Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Surat : સોસાયટીમાં રમતાં 5 વર્ષીય માસૂમ માટે સ્કૂલવાન કાળ બની, પરિવારે એકનો એક પુત્ર ગુમાવ્યો

સિંગણપોરનાં નંદનવન સોસાયટીની ઘટના સુરતમાં સ્કૂલવાન ચાલકે રિવર્સ લેતાં 5 વર્ષીય બાળકનું મોત થયું સિંગણપોર પોલીસે વાનચાલકની ધરપકડ કરી એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો સુરતમાં (Surat) એક ગોઝારી ઘટના બની છે. સ્કૂલવાન ચાલકે વાહન રિવર્સ લેતા એક...
10:06 AM Aug 08, 2024 IST | Vipul Sen
  1. સિંગણપોરનાં નંદનવન સોસાયટીની ઘટના
  2. સુરતમાં સ્કૂલવાન ચાલકે રિવર્સ લેતાં 5 વર્ષીય બાળકનું મોત થયું
  3. સિંગણપોર પોલીસે વાનચાલકની ધરપકડ કરી
  4. એકનો એક દીકરો ગુમાવતા પરિવાર શોકમગ્ન થયો

સુરતમાં (Surat) એક ગોઝારી ઘટના બની છે. સ્કૂલવાન ચાલકે વાહન રિવર્સ લેતા એક 5 વર્ષીય માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. બનાવની જાણ થતા સિંગણપોર પોલીસ (Singanpore Police) ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્કૂલવાનનાં ડ્રાઈવર સંજય પટેલની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Surat : સુરતીઓ આનંદો... ટ્રેનનાં મુસાફરોને હવે જલદી મળશે આ ખાસ સુવિધા

સિંગણપોરની નંદનવન સોસાયટીની ઘટના

સુરતમાં (Surat) વધુ એક અકસ્માતની હચમચાવે એવી ઘટના બની છે. સિંગણપોર (Singanpore) વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટીમાં (Nandanvan Society) પારસભાઈ નારિગરા પરિવાર સાથ રહે છે. પારસભાઈ હીરાનાં કારખાનામાં કામ કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 5 વર્ષીય અને એકનો એક પુત્ર શ્લોક બુધવારે સોસાયટીમાં રમતો હતો. દરમિયાન, શારદા સ્કૂલનાં (Sharda School) વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતી સ્કૂલવાન સોસાયટીમાં આવી હતી.

આ પણ વાંચો - Rajkot : લોકમેળામાં રાઇડ સંચાલકો અને તંત્ર નિયમોને લઈ આમને-સામને!

રિવર્સ લેતા બાળક નીચે આવી જતા મોત, વાનચાલકની ધરપકડ

વિદ્યાર્થીઓને સ્કૂલ લઈ જતી સ્કૂલવાનનાં ચાલક સંજય પટેલે વાન રિવર્સ લીધી હતી, તે દરમિયાન 5 વર્ષીય શ્લોક તેની નીચે આવી ગયો હતો. ઘટના બનતા પરિવારજનો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત શ્લોકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ, સારવાર પહેલા જ માસૂમ શ્લોકનું મોત નીપજ્યું હતું. આ મામલે જાણ થતાં સિંગણપોર પોલીસ (Singanpore Police) પણ હોસ્પિટલ પહોંચી હતી અને કાર્યવાહી કરી વાનચાલક સંજયની ધરપકડ કરી હતી. પોલીસે સંજય સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એકનો એક દીકરો ગુમાવતા પરિવારજનોનો શોકમાં ગરકાવ થયો છે.

આ પણ વાંચો - Gujarat: ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઇને મોટા સમાચાર, 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર

Tags :
5-year-old child diedGujarat FirstGujarati NewsNandanvan Society AccidentRaod AccidentSchool VanSharda SchoolSinganpore PoliceSurat
Next Article