Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : 4 વર્ષનાં માસૂમે હજી તો દુનિયા પણ નહોતી જોઈ અને તાવ બની ગયો "કાળ"!

સુરતનાં (Surat) પુણાગામ વિસ્તારની ઘટના 4 વર્ષનાં બાળકનું તાવ આવતા મોત તાવ આવ્યા બાદ લોહીની ઉલટી થઈ હતી માસૂમનાં મોતથી પરિવારમાં ગમગીની સુરત (Surat) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. શહેરનાં પુણાગામ (Punagam) વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે....
surat   4 વર્ષનાં માસૂમે હજી તો દુનિયા પણ નહોતી જોઈ અને તાવ બની ગયો  કાળ
  1. સુરતનાં (Surat) પુણાગામ વિસ્તારની ઘટના
  2. 4 વર્ષનાં બાળકનું તાવ આવતા મોત
  3. તાવ આવ્યા બાદ લોહીની ઉલટી થઈ હતી
  4. માસૂમનાં મોતથી પરિવારમાં ગમગીની

સુરત (Surat) ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. શહેરનાં પુણાગામ (Punagam) વિસ્તારમાં એક હચમચાવે એવી ઘટના બની છે. માત્ર 4 વર્ષનાં બાળકનું તાવનાં કારણે મોત નીપજ્યું છે. બાળકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યું હતું. પરંતુ, તબીબે માસૂમને મૃત જાહેર કર્યું હતું.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : દેહગામની ગોઝારી ઘટનાને લઈ PM મોદી, CR પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું, સો. મીડિયા પોસ્ટમાં કહી આ વાત

Advertisement

તાવ આવ્યા બાદ લોહીની ઉલટીઓ થઈ

સુરતમાં (Surat) રોગચાળાની સ્થિતિ હાલ પણ યથાવત છે. રોગચાળો ફેલાતા શહેરીજનોમાં તંત્રની કામગીરી સામે રોષ પણ જોવા મળ્યો છે. જો કે, આ વચ્ચે સુરતનાં પુણા વિસ્તારમાં એક ખૂબ જ દુ:ખદ ઘટના બની છે. તાવનાં કારણે 4 વર્ષનાં માસૂમનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક બાળકનું નામ રુદ્ર ચૌહાણ હતું. રુદ્રને છેલ્લા 4-5 દિવસથી તાવ આવતો હતો. રુદ્રનાં પિતાએ જણાવ્યું કે, તાવ આવતા રુદ્રને લોહીની ઉલટીઓ થઈ હતી. આથી, તેને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Rajkot : લ્યો બોલો..જેલમાં રહીને ગણેશ ગોંડલ ચૂંટણી લડશે! આવતીકાલે થશે મતદાન

વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા

જો કે, રુદ્રની તબિયત વધુ લથડતાં તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ જવાયો હતો. પરંતુ, સિવિલનાં તબીબે રુદ્રને મૃત જાહેર કર્યો હતો. ખાનગી હોસ્પિટલમાં રુદ્રે બે દિવસ સારવાર લીધી હતી. તબિયત વધુ ખરાબ થતાં ખાનગી હોસ્પિટલનાં તબીબે સિવિલ હોસ્પિટલ લઈ જવા સલાહ આપી હતી. હાલ, માસૂમ રુદ્રનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Ambaji : 'ભાદરવી પૂનમ મહામેળા'માં પ્રથમ વખત 'વોટરપ્રૂફ ડોમ', માઈભક્તોને અપાય છે ખાસ અત્યાધુનિક સુવિધાઓ

Tags :
Advertisement

.