Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : Gym માં વધુ એક હાર્ટ એટેક! ટ્રેડમિલ પર ચાલતી વેળાએ વેપારી અચાનક ઢળી પડ્યો

Surat માં વેપારીને જીમમાં હાર્ટ એટેક આવ્યો ટ્રેડમિલ પર કસરત કરતા અચાનક ઢળી પડ્યા CPR આપ્યા છતાં વેપારીનો જીવ ન બચ્યો સુરતનાં ભટાર વિસ્તારમાં ઘટના બની  સુરતમાં (Surat) એક વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. વેપારીને...
surat   gym માં વધુ એક હાર્ટ એટેક  ટ્રેડમિલ પર ચાલતી વેળાએ વેપારી અચાનક ઢળી પડ્યો
  1. Surat માં વેપારીને જીમમાં હાર્ટ એટેક આવ્યો
  2. ટ્રેડમિલ પર કસરત કરતા અચાનક ઢળી પડ્યા
  3. CPR આપ્યા છતાં વેપારીનો જીવ ન બચ્યો
  4. સુરતનાં ભટાર વિસ્તારમાં ઘટના બની 

સુરતમાં (Surat) એક વેપારી જીમમાં કસરત કરતી વખતે અચાનક ઢળી પડ્યા હતા. વેપારીને CPR આપ્યા છતાં જીવ બચી શક્યો નહોતો. વેપારીને કસરત કરતી વખતે અચાનક હાર્ટ એટેક (Heart Attack) આવ્યો હોવાનું પ્રાથમિક કારણ મનાઈ રહ્યું છે. વેપારીનાં હાર્ટ એટેકની સમગ્ર ઘટના જીમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : આજે રેસિડેન્ટ ડોક્ટરો એક દિવસની પ્રતિકાત્મક હડતાળ પર, જાણો શું છે કારણ ?

જીમમાં કસરત કરતી વખતે અચાનક આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં (Surat) ભટાર વિસ્તારમાં હાર્ટ એટેકથી મોતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિસ્તારમાં એક વેપારી રોજની જેમ જીમમાં કસરત કરવા માટે ગયા હતા. દરમિયાન, જીમમાં (Gym) ટ્રેડમિલ મશીન પર કસરત કરતી વખતે વેપારી અચાનક ઢળી પડ્યા હતા. વેપારી બેભાન થતા જીમમાં હાજર લોકો ભેગા થયા હતા અને વેપારીને CPR આપી ભાનમાં લાવવાની કોશિશ કરી હતી.

Advertisement

આ પણ વાંચો - ‘શહેરમાં સબ સલામત, ગુનાઓમાં જંગી ઘટાડો થયો’ Ahmedabad Police Commissioner જીએસ મલિકે કર્યો દાવો

Advertisement

વેપારીનાં હાર્ટએટેકની ઘટના CCTV માં કેદ થઈ

જો કે, વેપારીને ભાન ન આવતા નજીકની હોસ્પિટલ લઈ જવાયા હતા. પરંતુ, તબીબે વેપારીને મૃત જાહેર કર્યા હતા. વેપારીને હાર્ટ એટેક આવ્યો હોવાથી તેનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. વેપારીને હાર્ટ એટેક આવ્યાની આ ગોઝારી ઘટના જીમમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. વેપારીનાં અચાનક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે.

આ પણ વાંચો - Chhotaudepur: અણધાર્યા વરસાદના કારણે ખેતીમાં નુકસાનના અણસારને લઇ ધરતીપુત્રો બન્યા ચિંતાતુર

Tags :
Advertisement

.