઈસ નું લખાણ મળી આવેલા પોટલા પર લખવામાં આવ્યું છે,અંદાજિત 25 કિલો નું પોટલું હોવાનું લખાણ પણ લખવામાં આવ્યું છે,પોટલાં પર ઊંઠ નું ચિત્ર સાથે મોટા અક્ષરમાં હમઝા લખાણ પણ દેખાયું છે,પ્રિમયમ કોલેટી ના બિરયાની ના રાઇસ ના પોટલામાં થી ચરસ મળી આવતા પોલીસ તંત્ર પણ હવે એલર્ટ મોડમાં આવ્યું છે,સુરત પોલીસ હાલ એવું માની રહી છે કે હાલમાં ગુજરાત પોલીસ અને કોસ્ટ ગાર્ડની સધન પેટ્રોલિંગ હોવા થી આ ચરસ નો જથ્થો દરિયામાં ફેંકી દેવામાં આવ્યો હશે, જે તણાઈ ને કિનારે આવી ગયો હશે, હાલ તો હવે આ તપાસમાં ગુજરાત ATS પણ જોડાયા ગઈ હોવાથી આ કેસમાં કોઈ મોટા ખુલાસા આવે તેવી પુરેપુરે શક્યતાઓ સેવાય રહી છે.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : Gujarat First Exclusive : મોત વેરતા સૌથી ખતરનાક કેમિકલ પર EXCLUSIVE રિપોર્ટ, હાઇકલ કંપનીના કાળા કારનામાં…

Tags :
Advertisement

.