Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Supreme Court Verdict: હિંદુ લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો, જાણો કયા લગ્ન માન્ય રહેશે?

Supreme Court Verdict on Hindu Marriage: હિંદુ ધર્મમાં રીતિરિવાજોનું પાલન કરવું જરૂરી હોય છે. નોંધનીય છે કે, હિંદુ ધર્મમાં અનેક પ્રકારના રિવાજો પણ છે, જેમાં ખાસ કરીને લગ્નની વાત કરવામાં આવે તો તેના માટે પણ અનેક રીતિરિવાજો બનાવવામાં આવ્યા છે....
supreme court verdict  હિંદુ લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો ચુકાદો  જાણો કયા લગ્ન માન્ય રહેશે

Supreme Court Verdict on Hindu Marriage: હિંદુ ધર્મમાં રીતિરિવાજોનું પાલન કરવું જરૂરી હોય છે. નોંધનીય છે કે, હિંદુ ધર્મમાં અનેક પ્રકારના રિવાજો પણ છે, જેમાં ખાસ કરીને લગ્નની વાત કરવામાં આવે તો તેના માટે પણ અનેક રીતિરિવાજો બનાવવામાં આવ્યા છે. જાન લઈને જવાના મુહૂર્તથી લઈને ચૉરીમાં અગ્નિની સાક્ષીએ લેવાતા ફેરા સુધી રિવાજો હોય છે. અત્યારે સુપ્રીમ કોર્ટે (Supreme Court) ણ લગ્નને લઈને પોતાનો મહત્વનો ચુકાદો આપ્યો છે.

Advertisement

હિંદુ વિવાહ મામલે સુપ્રીમ કોર્ટે કહી આ વાત

સુપ્રીમ કોર્ટે લગ્ન પર ચુકાદો આપતા જણાવ્યું કે, હિંદુ વિવાહ એક સંસ્કાર છે અને આ કોઈ ‘સોન્ગ-ડાન્સ’, ‘વાઈનિંગ-ડાઇનિંગ’નું આયોજન નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈવે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂરી વિધિ કરવામાં આવી ન હોય તો હિંદુ લગ્ન રદબાતલ છે અને નોંધણી આવા લગ્નને માન્ય ગણી શકતી નથી. નોંધનીય છે કે, એક નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે હિંદુ મેરેજ એક્ટ 1955 હેઠળ હિંદુ લગ્નની કાનૂની જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરી છે.

ન્યાયાધીશ બી. નાગરત્નાએ આપ્યો ચુકાદો

અદાલતે આ બાબતે ભાર આપતા કહ્યું કે, હિંદુ વિવાહ માન્ય કરવા માટે તેમાં સપ્તપદી ‘અગ્નિની સાક્ષીએ લીધેલા સાત ફેરા) જેવા યોગ્ય સંસ્કાર અને વિધિઓ સાથે થવું જોઈએ અને વિવાદોના કિસ્સામાં, આ વિધિઓના પુરાવા પણ મેળવવામાં આવે છે. ન્યાયાધીશ બી. નાગરત્નાએ પોતાના ચુકાદામાં કહ્યું કે, હિંદુ વિવાહ એક સંસ્કાર છે, જેમાં ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થાના રૂપમાં સ્વીકારવામાં આવી અને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

વિવાહ કોઈ વ્યાવસાહિક લેવડ-દેવડ નથી: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે યુવા પુરુષ અને મહિલાઓને આગ્રહ કરતા કહ્યું કે, ‘તેઓ જ્યારે વિવાહ જેવા પવિત્ર બંધનમાં પ્રવેશ કરે, તે પહેલા તેના પર ગંભીર વિચાર કરે અને ભારતીય સમાજમાં લગ્ન કેટલા પવિત્ર છે તેના પર વિચાર કરે.’ કોર્ટે કહ્યું કે, ‘વિવાહ ‘ગીત અને નૃત્ય‘ અને ‘દારૂ પીવો અને ખાવું’ નું આયોજન નથી અથવા અયોગ્ય દબાણ દ્વારા દહેજ અને ભેટની માંગણી અને વિનિમય કરવાની કોઈ તક નથી. વિવાહ કોઈ વ્યાવસાહિક લેવડ-દેવડ પણ નથી. તે ભારતીય સમાજમાં એક મહત્વપૂર્ણ ઘટના છે જે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના જોડાણને સ્થાપિત કરવા માટે ઉજવવામાં આવે છે, જેઓ ભવિષ્યમાં વિકસતા પરિવાર માટે પતિ અને પત્નીનો દરજ્જો પ્રાપ્ત કરે છે.

આ પણ વાંચો: Prajwal Revanna: ‘હું બેંગલુરુમાં નથી…’ સેક્સ સ્કેન્ડલમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્નાની પ્રતિક્રિયા સામે આવી

આ પણ વાંચો: Vande Bharat Metro: જુઓ વંદે ભારત મેટ્રોની પહેલી ઝલક! આ શહેરોને મળશે પહેલી સુવિધા

આ પણ વાંચો: Sidhu Moose Wala ના હત્યારાની અમેરિકામાં ગોળી મારી કરાઇ હત્યા? વાંચો અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.