Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Surat : માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનારા 2 ને આકરો જેલવાસ

દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો મહત્ત્વનો ચુકાદો માનસિક અસ્થિર સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું 3 પૈકી બે આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ પીડિતાનાં પરિવારને રૂ. 5 લાખનું વળતર ચુકવવા આદેશ રાજ્યમાં મહિલા સુરક્ષા (Women Safety) વધુ સુનિશ્ચિત કરવા...
surat   માનસિક અસ્થિર સગીરાને હવસનો શિકાર બનાવનારા 2 ને આકરો જેલવાસ
  1. દુષ્કર્મ કેસમાં સુરત કોર્ટનો મહત્ત્વનો ચુકાદો
  2. માનસિક અસ્થિર સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું
  3. 3 પૈકી બે આરોપીઓને 20 વર્ષની કેદની સજા ફટકારાઈ
  4. પીડિતાનાં પરિવારને રૂ. 5 લાખનું વળતર ચુકવવા આદેશ

રાજ્યમાં મહિલા સુરક્ષા (Women Safety) વધુ સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારે કેટલાક મહત્ત્વનાં નિર્ણય કર્યાં છે. મહિલાઓ સાથે છેડતી, અડપલાં અને દુષ્કર્મ કરનારા નરાધમોને બરોબરનો પાઠ ભણાવવા માટે સરકારે ઝડપી તપાસ અને કડક સજા થાય તે માટે પોલીસ વિભાગને (Gujarat Police) સૂચન કર્યું છે. રાજ્યમાં દુષ્કર્મના કેસોનો હવે ઝડપી નીકાલ પણ થઈ રહ્યો છે. દરમિયાન, સુરતમાં (Surat) વધુ એક દુષ્કર્મ કેસમાં આરોપીઓને કડક સજા કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot Civil Hospital : 70 વર્ષનાં બીમાર વૃદ્ધા સાથે અમાનવીય વર્તન કરનારા બે ડોક્ટર સામે દાખલો બેસે એવી કાર્યવાહી!

માનસિક અસ્થિર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ

કેસની વિગતે વાત કરીએ તો, સુરતનાં (Surat) પાંડેસરા વિસ્તારમાં માનસિક અસ્થિર સગીરાનું અપહરણ કરીને ત્રણ આરોપીઓ એક ઘરનાં રૂમમાં લઈ ગયા હતા. જ્યાં સગીરા પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર ગુજાર્યા બાદ આરોપીઓ સગીરાને તરછોડી ફરાર થયા હતા. ત્યાર બાદ પીડિતા પર એક દંપતીનું ધ્યાન જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે પીડિતાને સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) સારવાર અર્થે દાખલ કરી હતી.

Advertisement

આ પણ વાંચો -  અભ્યાસ માટે Amreli જતી અમદાવાદની સગીરા પર બસમાં દુષ્કર્મ, નરાધમને 20 વર્ષની કેદ

Advertisement

3 પૈકી બે આરોપીઓને 20 વર્ષનો આકરો જેલવાસ

તબીબી તપાસમાં જાણ થઈ કે સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આથી, પોલીસે (Surat Police) આ અંગે ઝણવટભરી તપાસ આદરી વિસ્તારનાં વિવિધ CCTV ફૂટેજ ચેક કરી ત્રણ આરોપી શંકર ઉર્ફે સીલું, આકાશ અને રામચંદ્ર ઉર્ફે રામુ કાલુચરણપ્રધાનની ધરપકડ કરી હતી. આ મામલે સુરત કોર્ટમાં કેસ ચાલી જતાં કોર્ટે CCTV ફૂટેજ અને મેડિકલ પુરાવાનાં આધારે 3 પૈકી બે આરોપીઓને 20 વર્ષનો આકરો જેલવાસ ફટકાર્યો છે. સાથે જ, પીડિતાનાં પરિવારને રૂ. 5 લાખનું વળતર ચુકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ પણ કર્યો છે.

આ પણ વાંચો - Gujarat : દુષ્કર્મનાં અલગ-અલગ કેસમાં બે નરાધમોને કોર્ટે ફટકારી આકરી સજા અને દંડ, વાંચો વિગત

Tags :
Advertisement

.