Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : વાલીઓ માટે લાલબત્તી સામન કિસ્સો, માતા ઘરકામમાં હતી, દોઢ વર્ષનું બાળક રમતું હતું અને..!

સુરતનાં (Surat) સચિન વિસ્તારની ઘટના રમતાં-રમતાં બાળક પાણીની ડોલમાં પડી જતાં મોત પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી સુરતમાંથી (Surat) માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ઘરે રમતાં-રમતાં એક દોઢ વર્ષનું માસૂમ બાળક પાણીની...
surat   વાલીઓ માટે લાલબત્તી સામન કિસ્સો  માતા ઘરકામમાં હતી  દોઢ વર્ષનું બાળક રમતું હતું અને
  1. સુરતનાં (Surat) સચિન વિસ્તારની ઘટના
  2. રમતાં-રમતાં બાળક પાણીની ડોલમાં પડી જતાં મોત
  3. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી

સુરતમાંથી (Surat) માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં ઘરે રમતાં-રમતાં એક દોઢ વર્ષનું માસૂમ બાળક પાણીની ડોલમાં પડી જતાં મોત નીપજ્યું છે. માતા ઘરકામમાં વ્યસ્ત હતાં ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

આ પણ વાંચો - સુરત બાદ Bharuch માં તંગદિલી, મોડી રાતે બે કોમ વચ્ચે જૂથ અથડામણ

રમતાં-રમતાં દોઢ વર્ષનું બાળક પાણીની ડોલમાં પડ્યું

પ્રાપ્ત માહિતી મુજબ, સુરતનાં (Surat) સચિન વિસ્તારમાં આવેલી રાજ અભિષેક સોસાયટીમાં રાજેશ કેસકર, પત્ની, દોઢ વર્ષનાં પુત્ર અને પરિવાર સાથે રહે છે. રાજેશ કેસકરનાં પત્ની ઘરકામમાં વ્યસ્ત થતાં જ્યારે તેમનો દોઢ વર્ષનો પુત્ર એકલો રમી રહ્યો હતો. આ દરમિયાન, બાળક ઘરમાં પડેલી પાણી ભરેલી ડોલમાં પડી ગયું હતું. ઘણાં સમય સુધી બાળકનો આવાજ ના આવતા માતાએ જોતા બાળક ડોલમાં પડ્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Gujarat: ગૌવંશની ચોરી સામે પોલીસની કડક કાર્યવાહી, CCTVના આધારે ગાય ચોરોને ઝડપી પાડ્યા

Advertisement

હોસ્પિટલમાં તબીબે બાળકને મૃત જાહેર કર્યું

આથી, માતાએ હાજર અન્ય લોકોની મદદથી બાળકને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે, હોસ્પિટલમાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યું હતું. માત્ર દોઢ વર્ષનાં વહાલસોયાનાં આકસ્મિક મોતથી માતા-પિતા સહિત પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાની વિગતો લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો - Surat: ફરી એકવાર શાંતિ ડહોળવાનો પ્રયાસ, ગણેશ પંડાલ પર કાંદા અને બટાકા ફેકાયાઃ સૂત્ર

Tags :
Advertisement

.