Surat : લાંચિયા અધિકારી નરેશ જાનીના કેસમાં ACB ના આરોપીનાં ઘરે ધામા, 6 કલાક સુધી સર્ચ ઓપરેશન
- સુરતમાં લાંચિયા અધિકારી નરેશ જાનીનો કેસ
- અમદાવાદ ACB એ આરોપીનાં ઘરે 6 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યુ
- ACB દ્વારા કેટલાક મહત્ત્વનાં પુરાવા કબજે કરવામાં આવ્યાં
સુરતમાં (Surat) લાંચિયા અધિકારી નરેશ જાનીના (Naresh Jani) કેસ મામલે મોટા સમાચાર આવ્યા છે. અમદાવાદ ACB એ આરોપીનાં ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. અંદાજિત 6 કલાક સુધી ચાલેલી કાર્યવાહીમાં ACB દ્વારા કેટલાક મહત્ત્વનાં પુરાવા કબજે કરવામાં આવ્યાં છે. આ કેસમાં આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મેળવી ACB એ લાંચિયા અધિકારીની અપ્રમાણસર મિલકતની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો -Gandhinagar : સરકારનાં વહીવટી તંત્રને લઈ મોટા સમાચાર, એક સાથે 18 IAS અને 8 IPS નાં ટ્રાન્સફર
નરેશ જાની પાસે અનેક અપ્રમાણસર મિલકત છે : ફરિયાદી
સુરતમાં (Surat) ખાન- ખનીજ વિભાગનાં નાયબ અધિકારી વત્તી વચેટિયા દ્વારા રૂપિયા 2 લાખની લાંચ લેવા મામલે ફરિયાદ થતાં લાંચિયા અધિકારી નરેશ જાની (Naresh Jani) વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરિયાદી અને ભાઠા ગામનાં કાર્તિગનાં વેપારી અને મેનેજર વિજય ખૂંટ દ્વારા નરેશ જાની સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 'મારી પાસે 2 લાખની લાંચ (Bribe) નરેશ જાનીએ માંગી હતી. મેં નરેશ જાની વિરુદ્ધ 10 જેટલી ફરિયાદો કરી હતી.' ફરિયાદી વેપારીએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, નરેશ જાની પાસે અનેક અપ્રમાણસર મિલકત છે. માત્ર 2 વર્ષની નોકરીનાં કાર્યકાળ દરમિયાન તેણે કરોડોની પ્રોપર્ટી ઊભી કરી છે. જમીન, મકાન અને લક્ઝરિયસ ફ્લેટ સહિત મોંઘીદાટ કારનો પણ તે માલિક છે. ફરિયાદ વેપારીએ માગ કરી કે નરેશ જાનીની અપ્રમાણસર મિલકતની તપાસ થવી જોઈએ.
આ પણ વાંચો -Surat : 'આ ડે. મેયર સાહેબ છે, તેમના પગ ન બગડે એટલે ઊંચકી લીધા...' વિપક્ષનો અનોખો વિરોધ
આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર
આ મામલે લાંચિયા અધિકારી નરેશ જાની ( Naresh Jani) સામે કેસ ચાલી જતાં તેને કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું હતું અને ત્યાર બાદ અમદાવાદ ACB એ ધરપકડ કરી હતી. કોર્ટે એ આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે તપાસ અન્વયે અમદાવાદ ACB એ નરેશ જાનીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજિત 6 કલાક સુધી ACB દ્વારા સર્ચ કરાયું જે દરમિયાન ACB દ્વારા કેટલાક મહત્ત્વનાં પુરાવા કબજે કરવામાં આવ્યાં હોવાની માહિતી છે. આ મામલે ACB એ આગળની તપાસ હાથ ધરી છે. એસીબીની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થશે એવી ચર્ચા છે.
આ પણ વાંચો -Hyatt Hotel : મોંઘીદાટ હયાત હોટેલમાં બેદરકારીનો પુરાવો! સંભારમાંથી નીકળ્યો વંદો, થઈ કડક કાર્યવાહી