Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Chandrayaan-3 : ચન્દ્ર પર હવે થશે સૂર્યોદય,  લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન જાગશે કે નહીં?

હવે ફરી એક વાર ચંદ્ર (moon)ના દક્ષિણ ધ્રુવ પર ફરી એક વાર ઉદય થવાનો છે. આ સાથે લેન્ડર વિક્રમ ( lander Vikram) અને રોવર પ્રજ્ઞાન (rover Pragyan) પણ જાગશે તેવી આશા પણ જાગી છે. 22 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો ચંદ્રના દક્ષિણ...
04:20 PM Sep 20, 2023 IST | Vipul Pandya
હવે ફરી એક વાર ચંદ્ર (moon)ના દક્ષિણ ધ્રુવ પર ફરી એક વાર ઉદય થવાનો છે. આ સાથે લેન્ડર વિક્રમ ( lander Vikram) અને રોવર પ્રજ્ઞાન (rover Pragyan) પણ જાગશે તેવી આશા પણ જાગી છે. 22 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચશે. આ પછી ISRO ફરી એકવાર લેન્ડર વિક્રમ અને રોવર વિક્રમને કામમાં લેવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે હાલમાં બંને સ્લીપ મોડમાં છે. ચંદ્રયાન-3ને લોન્ચ કરતા પહેલા ઈસરોએ આ બંનેને માત્ર 14 દિવસ માટે જ કામ સોંપ્યું હતું, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ કહેવામાં આવ્યું કે રાત પુરી થયા બાદ બંને ફરી કામ શરૂ કરી શકે છે.
ISRO ને બેવડી સફળતા મળશે
જો ISRO લેન્ડર અને રોવરને જગાડવામાં સફળ થાય છે, તો તે બેવડી સફળતા હશે. એક રીતે ઈસરોને બોનસ મળશે. લેન્ડર વિક્રમે 23 ઓગસ્ટે ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું. આ પછી રોવર પ્રજ્ઞાન બહાર આવ્યું અને 12 દિવસ સુધી તેણે ઈસરોને ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપી. આ પછી રોવર સ્લીપિંગ મોડમાં ગયો. તમને જણાવી દઈએ કે ચંદ્ર પરના દિવસો અને રાત પૃથ્વી પરના 14 દિવસના બરાબર છે.
રાતનું ચન્દ્રનું તાપમાન માઈનસ 240 ડિગ્રી 
તમને જણાવી દઈએ કે પૂરતી ઉર્જા મેળવવા માટે લેન્ડર અને રોવરની ઉંચાઈ સૂર્યના 6 થી 9 ડિગ્રીની અંદર હોવી જોઈએ. એટલે રોવર પ્રજ્ઞાને રાત પડવાના એક દિવસ પહેલા આરામ કરવાનું શરૂ કર્યું. રાત્રે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરનું તાપમાન પણ માઈનસ 240 ડિગ્રી સુધી ઘટી જાય છે. આવી સ્થિતિમાં, ચંદ્રની સપાટી પર ટકી રહેવું સરળ કાર્ય નથી. ચંદ્ર પર પણ ઘણીવાર ભૂકંપ આવે છે. ચંદ્રયાન 3માં લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઓછા તાપમાનમાં પણ બગડતી નથી અને ઊર્જા બચાવે છે.
બેટરી બચી છે કે નહીં તે વિશે ઉત્કંઠા
હવે લેન્ડર અને રોવરનું જાગરણ તેના પર નિર્ભર કરે છે કે  તેઓએ તેમની બેટરી બચાવી છે કે નહીં. તમને જણાવી દઈએ કે સૂતા પહેલા રોવર પ્રજ્ઞાને ચંદ્ર પર પાણીની હાજરી વિશે એક મોટી વાત શોધી કાઢી હતી. અહીં રોવરને ઓક્સિજન અને સલ્ફર જેવા તત્વો મળ્યા.
આ પણ વાંચો-----INDIA VS CANADA : કેનેડામાં રહેતા ભારતીયો અત્યંત સાવધાની રાખે, કેન્દ્રની સલાહ
Tags :
Chandrayaan-3ISROLander VikramMoonrover Pragyan
Next Article