ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતના જ્વેલર્સમાં ચોરોએ કરોડોના સોનાના 24 કેરેટના પાવડરની કરી ચોરી

Surat Crime News : આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું
11:55 PM Nov 06, 2024 IST | Aviraj Bagda
Surat Crime News

Surat Crime News : સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલી સોનાની ફેક્ટરીમાંથી રાત્રે ચોરોએ 1 કિલો 822 ગ્રામ સોનાના રિફાઇન પાવડરના મુદ્દામાલની ચોરી કરી હતી. જોકે આ મુદ્દામાલની કિંમત 1 કરોડ 45 લાખ 76 હજાર રૂપિયા આંકવામાં આવી હતી. આ ઘટનાને લઈને મહિધરપુરા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આ મામલે પોલીસે 6 આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ પાસેથી 1કિલો 99 ગ્રામ સોનું રિકવર કર્યું છે.

ફેક્ટરીની અંદરથી સોનાના 24 કેરેટના પાવડરની ચોરી કરી

મહિઘરપુરા પોલીસ જણાવ્યું હતું કે, સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડની રિફાઇનિંગ વિભાગમાં ચોરીની ઘટના સામે આવી હતી. રાત્રિના સમયે વેન્ટિલેશન માટે ગોઠવેલા ફેનની જગ્યાની ગ્રીલ તેમજ દીવાલ તોડીને કેટલાક ચોરોએ ફેક્ટરીમાં પ્રવેશ્યા હતા અને ફેક્ટરીની અંદરથી 1 કિલો 822 ગ્રામ 24 કેરેટના પાવડરની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટનાને લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ભરૂચમાં કંપની દ્વારા રાત્રે ઝેરી ગેસ છોડતા લોકોને આંખ અને શ્વાસની...

આરોપીઓ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું

ત્યારબાદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને પોતાના હ્યુમનસોર્સ તેમજ ટેકનીકલ રીતે તપાસ હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અંતે પોલીસે આ ચોરીની ઘટનામાં 6 આરોપીની ધરપકડ કરી હતી. આ છ આરોપીમાં મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતો અનુકુમાર નિશાદ પણ સામેલ હતો. તે ઉપરાંત પોલીસે સોનું બિંદ, સંદીપ બિન્દ, ક્રિષ્ના ઉર્ફે કાનો ગુપ્તા, રાહુલ બિંદ અને રોશન નીસાદની ધરપકડ કરી છે. આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ચોરીને અંજામ આપનારો જ્વેલર્સનો કામદાર નીકળ્યો

આ આરોપી અલગ અલગ જગ્યા પર સોનાની રિફાઇનરીોમાં કામ કરતા હોવાથી તેઓ મેઝારીયા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ચોરી કરવાનો પ્લાન છેલ્લા 1 મહિનાથી બનાવતા હતા. તો અનુકુમાર નિશાદે મેઝારીયા જ્વેલર્સમાં ક્યારે વધારે પ્રમાણમાં સોનું આવે છે તે બાબતે તેના સાથીમિત્રોને માહિતી આપી હતી. મહત્વની વાત એ છે કે આ તમામ આરોપી ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા પરંતુ કંપનીમાં કામ કરતો અનુકુમાર ફરાર થયો ન હતો. જેથી કરીને તેના પર કોઈને શંકા ન જાય પરંતુ પોલીસે કંપનીની અંદરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા અનુકુમારની હિલચાલ પર પોલીસને શંકા જણાઈ હતી અને શંકાના આધારે પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

આ પણ વાંચો: નરાધમે સહકર્મીને બહેન બનાવીને તેની બાળકી ઉપર આચર્યું દુષ્કર્મ

Tags :
Crime NewsCrime News SuratGold thiefGujarat Crime NewsGujarat FirstGujarat Trending NewsNews GoldSmuggling GoldstealSuratsurat crime news
Next Article