Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : L&T કંપનીનાં યાર્ડમાંથી કરોડોની પાઈપની ચોરી કરનારા વોન્ટેડ આરોપી સહિત 3 ઝડપાયા

સુરતની (Surat) L&T કંપનીનાં ચાર્ડમાંથી રૂ. 5.87 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રોજેક્ટ એકાઉન્ટન્ટે (Project Accountant) કંપનીનાં યાર્ડમાંથી 300 અને 400 NB ના SS પાઈપની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે ઝણવટભરી તપાસ કરતા અગાઉ ગોડાઉન ભાડે રાખનાર...
surat   l t કંપનીનાં યાર્ડમાંથી કરોડોની પાઈપની ચોરી કરનારા વોન્ટેડ આરોપી સહિત 3 ઝડપાયા

સુરતની (Surat) L&T કંપનીનાં ચાર્ડમાંથી રૂ. 5.87 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પ્રોજેક્ટ એકાઉન્ટન્ટે (Project Accountant) કંપનીનાં યાર્ડમાંથી 300 અને 400 NB ના SS પાઈપની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે ઝણવટભરી તપાસ કરતા અગાઉ ગોડાઉન ભાડે રાખનાર પવન શર્માની ધરપકડ કરી છે. ઉપરાંત, વોન્ટેડ આરોપી અશોક પટણી અને નુરઅલ્લા ખાનની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

L&T કંપનીનાં ચાર્ડમાંથી રૂ.5.87 કરોડની SS પાઈપની ચોરી

સુરતમાં (Surat) આવેલ L&T કંપનીનાં ચાર્ડમાંથી થોડા દિવસ પહેલા 300 અને 400 NB નાં SS પાઈપની ચોરીનો બનાવ સામે આવ્યો છે. ચોરી થયેલ મુદ્દામાલની કિંમત અંદાજે રૂ. 5.87 કરોડ હોવાનું જણાવાયું હતું. આ મામલે કંપનીનાં પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંજન ચક્રબોરતી એ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ કેસમાં તપાસ કરતા ચોરીનો મુદ્દામાલ જે ગોડાઉનમાં રાખ્યો હતો તે ગોડાઉન અગાઉ ભાડે રાખનાર પવન શર્મા પર શંકા જતાં તેની ધરપકડ કરી હતી. પવન શર્મની પૂછપરછમાં વોન્ટેડ આરોપી અશોક પટણી અને નુરઅલ્લા ખાન નામના શખ્સનું નામ ખુલતા બંને પણ ધરપકડ કરાઈ હતી.

પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, એક હાલ પણ ફરાર

આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, કંપનીમાં આ પાઈપો ખાલી કરવાને બદલે બારોબાર અન્ય જગ્યાએ વેંચી દેવામાં આવતા હતા. આ આરોપીઓ સાથે L&T કંપનીમાં જ નોકરી કરતા વિવેક શર્માનું પણ નામ સામે આવ્યું છે. આથી, પોલીસે વિવેક શર્માની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં વધુ મોટ ખુલાસા થયા તેવી વકી છે.

Advertisement

આ પણ  વાંચો -Panchmahal : હાથણી માતા ધોધ પર સહેલાણીઓ ઉમટ્યાં, પહાડની ટોચે યુવાનની જોખમી Reels, જુઓ Video

Advertisement

આ પણ  વાંચો -Morbi : CM આવાસ યોજના સાઇટ પર અચાનક પહોંચ્યા શક્તિસિંહ ગોહિલ, કહ્યું- જેટલું કામ થયું તેમાં પણ..!

આ પણ  વાંચો -Surat નાં ડે. મેયર બુટ બચાવવા ફાયર ઓફિસરના ખભે ચઢ્યા, શક્તિસિંહે BJP ને લીધી આડે હાથ!

Tags :
Advertisement

.