પર્યાવરણ જાળવણી માટે અદાણી હજીરા પોર્ટનું ઉમદા કાર્ય, સુવાલી બીચ પર સફાઇ હાથ ધરી
અહેવાલઃ રાબીયા સાલેહ, સુરત
હજીરા પોર્ટ લિમિટેડ દ્વારા અનોખુ આયોજન કરાયું છે. હજીરા પોર્ટ લિમિટેડ વિવિધ કાર્યક્રમો થકી એક સપ્તાહ સુધી પર્યાવરણ દિન ઉજવવા વિવિધ કાર્યો કરશે, પ્રદૂષણ ઘટાડવાના આ કાર્યોમાં ગામવાસીઓનો પણ સમાવેશ કરાયો છે. સુરતમાં માત્ર એક નહિ પરંતુ સતત ૭ દિવસ સુધી પર્યાવરણ દિન ઉજવાશે, પર્યાવરણ દિન નિમિત્તે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને અદાણી હજીરા પોર્ટના સુંવાલીબીચ ઉપર સાફ સફાઈ કરવામાં આવી હતી, હજારો સહેલાણીઓથી ઉભરાતા આ બીચ ની સાફ-સફાઈ કરવામાં આવી હતી,હજારો લાખો લોકો ને રોજગારી પૂરું પાડતું અદાણી હજીરા પોર્ટ લિમિટેડ સ્વચ્છતાને લઈ ને પણ મક્કમ પગલાં ભરી રહ્યું છે.પોર્ટ દ્વારા પર્યાવરણ દિવસને એક સપ્તાહ સુધી ઉજવશે,પર્યાવરણ દિવસ અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું છે.જેમાં ગ્રામજનોએ પણ ભાગ લીધો હતો.
વિશ્વભરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ૫ જૂનના રોજ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે સાથે જ દેશભરમાં વિવિધ કર્યોક્રમો થકી પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવે છે,જેમાં આ વખતે હજીરા પોર્ટ દ્વારા લોકો ને પ્રોત્સાહિત કરવા માટે અનોખી થીમ રાખી પર્યાવરણ દિવસ ની ઉજવણી કરાઇ રહી છે, હજીરા પોર્ટ દ્વારા આ વર્ષની થીમ બીટ પ્લાસ્ટિક પોલ્યુશન રાખવામાં આવી છે.જેમા જૂનનું પહેલું આખુ સપ્તાહ એટલે કે સાત દિવસની ઉજવણી કરાઇ રહી છે,આ ઉજવણી અંતર્ગત સુંવાલી દરિયા કિનારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અદાણી હજીરા પોર્ટ લિમિટેડ અને સ્થાનિક ગ્રામજનોએ ભેગા મળીને સુંવાલીના દરિયા કાંઠેથી પ્લાસ્ટિકનું સફાઈ અભિયાન કર્યું હતું.આ અભિયાન માં કેટલાક મહાનુભવો સહિત જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝા પણ ઉપસ્થિત રહ્યા હતા
સફાઈ અભિયાનમાં અદાણી પોર્ટ અને અદાણી
ફાઉન્ડેશનના અધિકારી, કર્મચારી, સ્વયંસેવકોની સાથે સ્થાનિક આગેવાનોએ સારી કામગીરી કરી હતી,તમામે ભેગા મળીને સુવાલી બીચ ઉપર પડેલો પ્લાસ્ટીકનો કચરો ઉપાડયો હતો.અને સહેલાણીઓને ગંદકી ન કરવા અંગે પણ સૂચન કરાયું હતું સાથે જ પર્યાવરણની જાળવણી કરવા માટે અપીલ કરાઈ હતી. હજીરા પોર્ટના કાર્યક્રમમાં ઉપસ્થિત જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પોલ્યુશનના નિયંત્રણ ઉપર છે. પ્લાસ્ટિક સવારે ઊઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણાં જીવન સાથે સંકળાઈ ગયું હોય તેમ વપરાશ માં જોવા મળે છે..તે એક જીવનશૈલીનો ભાગ છે. પરંતુ એને આપણા જીવન ને સ્વસ્થ અને આપણા સ્વાસ્થ્યને ધ્યાને રાખી આસ પાસ થી દૂર કરવું જરૂરી છે..તો જ આવનારી પેઢી માટે પૃથ્વી સુરક્ષિત અને જીવવા લાયક બની રહેશે.તેમજ સંસ્કૃત શ્લોક અને સંદર્ભો સાથે તેઓ એ સુંદર રીતે લોકો સમક્ષ પર્યાવરણ સુરક્ષા અને જાગૃતિની વાત મૂકી હતી.
બીજી બાજુ સાફ સફાઈ માં ભાગ લેનારા એવા અદાણી હજીરા પોર્ટના સુરક્ષા, પર્યાવરણ અને સ્વાસ્થ્ય વિભાગના એસોસિયેટ જનરલ મેનેજર રૂપેશ જાંબુડીએ સપ્તાહ દરમિયાન અદાણી હજીરા પોર્ટ દ્વારા કરવામાં આવનારા વિવિધ કાર્યક્રમો અંગે વાત કરતા કર્મચાર ઓને સફાઈ અંગે જાગૃત જોઈ કહ્યું હતુ કે ઉજવણીના કાર્યક્રમોમાં. વૃક્ષારોપણ, વ્યૂહાત્મક સ્થળોએ ઇકોફ્રેન્ડલી બેનરોનું પ્રદર્શન, કર્મચારીઓ અને સહયોગીઓ માટે ઓનલાઇન ક્વિઝ સ્પર્ધા, કાર્યસ્થળ પર સ્વચ્છતા અભિયાન, તમામ કર્મચારીને રોપા વિતરણ, શ્રેષ્ઠ ઔદ્યોગિક પર્યાવરણ વ્યવસ્થાપન પ્રેક્ટિસ પર વેબિનાર વગેરે કામગીરી છ જૂન સુધી ચાલશે.અદાણી હજીરા પોર્ટ લિમિટેડ પર્યાવરણ દિવસને એક સપ્તાહ સુધી ઉજવશે, સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો પણ સામેલ થયાં છે જેને લઇ હજીરા પોર્ટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો...