ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પંચમહાલના કાલોલના રોયણ ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરવા મજબૂર

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલમાં જવા માટે ચોમાસા દરમિયાન બે નદીઓ અને કાદવ કીચડ વાળો રસ્તો પસાર કરી જવું પડી રહ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ...
04:49 PM Jul 03, 2023 IST | Vipul Pandya
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામના વિદ્યાર્થીઓને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે અડાદરા હાઈસ્કૂલમાં જવા માટે ચોમાસા દરમિયાન બે નદીઓ અને કાદવ કીચડ વાળો રસ્તો પસાર કરી જવું પડી રહ્યું છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે   આ બંને નદી ઉપર કોઝવે અથવા પુલ બનાવી આપવામાં આવે એવી સ્થાનિકોમાં ઉગ્ર માંગણી ઉઠી છે. રોયણ ગામમાં ધોરણ 1 થી 8 સુધી શાળા છે ત્યારે ઉચ્ચતર શિક્ષણ મેળવવા માટે રોયણ ગામથી 4 કિમિ દૂર આવેલ અડાદરા ગામની શાળામાં જીવના જોખમે પસાર થાય છે. કાલોલ તાલુકાના રોયણ ગામમાં ચોમાસામાં વિદ્યાર્થીઓ જોખમી રીતે ગોમાં નદી અને શુક્લ નદી પસાર કરીને સામે પાર અભ્યાસ માટે જાય છે, જ્યારે ભારે વરસાદ દરમિયાન અહીંના વિદ્યાર્થીઓ શાળામાં જઈ શકતા નથી જેથી શિક્ષણ કાર્યને ખૂબ જ અસર પહોંચી હોવાનું વાલીઓ અને  બાળકો જણાવી રહ્યા છે.
નદીમાંથી પસાર થતી વખતે તેમજ કાદવ કીચડ  વાળા રસ્તા  વચ્ચે જોખમી રીતે જવું પડે છે
કાલોલ તાલુકામાં આવેલા રોયણ ગામ અંદાજિત ૧૮૦ ઉપરાંત રહેણાંક મકાનોની વસ્તી ધરાવતું ગામ  છે .આ ગામમાં  બાળકોના પ્રાથમિક શિક્ષણ માટે ધોરણ એક થી આઠ સુધીની સરકારી પ્રાથમિક શાળા ગામમાં જ આવેલી છે જેમાં ગામના બાળકો અભ્યાસ કરતા હોય છે. પરંતુ જે બાદ ઉચ્ચત્તર અભ્યાસ માટે એટલે કે ધોરણ નવ થી બાર સુધીના અભ્યાસ માટે તેઓને નજીકમાં આવેલા અડાદરા સ્થિત હાઈસ્કૂલમાં જવું પડતું હોય છે. અડાદરા અભ્યાસ માટે જવા માટે રોયણ ગામના વિદ્યાર્થીઓને માત્ર ચાર જ કિમી સીધા માર્ગ  ઉપર થઈ  પહોંચી શકાય છે. પરંતુ આ માર્ગ ઉપર ગોમા અને શુક્લા બે નદીઓ આવેલી છે.  ચોમાસામાં વિદ્યાર્થીઓને નદીમાં જ્યારે પાણીનું વહેતું હોય ત્યારે નદીમાંથી પસાર થતી વખતે તેમજ કાદવ કીચડ  વાળા રસ્તા  વચ્ચે જોખમી રીતે જવું પડતું હોય છે.
બંને નદીઓ ખાતે પુલ બનાવવામાં આવે એવી ઉગ્ર માંગણી
અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષોથી આ સમસ્યા અંગે રજૂઆત કરી પુલ બનાવવાની માંગણી કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી કોઈપણ કામગીરી થઈ નથી જેથી દર ચોમાસામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વળી નદીમાં વધુ પાણી વહેતું હોય દરમિયાન બાળકો શાળામાં અભ્યાસ માટે પણ જઈ શકતા નથી એવું વાલીઓ જણાવી રહ્યા છે. અડાદરા જવા માટે અન્ય જે માર્ગો છે જેનું અંતર ખૂબ જ લાંબુ છે જેને લઇ સ્થાનિકોમાં સીધો જે માર્ગ છે જેના ઉપર આવેલી બંને નદીઓ ખાતે પૂલ બનાવવામાં આવે એવી ઉગ્ર માંગણી હાલ જોવા મળી રહી છે. તેમજ રોયણ ગામના રહીશો જણાવી રહ્યા છે કે  અમારા ગામ માંથી બાળકોને અડાદરા હાઈસ્કૂલમાં જવા માટે ચાર કિ.મી રસ્તો છે જે કાચો છે તેમજ વચ્ચે બે નદીઓ આવે છે જેથી અહીં ડીપ નાળુ કે પુલ બનાવવામાં  આવે એવી વર્ષોથી અમારી માંગણી છે. પરંતુ અમારા ગામના રસ્તા નહીં કોઈ જોવા કે અમારી સમસ્યાનો ઉકેલ લાવવા કોઈ તૈયાર ના હોય એવું લાગી રહ્યું છે.  ત્યારે અમે રજૂઆત કરીએ છીએ કે કોઈ જન પ્રતિનિધિ અથવા સરકાર અમારા ગામની આ સમસ્યાનો કાયમી નિકાલ લાવી આપે તો સારું.
વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે
રોયણ ગામ  માંથી ધોરણ નવ થી બાર સુધીમાં અભ્યાસ કરવા  જતાં વિદ્યાર્થીઓ  જણાવી રહ્યા છે કે અમારા ગામથી અડાદરા માત્ર ચાર જ કિલોમીટર દૂર આવેલું છે . પરંતુ અહીં કાચો અને કાદવ કીચડ વાળો રસ્તો હોવાથી ચોમાસામાં ખૂબ જ તકલીફ પડે છે. આ ઉપરાંત ગોમાં અને શુકલ બે નદીઓ માર્ગમાં આવેલી છે જેમાં વધુ પાણી હોય ત્યારે અમારાથી પસાર થઈ શકાતું જેથી શાળામાં જઈ શકાતું નથી જેના કારણે  અમારો અભ્યાસ પણ બગડી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા અમારા ગામના આ બંને નદીઓમાં ડીપ કે પુલ બનાવી આપવામાં આવે તો અમે સારું શિક્ષણ મેળવી શકીએ એમ છીએ.
કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો નથી
રોયણ ગામના રહીશ અલ્પેશ પરમાર સહિત સ્થાનિકો જણાવી રહ્યા છે કે અમારા રોયણ ગામના ધોરણ નવ થી બાર માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો અભ્યાસ દર ચોમાસામાં બગડતો હોય છે. બીજી તરફ શાળાઓમાં ચોમાસા દરમિયાન જ પ્રથમ સત્રના અભ્યાસક્રમની શરૂઆત થતી હોય છે ત્યારે નદીમાં પાણી હોવાથી કેટલાક દિવસો સુધી બાળકો શાળાએ જઈ શકતા નથી જેથી તેઓનું અભ્યાસ કાર્ય બગડતું હોય છે અને જેના બાદ પરીક્ષા આવે ત્યારે આ બાળકોનું પરિણામ સારું આવતું નથી. અલ્પેશભાઈ તો ત્યાં સુધી જણાવી રહ્યા છે કે અમારા ગામમાં આ સમસ્યાના કારણે કોઈપણ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ મેળવી શક્યો નથી અને હાલ પણ ગ્રામજનોને સેન્ટીંગ કામ જેવી મજૂરી કરી જીવન નિર્વાહ કરવો પડે છે. ત્યારે વહેલી તકે અમારી સમસ્યાનો નિરાકરણ લાવી શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ મેળવવા જવા માટે પડતી મુશ્કેલીનો હલ લાવવામાં આવે એવી અમારી માંગણી છે.
આ પણ વાંચો---બનાસકાંઠાના ધાનેરા-થરાદ હાઇવે પર ભયાનક અકસ્માત, 3 લોકોના મોત, 4 ઈજાગ્રસ્ત
Tags :
panchmahalProblemStudents
Next Article