ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Rajkot : 'મારી સાથે આ જ સરે આવું કર્યું...', શિક્ષકના ત્રાસથી માસૂમ વિદ્યાર્થીએ જીવન ટુંકાવ્યું

લોધીકામાં વિદ્યાર્થીએ શિક્ષકનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું (Rajkot) મોટવડા ઉ.મા. સરકારી શાળાનાં વિદ્યાર્થીનો આપઘાત ધ્રુવિલ નામના વિદ્યાર્થીએ શિક્ષકનાં ત્રાસથી ગળેફાંસો લગાવ્યાનો આરોપ વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો બનાવ્યો, સ્યુસાઇડ નોટ લખી રાજકોટમાંથી (Rajkot) વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યો છે....
06:47 PM Oct 19, 2024 IST | Vipul Sen
  1. લોધીકામાં વિદ્યાર્થીએ શિક્ષકનાં ત્રાસથી જીવન ટુંકાવ્યું (Rajkot)
  2. મોટવડા ઉ.મા. સરકારી શાળાનાં વિદ્યાર્થીનો આપઘાત
  3. ધ્રુવિલ નામના વિદ્યાર્થીએ શિક્ષકનાં ત્રાસથી ગળેફાંસો લગાવ્યાનો આરોપ
  4. વિદ્યાર્થીએ આપઘાત પહેલા વીડિયો બનાવ્યો, સ્યુસાઇડ નોટ લખી

રાજકોટમાંથી (Rajkot) વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા સામે આવ્યો છે. ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં (Higher Secondary Government School) અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ભણતરનાં ભાર અને શિક્ષકના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી, સ્યુસાઇડ નોટ પણ લખી હતી. શૈતાન શિક્ષકે પરીક્ષા પેપરને લઈને વિદ્યાર્થીને પોલીસની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે. આ મામલે હવે શિક્ષક સામે કડક કાર્યવાહી થશે કે કેમ ? સહિત અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gandhinagar : BJP નાં ધારાસભ્ય સામે આખરે નોંધાયો ગુનો, HC નાં આદેશ બાદ મોટી કાર્યવાહી!

રાજકોટમાં શિક્ષકનાં ત્રાસથી વિદ્યાર્થીનો આપઘાત!

રાજકોટમાંથી (Rajkot) વિદ્યાર્થીના આપઘાતની વધુ એક હચમચાવતી ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, લોધિકા (Lodhika) તાલુકામાં આવેલી મોટવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધ્રુવિલ ભરતભાઈ વારું નામનો વિદ્યાર્થી અભ્યાસ કરતો હતો. જો કે, ધ્રુવિલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ધ્રુવિલે આવું પગલું કયાં કારણોસર ભર્યું તે પાછળની સાચી હકીકત હાલ સામે આવી નથી. પરંતુ, આરોપ છે કે ભણતરનાં ભાર અને શિક્ષકના ત્રાસથી ભૂલકાંએ આપઘાત કર્યો છે.

આ પણ વાંચો - Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા અંગે મોટા સમાચાર, ગઈકાલે ધરપકડ, આજે જામીન!

પરીક્ષા પેપરને લઈ શિક્ષકે આપી હતી પોલીસ ધમકી!

આરોપ છે કે શિક્ષકે પરીક્ષા પેપરને લઈને માસૂમ ધ્રુવિલને (Dhruvil Varu Case) પોલીસની ધમકી આપી હતી. આથી, શિક્ષકના દબાણનાં કારણે આખરે વિદ્યાર્થીએ જીવન ટુંકાવી દીધું. વિદ્યાર્થીએ આત્મહત્યા કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને સ્યુસાઇડ નોટ પણ લખી હતી. વીડિયોમાં વિદ્યાર્થીએ બોલેલા અને સ્યુસાઇડ નોટમાં લખેલા શબ્દો રૂંવાડા ઊભા કરી દે એવા છે. એક શૈતાન શિક્ષકને લીધે માતા-પિતાએ પોતાના વ્હાલસોયાને ગુમાવ્યો છે. ત્યારે ધ્રુવિલનાં મોતથી કેટલાક સવાલ પણ ઊભા થયા છે કે...

> ભણતરનાં નામે વિદ્યાર્થીઓ પર આટલું ટોર્ચર કેમ ?
> શિક્ષકોનો વિદ્યાર્થીઓ પર આટલો માનસિક ત્રાસ કેમ ?
> પોલીસનાં નામે વિદ્યાર્થીઓને કેમ આપે છે ધમકી ?
> શિક્ષકના સ્વાંગમાં શૈતાનો પર ક્યારે લાગશે લગામ ?
> આવા શિક્ષક વિરૂદ્ધ ક્યારે કસાશે સકંજો ?
> શું શિક્ષણ વિભાગ યોગ્ય કાર્યવાહી કરીને બેસાડશે દાખલો ?
> શિક્ષકોની હરકતથી શિક્ષણજગત ક્યાં સુધી શર્મસાર થશે ?
> ક્યાં સુધી આવા શિક્ષકોને લીધે ભૂલકાંઓનો જીવ જશે ?
> શું સરકાર આવા શિક્ષકો સામે કડક કાર્યવાહી કરશે ખરાં ?

આ પણ વાંચો - Dwarka : માનસિક રીતે અસ્થિર યુવતીને સાવકા ભત્રીજાએ બીભત્સ ફોટા બતાવ્યા અને પછી..!

Tags :
Breaking News In GujaratiCrime NewsDhruvil Varu CaseGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiLodhika talukaMotwada Higher Secondary Government SchoolNews In GujaratiRAJKOTStudent Cummited Suicideteacher torture
Next Article