Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : શિક્ષણ વિભાગે રૂ.2 લાખનો દંડ વસૂલવા 121 શિક્ષકને ફટકારી નોટિસ, કાર્યવાહીનાં પણ આદેશ

ધોરણ 12 ના બોર્ડના પેપર તપાસવામાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ સુરત DEOએ 121 શિક્ષકોને કુલ 2 લાખનો દંડ ફટકાર્યો શિક્ષકોએ 7 દિવસમાં જમા કરાવવી પડશે દંડની રકમ દંડની રકમ માટે DEOએ શિક્ષકોને ફટકારી નોટિસ સુરત (Surat) DEO દ્વારા મોટી...
surat   શિક્ષણ વિભાગે રૂ 2 લાખનો દંડ વસૂલવા 121 શિક્ષકને ફટકારી નોટિસ  કાર્યવાહીનાં પણ આદેશ
  1. ધોરણ 12 ના બોર્ડના પેપર તપાસવામાં ભૂલ કરનાર શિક્ષકોને દંડ
  2. સુરત DEOએ 121 શિક્ષકોને કુલ 2 લાખનો દંડ ફટકાર્યો
  3. શિક્ષકોએ 7 દિવસમાં જમા કરાવવી પડશે દંડની રકમ
  4. દંડની રકમ માટે DEOએ શિક્ષકોને ફટકારી નોટિસ

સુરત (Surat) DEO દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ધોરણ 12 નાં બોર્ડનાં પેપર તપાસવામાં ભૂલ કરનારા શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસમાં શિક્ષકોએ 7 દિવસમાં દંડની રકમ જમા કરાવવી પડશે તેવો આદેશ કરાયો છે. સાથે જ જો દંડની રકમ નહીં ભરે તેવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરાશે એવી પણ સૂચના આપી છે. શિક્ષણ વિભાગ (Education Department) દ્વારા કુલ 121 શિક્ષકોને રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Junagadh : 'Eco Sensitive Zone' સામે BJP-કોંગ્રેસનાં નેતાઓ એકજૂટ! ગરબીમાં અનોખી રીતે વિરોધ, જુઓ Video

121 શિક્ષકોને કુલ રૂ. 2 લાખનો દંડ ફટકારાયો

વર્ષ 2023 માં ધોરણ 12 બોર્ડના પેપરની ચકાસણીમાં ભૂલ કરનારા શિક્ષકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ શિક્ષકો દ્વારા એક કે તેથી વધુ માર્કની ભૂલ કરવામાં આવી હતી. માહિતી મુજબ, શિક્ષકોએ 139 ઉત્તરવહીઓ મળીને કુલ 1967 માર્કસની ભૂલ કરી હતી. આથી, ભૂલ કરનારા 121 શિક્ષકને સુરત DEO દ્વારા રૂ. 2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે દંડની રકમ જમા ન કરાવતા શિક્ષકોને હવે નોટિસ ફટકારી છે.

Advertisement

આ પણ વાંચો - Mandvi : શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો..આશ્રમશાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ

Advertisement

દંડની રકમ માટે DEO એ શિક્ષકોને ફટકારી નોટિસ

ઉત્તરવહીમાં માર્ક્સની ભૂલ કરનારા શિક્ષકોને શિક્ષણ વિભાગે (Surat) જે નોટિસ ફટકારી છે. તેમાં જે શિક્ષકોએ દંડની રકમ જમા કરાવી હોય તો 7 દિવસની અંદર તેની રસીદ જમા કરવા આદેશ કરાયો છે. જ્યારે, દંડ ન ભર્યો હોય તેવા શિક્ષકો જો દંડ નહીં ભરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટેનાં આદેશ પણ કરાયા છે.

આ પણ વાંચો - Gandhinagar : લો... પાછું નવું આવ્યું! BJP પ્રવક્તા ઋષિકેશ પટેલ બોલ્યા- 'બળીથી મતલબ છે કે પાડાપાડીથી...'

Tags :
Advertisement

.