Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હવે દરેક રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પોતાનો નિર્ણય લેવાનો...!

ફટાકડા (firecrackers) વગર દિવાળીનો તહેવાર અધૂરો છે. ધનતેરસથી લઇને બેસતા વર્ષ અને લાભ પાંચમ સુધી લોકો ફટાકડા ફોડી અને આતશબાજી કરીને દિવાળીનો તહેવાર ઉજવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો...
હવે દરેક રાજ્ય સરકારે ફટાકડા ફોડવા પર પોતાનો નિર્ણય લેવાનો

ફટાકડા (firecrackers) વગર દિવાળીનો તહેવાર અધૂરો છે. ધનતેરસથી લઇને બેસતા વર્ષ અને લાભ પાંચમ સુધી લોકો ફટાકડા ફોડી અને આતશબાજી કરીને દિવાળીનો તહેવાર ઉજવે છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વધતા પ્રદૂષણને કારણે ઘણા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલા ફટાકડા ફોડવા પર પ્રતિબંધને લઈને મોટો આદેશ આપ્યો છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ફટાકડા અંગે જારી કરાયેલી માર્ગદર્શિકા તમામ રાજ્યોમાં લાગુ થશે. કોર્ટે એમ પણ કહ્યું કે વાયુ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાની જવાબદારી રાજ્ય સરકારોની છે.

Advertisement

શું આપણે દિવાળી પર ફટાકડા ફોડી શકીશું?

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે દિવાળી પર ફટાકડા ફોડવાના નિયમો અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ હશે. કોર્ટે કહ્યું કે પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફટાકડા પર પ્રતિબંધ અંગે નિર્ણય લેવો પડશે. મતલબ કે જે રાજ્યમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ છે ત્યાં ફટાકડા ફોડી શકાશે નથી. જો કોઈપણ રાજ્યમાં ગ્રીન ફટાકડાને સળગાવવાની મંજૂરી હોય તો ત્યાં માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાય છે.

Advertisement

અત્યારે પુખ્ત વયના લોકો બાળકો કરતાં વધુ ફટાકડા ફોડે છે: કોર્ટ

ફટાકડા પર પ્રતિબંધના મામલાની સુનાવણી દરમિયાન ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પર્યાવરણીય સંતુલન જાળવવાની જવાબદારી એકલા કોર્ટની નથી. લોકોએ પણ વધુ ગંભીર બનવાની જરૂર છે. આ સાથે કોર્ટે એમ પણ કહ્યું કે આજકાલ બાળકો કરતાં પુખ્ત વયના લોકો વધુ ફટાકડા ફોડે છે, તેથી લોકોએ પર્યાવરણ વિશે વિચારવાની જરૂર છે. આ સાથે કોર્ટે તમામ રાજ્યોની સરકારોને હવા પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે જરૂરી પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.

Advertisement

આ પણ વાંચો---DIWALI 2023: આ વખતે ઇકો-ફ્રેન્ડલી, ગ્રીન અને સ્વચ્છ દિવાળીની કરો ઉજવણી, બસ આ સરળ ટિપ્સ કરો ફોલો….

Tags :
Advertisement

.