Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : વધુ એક રત્ન કલાકારનો આપઘાત, પરિવારના ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ

Surat માં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો! વરાછામાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો ડાયમંડ કંપનીએ બોનસની મનાઈ કરતા પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ પરિવારનો ડાયમંડ કંપની સામે આરોપ, પોલીસે તપાસ હાથ ધરી સુરતમાં (Surat) વધુ એક...
surat   વધુ એક રત્ન કલાકારનો આપઘાત  પરિવારના ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ
  1. Surat માં મંદીએ વધુ એક રત્ન કલાકારનો ભોગ લીધો!
  2. વરાછામાં રત્ન કલાકારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
  3. ડાયમંડ કંપનીએ બોનસની મનાઈ કરતા પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ
  4. પરિવારનો ડાયમંડ કંપની સામે આરોપ, પોલીસે તપાસ હાથ ધરી

સુરતમાં (Surat) વધુ એક આપઘાતની ઘટના બની છે. વરાછા (Varachha) વિસ્તારમાં રહેતા રત્ન કલાકારે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. મૃતકના પરિવારે ડાયમંડ કંપની સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા સતત બે દિવસથી માનસિક તણાવમાં રહેતા રત્ન કલાકારે આત્મહત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે વરાછા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : વિચિત્ર અકસ્માત! BRTS ની રેલિંગ કૂદીને યુવક બાઇકચાલક સાથે અથડાયો, બંનેનાં મોત

Advertisement

રત્ન કલાકારનો ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત

સુરતનાં (Surat) વરાછા વિસ્તારમાં આવેલી એશિયન સ્ટાર ડાયમંડ કંપનીનાં (Asian Star Diamond Company) રત્ન કલાકાર રામ નગિનાસિંહે પોતાનાં ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. મૃતક રામ નગિનાસિંહના પરિવારનો આરોપ છે કે ડાયમંડ કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરતા માનસિક તણાવમાં રહેતા તેમણે આ પગલું ભર્યું છે. પોલીસ તપાસ મુજબ, ડાયમંડ ઉદ્યોગમાં (Diamond Industry) મંદીનાં કારણે સ્ટાર ડાયમંડ કંપની દ્વારા બોનસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. આથી, છેલ્લા બે દિવસથી અંદાજિત 500 થી વધુ રત્ન કલાકારો બોનસ આપવાની માગ સાથે કામથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - 'Eco Sensitive Zone' સામે હલ્લાબોલ! તાલાલામાં હજારો મહિલા, ખેડૂતોની 'મહારેલી', મેંદરડામાં 'મહાસભા'

કંપનીએ બોનસ આપવાની મનાઈ કરતા આપઘાત કર્યાનો આક્ષેપ

પરિવારનાં આરોપ અનુસાર, રત્ન કલાકાર રામ નગિનાસિંહ આર્થિક ભીંસના કારણે સતત બે દિવસથી માનસિક રીતે તણાવમાં રહેતા હતા. તેઓ પહેલા દર મહિને રૂ. 50 થી 60 હજાર જેટલો પગાર પાડતા હતા. પરંતુ, છેલ્લા બે માસથી હીરા ઉદ્યોગમાં આવેલી મંદીનાં કારણે મહિને માત્ર 15 થી 20 હજારનું કામ થતું હતું. આ વચ્ચે કંપનીએ બોનસ આપવાની પણ મનાઈ કરી દીધી હતી. આથી, રામભાઈ ખૂબ જ ચિંતામાં મૂકાયા હતા. આખરે તેમણે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ મામલે પરિવારની ફરિયાદનાં આધારે વરાછા પોલીસે (Varachha Police) તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!

Tags :
Advertisement

.