ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : MLA કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! CM ને પત્ર લખી કરી આ ખાસ માગ

સુરતનાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ! ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો  ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી  નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા  સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી...
11:21 PM Oct 16, 2024 IST | Vipul Sen
  1. સુરતનાં વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ!
  2. ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો 
  3. ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી 
  4. નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા 

સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી (MLA Kumar Kanani) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કુમાર કાનાણીનો વધુ એક લેટર ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય કુમાર કાનાણીએ આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) પત્ર લખી ડાયમંડ પોલિસી બનાવવા માગ કરી છે. ધારાસભ્યે પત્રમાં ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત કરી છે. સાથે જ નવી ટેક્સટાઈલ પોલીસી (New Textile Policy) જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો - Kutch : કંડલામાં 5 કામદારોના મોત, કંપની આપશે આટલા લાખનું વળતર!

ધારાસભ્ય કુમાર કાનાણીએ CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

સુરતનાં (Surat) વરાછાનાં ધારાસભ્ય કુમાર કાનાણી અવારનવાર લોકમુદ્દાઓ માટે આવાજ ઉઠાવતા હોય છે. લોકોની સમસ્યાને લઈ સંબંધિત વિભાગને ધારાસભ્ય દ્વારા લખેલા પત્ર પણ ચર્ચામાં રહે છે. ત્યારે ધારાસભ્યનો વધુ એક પત્ર ચર્ચામાં આવ્યો છે. વરાછાનાં (Varachha) ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરી છે. ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી (Diamond Policy) બનાવવા ધારાસભ્યે માગ કરી છે. ધારાસભ્યે તેમના પત્રમાં મંદીને કારણે ડાયમંડ ઉદ્યોગ કપરા સમયનો સામનો કરી રહ્યો હોવાની વાત કહી છે.

આ પણ વાંચો - Banaskantha : વાવમાં 'વટની લડાઈ' ને લઈ BJP-કોંગ્રેસ એક્શન મોડમાં, ઉમેદવારોની રેસમાં આ નામ આગળ!

ટેક્સટાઈલ પોલિસીની જેમ ડાયમંડ પોલિસી બનાવવા રજૂઆત

મુખ્યમંત્રીને (CM Bhupendra Patel) લખેલા પત્રમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ લખ્યુ કે ભયંકર મંદીનાં કારણે ઘણા યુનિટોને બંધ કરવાની નોબત આવી છે. હીરા ઉદ્યોગમાં (Diamond Industry) કારીગરોને છૂટા કરી દેવાનું પ્રમાણ પણ વધી ગયું છે. રત્નકલાકારોને બેકારીમાં કુંટુંબનું ભરણપોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. રત્નકલાકારોમાં રોજબરોજ આત્મહત્યાનાં કિસ્સાઓનું પ્રમાણ પણ વધ્યું છે. આથી, ડાયમંડ પોલિસી બનાવવા ધારાસભ્યે રજૂઆત કરી છે. આ સાથે ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારને નવી ટેક્સટાઈલ પોલીસી જાહેર કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

આ પણ વાંચો - Ahmedabad : ગેનીબેન અંગે જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીના નિવેદને ચર્ચા જગાડી!

Tags :
Breaking News In GujaratiCM Bhupendra PatelDiamond PolicyGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsKumar Kanani LatterLatest News In GujaratiMLA Kumar KananiNews In GujaratiRecessionSuratTextile PolicyUnemploymentVarachha
Next Article