Surat: બાળમજૂરીનાં રેકેટનો પર્દાફાશ, સગીર બાળકોને ગોંધી રાખી કરાવાતી હતી મજૂરી
- સુરતમાં બાળમજૂરીના રેકેટનો થયો પર્દાફાશ
- 7 વર્ષના બે બાળકો ગોડાદરા પોલીસ મથકે પહોંચતા રેકેટ સામે આવ્યુ
- 17 કલાકના કામના માત્ર 200 રુપિયા આપી શોષણ કરાતુ હતુ
- પોલીસે કારખાનેદારને ઝડપી કાર્યવાહી શરુ કરી
સુરત (Surat)માં સાડીના વેપારમાં કેટલાક રાજસ્થાનથી બાળકો (Children of Rajasthan)ને લાવી તેમની પાસે કાળી મજૂરી કરાવવામાં આવતી હોવાની સતત ફરિયાદો સામે આવતા પોલીસ આ બાબતે કામગીરી કરતી હોય છે. ત્યારે સુરત (Surat)ના ગોડાદરા વિસ્તાર માં બે દિવસ પહેલા રાત્રે સાત સાત વર્ષના બે બાળકો પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને તેઓ મૂળ રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર જિલ્લા (Udaipur district)ના ગામોમાંથી લાવવામાં આવ્યા હોવાની વિગતો પોલીસને આપી હતી. તેઓ સુરતમાં એક સાડી કારખાનામાં તેમને ગોંધી રાખી તેમની પાસે 17 કલાક મજૂરી કરાવી માત્ર ₹200 આપવામાં આવતા હોવાની વાત કરતા એક સમય માટે પોલીસ પણ ચોકી ઉઠી હતી.

બાળકો પાસે બાળ મજૂરી કરાવતા હોવાની વિગત સામે આવી
જોકે પોલીસ દ્વારા આ બાળકોને કતારગામ વિસ્તારમાં આવેલા ચાઇલ્ડ વેલ્ફેર સેન્ટર (Child Welfare Center)માં મોકલી આપવામાં આવ્યા હતા. બાળકો પાસે બાળ મજૂરી(Child Laborers)કરાવતા હોવાની વિગત સામે આવતા સી ટીમના એસીપી મીની જોસેફ (mini joshef) આ બાળકો પાસે પહોંચ્યા હતા. અને બાળકોની પૂછપરછ શરૂ કરતા આ બાળકો રાજસ્થાનના રહેવાસી હોવા સાથે તેઓ જે કારખાનામાં કામ કરતા હતા. અન્ય ત્રણ બાળકો પણ ગોંધી રાખવામાં આવ્યા અને વિગત આપતા જ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આ બાળકો સાથે અન્ય બાળકોને શોધવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ દ્વારા ટીમ બનાવવામાં આવી
બાળકો જે રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે તેઓ ક્યાં કામ કરતા હતા તે ખ્યાલ ન હતો. જેને લઇને વરાછા, પુણા અને ગોડાદરા એમ ત્રણ પોલીસ મથકમાંથી મહિલા પી. એસ.આઇ.ની આગેવાનીમાં ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમ બે દિવસ બાળકોને લઇ પગપાળા ફરતી રહી હતી. ત્યારે પુણા સીતારામ સોસાયટીની પાછળ બિલનાથ સોસાયટીમાં આવેલું કારખાના તરફ બાળકોએ આંગળી ચીંધી હતી જેને લઈને પોલીસ આ કારખાનામાં પહોંચી હતી.
પોલીસ દ્વારા બાળકોની પૂછપરછ કરાઈ
ત્યાં સાત વર્ષની વયનો એક અને 17 17 વર્ષના બે બાળકો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા આ બાળકોને રેસ્ક્યું કર્યા બાદ તેમની પૂછપરછ શરૂ કરતા જ આ બાળકોએ જણાવ્યું હતું કે તેઓને સવારે પાંચથી લઇ રાત્રે 10:00 વાગ્યા સુધી આ સાડીના કારખાનામાં સાડીની ઘડી કરવાનું કાળી મજૂરીનું કામ કરાવતા હતા અને પગાર પેટે માત્ર ₹200 આપી તેમનું શોષણ કરવામાં આવતું હતું આ ઉપરાંત જો સવારે પાંચ વાગ્યે તેઓ ના ઉઠે તો શેઠ દ્વારા તેમને માર મારવામાં પણ આવતા હોવાની વિગતો પોલીસને આપી હતી.
મીની જોસેફ (એસીપી AHTUC)
આ પણ વાંચોઃ Gandhinagar: GPSC પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન, આયોગની સૂચના મુજબ કામ કરનારને પાઠવ્યા અભિનંદન
આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઇ દ્વારા પુના પોલીસ મથક (Pune Police Station) માં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. આ ગુનાના આધારે પોલીસે કારખાનાના માલિક પ્રકાશ ભૂરીલાલ ભુરીયા (Prakash Bhurilal Bhuriya) ની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Jetpur માં નકલી નોટનાં રેકેટનો પર્દાફાશ, આરોપીએ કેવી રીતે કરતા હતા નકલી નોટની હેરાફેરી