Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat Metro : મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, ચાલુ કામગીરીમાં જ એક બાજું નમ્યો, રોડ પર અવરજવર બંધ

સુરતનાં સારોલીમાં મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, એક બાજું નમી ગયો મેટ્રોનો ફ્લાયઓવર નમી જતાં લોકોમાં આક્રોશ  સુરત શહેરનાં લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો ગુજરાત મેટ્રો રેલ કોર્પો. નાં જનરલ મેનેજરે કર્યો તંત્રનો બચાવ સુરતમાં મેટ્રો બ્રિજ (Surat Metro...
surat metro   મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ  ચાલુ કામગીરીમાં જ એક બાજું નમ્યો  રોડ પર અવરજવર બંધ
Advertisement
  1. સુરતનાં સારોલીમાં મેટ્રો બ્રીજનાં સ્લેબમાં તિરાડ, એક બાજું નમી ગયો
  2. મેટ્રોનો ફ્લાયઓવર નમી જતાં લોકોમાં આક્રોશ 
  3. સુરત શહેરનાં લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો
  4. ગુજરાત મેટ્રો રેલ કોર્પો. નાં જનરલ મેનેજરે કર્યો તંત્રનો બચાવ

સુરતમાં મેટ્રો બ્રિજ (Surat Metro Bridge) નમવાની ઘટના સામે આવી છે. સારોલી (Saroli) વિસ્તારમાં મેટ્રોની ચાલુ કામગીરી દરમિયાન બ્રિજ નમવાની ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા કર્યા છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, જો કોઈ મોટી દુર્ઘટના બની હોત તો તે માટે જવાબદાર કોણ ? તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે. કરોડોનાં ખર્ચે તૈયાર થઈ રહેલો બ્રિજ અચાનક નમી જતાં સમગ્ર રોડ પર અવરજવર બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે આ મામલે ગુજરાત મેટ્રો રેલ કોર્પો.ના જનરલ મેનેજરે પ્રતિક્રિયા આપી છે.

Advertisement

સારોલી વિસ્તારમાં મેટ્રો બ્રિજમાં તિરાડ, એક બાજું નમી ગયો

સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો (Surat Metro Bridge) એકભાગ ક્ષતિગ્રસ્ત થતાં નમી ગયો હતો. સાથે બ્રિજનાં સ્લેબમાં તિરાડ પણ પડી છે. સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન જ બ્રિજ નમવાની ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચાલુ કામગીરી દરમિયાન બ્રિજ નમી જવાની ઘટનાથી લોકો મેટ્રોની કામગીરીમાં મસમોટો ભ્રષ્ટાચાર (Corruption) થતો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. સ્થાનિકોનાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા સમયથી મેટ્રો બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જનતાનાં કરોડો રૂપિયાનાં ખર્ચે તૈયાર થઈ રહેલ બ્રિજની હાલ આવી સ્થિતિ છે તે પછી આવનાર સમયમાં કેવી રહેશે તેવા સવાલ લોકો કરી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Bhavnagar : આ રીતે ઉંદરને મારશો તો ભરવો પડશે દંડ! સાથે જ થઈ શકે છે જેલની સજા

સ્પેન લગાવ્યા બાદ 24 કલાક નિરીક્ષણમાં રાખીએ છીએ : જનરલ મેનેજર

આ મામલ હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પો. નાં (GMRCL) જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે તંત્રનો લૂલો બચાવ કરતા કહ્યું કે, સ્પેન લગાવ્યા બાદ 24 કલાક નિરીક્ષણમાં રાખીએ છીએ. હજુ સુધી સ્પેન લોન્ચ નથી કર્યું, ઓબ્ઝર્વેશનમાં રાખ્યું હતું. આજે જ દોઢ વાગે સ્પેન લગાવ્યાનો દાવો કરતા મેનેજરે કહ્યું કે, આમાં કઈ રીતે ખામી આવી તે અમે તપાસ કરીશું. કન્સ્ટ્રક્શન સમયે આવી નાની ખામીઓ આવતી હોય છે. જે હેતુથી અમે 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખતા હોઈએ છીએ. હાલ, આ સેગમેન્ટ તમે થોડાક સમય બાદ બદલી નવું સેગમેન્ટ (Segment) નાખીશું. જો કે, આ ઘટના બાદ તંત્ર સામે રોષ વ્યક્ત કરતા સ્થાનિકોએ કહ્યું કે, પ્રજા ભ્રષ્ટાચાર કરવા માટે મત નથી આપતી. સારી સુવિધા મળે તે માટે મત આપે છે.

આ પણ વાંચો - Mahisagar : વીરપુરમાં પતિને 'બૈરું કરડ્યું'! સો. મીડિયા પર સરકારી હોસ્પિ. નાં કેસ પેપરનું લખાણ વાઇરલ!

'જો આ બ્રિજ ચાલુ હોત તો કેટલાય જીવનો ભોગ લેવાઈ ગયો હોત'

સ્થાનિક લોકોએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ ફક્ત વિકાસની વાતો કરે છે પણ વિકાસ ક્યાંય નથી. હાલ, જો આ બ્રિજ ચાલુ હોત તો કેટલાય જીવનો ભોગ લેવાઈ ગયો હોત. કહેવાતા જમાઈઓને જ આ ટેન્ડરો આપતા હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. લોકોએ કહ્યું કે, સત્તા પક્ષનાં કોઈપણ પદાધિકારી હજી સુધી અહીં દેખાયા નથી. અગાઉ પણ આવી ઘણી ઘટનાઓ બની ચૂકી છે છતાં તંત્ર સુધરતું નથી. હાલ, આ તમામ બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ એવી માગ લોકોએ કરી છે.

આ પણ વાંચો - World University Games માટે પહેલીવાર ગુજરાતનાં આ બે ખેલાડીઓની પસંદગી

Tags :
Advertisement

Trending News

.

×