Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : ઓનલાઇન ગેમે વધુ એકનો ભોગ લીધો! 17 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ

મહુવામાં (Surat) બોઇઝ હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ વિદ્યાર્થી ધો. 11 કોમર્સમાં કરતો હતો અભ્યાસ મૃતકનાં પરિવારે હોસ્ટેલ તંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપ ઓનલાઇન ગેમનાં (Online game) કારણે વધુ એક વિદ્યાર્થીનો જીવ ગયો...
surat   ઓનલાઇન ગેમે વધુ એકનો ભોગ લીધો  17 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ
  1. મહુવામાં (Surat) બોઇઝ હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થીની આત્મહત્યા
  2. હોસ્ટેલનાં ત્રીજા માળેથી લગાવી મોતની છલાંગ
  3. વિદ્યાર્થી ધો. 11 કોમર્સમાં કરતો હતો અભ્યાસ
  4. મૃતકનાં પરિવારે હોસ્ટેલ તંત્ર સામે કર્યા ગંભીર આક્ષેપ

ઓનલાઇન ગેમનાં (Online game) કારણે વધુ એક વિદ્યાર્થીનો જીવ ગયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. સુરતનાં (Surat) મહુવામાં બોઈઝ હોસ્ટેલમાં રહેતા 17 વર્ષીય વિદ્યાર્થીએ મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવ્યું છે. મૃતક યુવક ધો. 11 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મૃતક યુવકનાં પરિવારે હોસ્ટેલ પર ગંભીર આક્ષેપ કર્યો છે. હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી હોવાથી આ બનાવ બન્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આ મામલે મહુવા પોલીસે (Mahuva Police) કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - Surat : શિક્ષણ વિભાગે રૂ.2 લાખનો દંડ વસૂલવા 121 શિક્ષકને ફટકારી નોટિસ, કાર્યવાહીનાં પણ આદેશ

ઉકા તરસાડીયા યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીનો આપઘાત

સુરતનાં (Surat) મહુવા વિસ્તારમાં આવેલ ઉકા તરસાડીયા યુનિવર્સિટીની (Uka Tarsadia University) બોઈઝ હોસ્ટેલમાં ત્યારે દોડધામ મચી ગઈ જ્યારે 17 વર્ષીય અજય નામનાં વિદ્યાર્થીએ હોસ્ટેલનાં ત્રીજા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરી હતી. આ મામલે હોસ્ટેલ તંત્ર દ્વારા મૃતક યુવકનાં પરિવારને જાણ કરવામાં આવી હતી. પરિવારે હોસ્ટેલ તંત્ર સામે ગંભીર આક્ષેપ કર્યા છે. પરિવારનાં આરોપો મુજબ, હોસ્ટેલમાં મોબાઈલ વાપરવાની મંજૂરી આપી હોવાથી આ બનાવ બન્યો છે. પરિવારે કહ્યું કે, હોસ્ટેલમાં (boys' hoste) વોર્ડ કર્મચારીઓએ મોબાઈલ પર પ્રતિબંધ કેમ ન મુક્યો ?

Advertisement

આ પણ વાંચો - Junagadh : 'Eco Sensitive Zone' સામે BJP-કોંગ્રેસનાં નેતાઓ એકજૂટ! ગરબીમાં અનોખી રીતે વિરોધ, જુઓ Video

Advertisement

મૃતકનાં પરિવારનાં હોસ્ટેલ તંત્ર પર ગંભીર આક્ષેપ

બીજી તરફ, યુવકે મોબાઈલમાં ઓનલાઈન ગેમમાં પૈસા હારી જવાનાં કારણે જીવન ટૂંકાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, આ ઘટના અંગે મહુવા પોલીસને (Mahuva Police) જાણ થતાં ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે મોકલ્યો હતો. પોલીસે મૃતકના પરિવાર, હોસ્ટેલનાં તંત્ર અને સ્ટાફ અને ત્યાં રહેતા અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Mandvi : શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો..આશ્રમશાળાના આચાર્ય સામે છેડતીનો આરોપ

Tags :
Advertisement

.