Surat : મોડી રાતે હત્યાની હચમચાવતી ઘટના, 22 વર્ષીય યુવકનું જીવલેણ હુમલામાં મોત
સુરતનાં (Surat) ડિંડોલી વિસ્તારમાં ગત મોડી રાતે હત્યાનો હચમચાવે એવો બનાવ બન્યો છે. મહાદેવનગર નજીક એક 22 વર્ષીય યુવક પર કેટલાટ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે, સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસે (Dindoli Police) અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ હાલ સામે આવ્યું નથી.
આ પણ વાંચો - Panchmahal: ચાલુ બસે ફોનમાં મશગુલ જોવા મળ્યો બસ ચાલક, જાગૃત મુસાફરે વાયરલ કર્યો વીડિયો
મહાદેવનગર નજીક અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
સુરતમાં (Surat) ગુનાહિત પ્રવૃત્તિઓમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ગુનેગારો પોલીસનાં ડર વિના બેફામ થઈને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. દરમિયાન, ડિંડોલી (Dindoli) વિસ્તારમાં જાહેરમાં હત્યાની ઘટના બની છે. પ્રાપ્ત માહિતી મુજબ, ડિંડોલીમાં આવેલા મહાદેવનગર (Mahadevnagar) નજીક ગત મોડી રાતે એક યુવક પર કેટલાક અજાણ્યા ઇસમોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલો કરીને આરોપીઓ ભાગી ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સ્થાનિકો દ્વારા સિવિલ હોસ્પિટલ ( Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં મદદ કરાઈ હતી.
- સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે 22 વર્ષીય યુવકની હત્યા
- મહાદેવનગર નજીક અજાણ્યા શખ્સોએ કર્યો જીવલેણ હુમલો
- ઘાયલ યુવકને સિવિલનાં તબીબોએ મૃત જાહેર કર્યો
- ડિંડોલી પોલીસે ઘટનાને લઈને હાથ ધરી તપાસ@CP_SuratCity #Surat #DindoliPolice #GujaratFirst— Gujarat First (@GujaratFirst) August 6, 2024
આ પણ વાંચો - Ankleshwar: બુટ પહેરતા પહેલા ચેતી જજો, નહીં તો અકાળે જવું પડશે હોસ્પિટલ
ઘાયલ યુવકને સિવિલના તબીબોએ મૃત જાહેર કર્યો
જો કે, સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે ડિંડોલી પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવકની ઓળખ 22 વર્ષીય ગૌરવ તરીકે થઈ છે. પોલીસ દ્વારા યુવકનાં પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. સાથે જ યુવકની હત્યા કયાં કારણોસર કરવામાં આવી તે અંગેની તપાસ પણ પોલીસે આદરી છે.
આ પણ વાંચો - Dahod: કુદરતી સૌદર્ય વચ્ચે ઘેરાયેલું પ્રાચીન કેદારનાથ મહાદેવ મંદિર, આવી છે લોકોની આસ્થા