ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

NEET PAPER LEAK : NEET પેપર કાંડ મામલે સુપ્રીમ કોર્ટની લાલ આંખ, કહ્યું - કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો..

NEET PAPER LEAK : NEET પેપર લીક કૌભાંડે આખા દેશને હચમચાવી મૂક્યો છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનવણી થઈ છે. NEET પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરતી નવી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સમગ્ર મામલે કોર્ટે NTA ને નોટિસ...
12:39 PM Jun 18, 2024 IST | Harsh Bhatt

NEET PAPER LEAK : NEET પેપર લીક કૌભાંડે આખા દેશને હચમચાવી મૂક્યો છે. આ મામલે હવે સુપ્રીમ કોર્ટમાં ફરી સુનવણી થઈ છે. NEET પરીક્ષા ફરીથી યોજવાની માંગ કરતી નવી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સમગ્ર મામલે કોર્ટે NTA ને નોટિસ આપી છે. કોર્ટે NTA ને 8મી જુલાઇ સુધી જવાબ આપવા સૂચના આપી છે.

કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ

NEET પેપર લીક મામલે જે અરજીઓ પર આજે સુનાવણી થઈ હતી તેની પણ સુનાવણી 8મી જુલાઈએ જ થશે. ફરી એકવાર સુપ્રીમ કોર્ટે કડક વલણ દાખવતા આ વિવાદ પર મહત્વની ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે હવે આ મુદ્દે કડક વલણ રાખતા કેન્દ્ર સરકાર અને NTA ને કહ્યું છે કે, જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સાથે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી લીધી છે, અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી.

720માંથી 720 માર્કસ આવતા 67 બાળકોના માર્કસ જોયા બાદ પ્રશ્નો ઉભા થયા હતા

ઉલ્લેખનીય છે કે, NEET ના પેપર લીક થવાના આરોપો લાગ્યા છે તેટલું જ નહીં વધુમાં પરિણામ જાહેર કરવામાં ગેરરીતિના આક્ષેપો પણ થયા છે. આ મામલે ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસને NEET નું પેપર 30 લાખ રૂપિયામાં વહેંચવામાં કડીઑ પણ મળી છે. 720માંથી 720 માર્કસ આવતા 67 બાળકોના માર્કસ જોયા બાદ પ્રશ્નો ઉભા થયા હતા. સુપ્રીમ કોર્ટમાં ન્યાય માટે અરજી કરવામાં આવી હતી, જેમાં પેપર રદ કરવા અને આ મામલે તપાસની માંગ કરવામાં આવી હતી.

આ મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે....

સમગ્ર મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ‘NEETના સંબંધમાં બે પ્રકારની અનિયમિતતાઓ સામે આવી છે.પ્રારંભિક માહિતી એવી હતી કે કેટલાક વિદ્યાર્થીઓને ઓછા સમયના કારણે ગ્રેસ નંબર આપવામાં આવ્યા હતા અને કેટલીક અનિયમિતતાઓ સામે આવી છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાતરી આપું છું કે સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે’ તેમણે વધુમાં કહ્યું હતું કે, અમે તમામ મુદ્દાઓને નિર્ણાયક તબક્કામાં લઈ જઈશું. જે પણ વરિષ્ઠ અધિકારીઓ હશે તેમને બક્ષવામાં આવશે નહીં. NTA માં ઘણા સુધારાની જરૂર છે. સરકાર આને લઈને ચિંતિત છે, કોઈ પણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં, તેમને સખતમાં સખત સજા મળશે.

આ પણ વાંચો : રાહુલે કેમ પ્રિયંકા માટે વાયનાડ છોડ્યું…?

Tags :
DelhiDharmendra PradhanEducationSystemExamScandalFairExamsInvestigateNEETJusticeForStudentsNEETNEET2024NEETPaperLeakNEETScamStudentRightsSupreme Court
Next Article