Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Same-sex marriage : વાંચો, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની 10 મહત્વપૂર્ણ ટિપ્પણી

સમલૈંગિક લગ્ન (same-sex marriage)ને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં લાંબી સુનાવણી બાદ મંગળવારે ચૂકાદો અપાયો હતો. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં સુનાવણી દરમિયાન સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા અંગે ઘણી સકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી...
02:55 PM Oct 17, 2023 IST | Vipul Pandya

સમલૈંગિક લગ્ન (same-sex marriage)ને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં લાંબી સુનાવણી બાદ મંગળવારે ચૂકાદો અપાયો હતો. સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોની બંધારણીય બેંચમાં સુનાવણી દરમિયાન સમલૈંગિક સંબંધોને માન્યતા આપવા અંગે ઘણી સકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. આ અંગે માનવામાં આવી રહ્યું હતું કે કોર્ટ તરફથી કોઈ મોટો નિર્ણય આવી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટે સીધો કોઈ નિર્ણય ન આપતા બોલ સરકારના તરફ નાખ્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે અમે ન તો કાયદો બનાવી શકીએ અને ન તો તેના માટે સરકાર પર દબાણ લાવી શકીએ. જો કે, કોર્ટે સમલૈંગિક લગ્નો અંગે ઘણી મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું.

1. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે લગ્નના અધિકારને મૂળભૂત અધિકાર ગણી શકાય નહીં. જો બે લોકો લગ્ન કરવા માંગતા હોય તો તે તેમની અંગત બાબત છે અને તેઓ સંબંધમાં પ્રવેશી શકે છે. આ માટે કોઈ સમસ્યા નથી, પરંતુ સમલૈંગિક લગ્નોને માન્યતા આપવા માટે કાયદો બનાવવાનું કામ સરકારનું છે. અમે આ માટે સંસદને આદેશ આપી શકતા નથી. હા, આ માટે એક સમિતિની રચના કરવી જોઈએ અને તે નક્કી કરવું જોઈએ કે આ વર્ગને કેવી રીતે અધિકારો મળવા જોઈએ.

2. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે કોઈપણને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે. પરંતુ અમે આ માટે કાયદો બનાવી શકતા નથી. સુપ્રીમ કોર્ટ ચોક્કસપણે કાયદાનું અર્થઘટન કરી શકે છે. આ સાથે CJI એ એમ પણ કહ્યું કે સમલૈંગિક્તાને શહેરી એલિટ લોકોની વચ્ચેની ચીજ તરીકે વર્ણવી પણ ખોટી છે. તેમણે કહ્યું કે લગ્ન એવી સંસ્થા નથી જે સ્થિર હોય અને તેને બદલી ન શકાય.

3. જસ્ટિસ કૌલે કહ્યું કે સમલૈંગિક અને વિજાતીય લગ્નોને એક જ રીતે જોવું જોઈએ. આ એક અવસર છે જ્યારે ઐતિહાસિક અન્યાય અને ભેદભાવનો અંત આવવો જોઈએ. સરકારે આ લોકોને અધિકાર આપવા અંગે વિચારવું જોઈએ.

4. ચીફ જસ્ટિસે કહ્યું કે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવવી જોઈએ. કેબિનેટ સચિવને તેના વડા બનાવવા જોઈએ. આ સમિતિએ સમલૈંગિક યુગલોના અધિકારો પર વિચાર કરવો જોઈએ. તેમને રેશનકાર્ડ, પેન્શન, વારસો અને બાળક દત્તક લેવાના અધિકારો આપવાની વાત થવી જોઈએ.

5. કોર્ટે એમ પણ કહ્યું કે સમલૈંગિકો માટે હોટલાઈન બનાવવી જોઈએ. આના પર તેમને તેમની સમસ્યાઓનું નિરાકરણ આપવું જોઈએ.

6. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જો સમલૈંગિકો લોકો લગ્ન કરે છે તો તેઓ તેને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ નોંધણી કરાવી શકે છે. તેમના માટે સલામત ઘરો પણ બાંધવા જોઈએ.

7. કોર્ટે એમ પણ કહ્યું છે કે સમલૈંગિકો યુગલના લગ્નને માન્યતા ન આપવી એ તેમના અધિકારોનું પરોક્ષ ઉલ્લંઘન છે.

8. સમલૈંગિકો યુગલો બાળકને દત્તક લઈ શકે છે.

9. બંધારણીય બેંચે કહ્યું કે આ મામલે અધિકારો કેવી રીતે નક્કી કરવા જોઈએ તે સંસદને નક્કી કરવાનું છે. અમે કાયદો બનાવી શકતા નથી. સમલૈંગિક લગ્નોનું રક્ષણ કરવું અને તેમના અધિકારોની ખાતરી કરવી સરકારની જવાબદારી છે. કોઈ પણ વ્યક્તિ જેની સાથે ઈચ્છે તેની સાથે લગ્ન કરવાનો અધિકાર છે. સ્પેશિયલ મેરેજ એક્ટને પણ ગેરબંધારણીય કહી શકાય નહીં.

10. ચીફ જસ્ટિસે કહ્યું કે તેમનો નિર્ણય સમલૈંગિકો લગ્ન કરનારા લોકોને કોઈ સામાજિક કે કાયદાકીય દરજ્જો આપતો નથી. પરંતુ તે ચોક્કસપણે સુનિશ્ચિત કરે છે કે તેમને અન્ય લોકો જેવા જ અધિકારો મળવા જોઈએ.

આ પણ વાંચો----કેન્દ્ર શા માટે સમલૈંગિક લગ્નની વિરુદ્ધ છે? જાણો શું છે કેન્દ્રની દલીલ

Tags :
Gay coupleSame-sex marriageSupreme Court
Next Article