ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુનિતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના બીજા મહિલા ચીફ જસ્ટિસ બન્યા

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. આશિષ દેસાઈ દોઢ વર્ષ સુધી સેવા આપશે. તથા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. તેમજ સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા...
11:51 AM Jul 06, 2023 IST | Hiren Dave

ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. આશિષ દેસાઈ દોઢ વર્ષ સુધી સેવા આપશે. તથા અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા છે. તેમજ સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને બીજા મહિલા ચીફ જસ્ટિસ મળ્યા છે.

 

ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણુંક

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સાત હાઈકોર્ટ માટે મુખ્ય ન્યાયાધીશોના નામની ભલામણ કરી છે. જસ્ટિસ એસ.કે. કૌલ અને સંજીવ ખન્નાનો સમાવેશ કરતી કોલેજિયમે અલ્હાબાદ હાઈકોર્ટના જજ જસ્ટિસ સુનીતા અગ્રવાલને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરી હતી. જસ્ટિસ સોનિયા ગોકાણી નિવૃત્ત થતાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ઓફિસમાં ખાલી જગ્યા ઊભી થઈ હતી. તેમના સ્થાને ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર જજ આશિષ. જે. દેસાઈ એક્ટિંગ ચીફ જજ તરીકે કાર્યરત હતા.

હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ

જસ્ટિસ સુનિતા અગ્રવાલના નામ પર વિચાર કરતી વખતે, કોલેજિયમે એ હકીકતને ધ્યાનમાં લીધી છે કે તેઓ હાઈકોર્ટના એકમાત્ર મહિલા ચીફ જસ્ટિસ હશે. કારણ કે હાલમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોમાં કોઈ મહિલા નથી. સુનિતા અગ્રવાલ અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ હતા. તેઓને હાઇકોર્ટમાં 11 વર્ષ કરતા વધુ જજ તરીકેનો તેમને અનુભવ છે. ગુજરાતના હાલના એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે.

આપણ  વાંચો -ચિમેર ધોધ ફરી જીવંત થયો, ગુજરાત ટૂરિઝમે કર્યો TWEET, જુઓ VIDEO

Tags :
CollegiumGujarat High CourtHigh Courtsunita-agrawalSupreme Court
Next Article