Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat News : ઓલપાડના દરિયામાં મહાકાય વ્હેલ માછલી તણાયી આવી, લોકોમાં કુતૂહલ જોવા મળ્યો Video Viral

સુરતના દરિયા કાંઠે વધુ એકવાર મોટી દરિયાય જીવ તણાય આવ્યો છે. ઓલપાડના દરિયા કાંઠે મોટી વ્હેલ માછલી તણાય આવી છે. મહાકાય વ્હેલ દરિયા કાંઠે તણાય આવતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતું. જોકે દરિયા કાંઠે કીચડમાં ફસાયેલી વ્હેલને બચાવવા ગ્રામજનોએ તેમજ વન...
surat news   ઓલપાડના દરિયામાં મહાકાય વ્હેલ માછલી તણાયી આવી  લોકોમાં કુતૂહલ જોવા મળ્યો video viral

સુરતના દરિયા કાંઠે વધુ એકવાર મોટી દરિયાય જીવ તણાય આવ્યો છે. ઓલપાડના દરિયા કાંઠે મોટી વ્હેલ માછલી તણાય આવી છે. મહાકાય વ્હેલ દરિયા કાંઠે તણાય આવતા લોકોમાં કૃતુહલ સર્જાયું હતું. જોકે દરિયા કાંઠે કીચડમાં ફસાયેલી વ્હેલને બચાવવા ગ્રામજનોએ તેમજ વન વિભાગની ટિમ દ્વારા ભારે મસ્ક્કત કરવી પડી હતી.

Advertisement

આમ તો કહેવાય છે ને કે, ગુજરાતનો દરિયો કિનારો ખુબજ વિશાળ છે. અને આજ દરિયામાં અલગ અલગ પ્રકારનો દરિયાયી માવો પણ મળી આવે છે. જોકે ગુજરાતના દરિયામાં ડોલ્ફિન, વ્હેલ જેવી મહાકાય વિશાળ માછલીઓ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી આવે છે. અને જો કોઈ ની નજરે ચઢી જાય તો લોકો કૃતુહલવસ બની જાય છે. થોડા વર્ષો અગાઉ ઓલપાડના દરિયા કિનારે ખાડી વિસ્તારમાં ડોલ્ફિન માછીઓ કૂદકા મારતી જોવા મળી આવી હતી.

મહત્વનું છે કે ડોલ્ફિન માછલીઓ દેખાતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ત્યારે હાલ ઓલપાડના મોર-ભગવા ગામના દરિયા કિનારે એક 20 ફૂટ જેટલી લાંબી વ્હેલ માછીમારોને જોવા મળી હતી. ત્યારે માછીમારો દ્વારા આજ અંગે ગ્રામજનોને જાણ કરવામાં આવી હતી. પ્રથમ તો દરિયા કાંઠે કીચડમાં ફસાયેલ શ્વાસ લઈ રહેલ વ્હેલ માછલીને દરિયાના પાણી પીવડાવી તેમજ તેના ઉપર છંટકાવ કરી ગ્રામજનો તેને બચાવવા મહેનત કરી રહ્યા હતાં.

Advertisement

ગ્રામજનો દ્વારા મહાકાય ભારેભરખમ વ્હેલને બચાવવાના પ્રયાસોની સાથે વન વિભાગની ટિમ પણ દરિયા કાંઠે પહોંચી હતી. વન વિભાગની ટિમ દ્વારા સ્થળ પર પહોંચી જરૂરી તજવીજ હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ ના અધિકારી ના જણાવ્યા પ્રમાણે વ્હેલ નો વન આશરે બે ટન જેટલો હોય તેવી શકયતા છે. તેમજ વ્હેલ માછલી 20 થી 2૫ ફૂટ લાંબી જણાય આવે છે. વ્હેલ માછલીને બચાવવા માટે તેની ઉપર દરિયાના પાણી છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ભરતીના પાણીમાં આ વ્હેલ દરિયા કિનારે પહોંચી જતા તે ફસાયા હોવાનું લોકો જણાવી રહ્યા છે. વ્હેલ માછલી જીવિત હોવાને કારણે દરિયામાં ફરીથી માછલીને છોડવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

મહત્વનું છે કે ગામના દરિયા કિનારે મોટી વ્હેલ માછલી તણાવ હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ આસપાસના ગ્રામજનો કૃતુહલવસ થઈ વ્હેલ માછલીને જોવા માટે દરિયા કાંઠે પહોંચ્યા હતા. જોકે વન વિભાગ તેમજ ગ્રામજનો દ્વારા વ્હેલ માછલીને બચાવવા કલાકો સુધી મથામણ કરવી પડી હતી.

અહેવાલ : ઉદય જાદવ, સુરત

આ પણ વાંચો : 250 કરોડના ડ્રગ્સ કેસમાં ગેંગસ્ટર લોરેન્સને ફરી આજે નલિયા કોર્ટમાં રજૂ કરાશે

Tags :
Advertisement

.