Kangana Ranaut ને કડક સૂચના, BJP એ કહ્યું- પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી નથી
- BJP એ કંગનાને આપી ચેતવણી
- નીતિ વિષયક મુદ્દાઓ પર ના બોલવાની આપી સૂચના
- ખેડૂત આંદોલન વિશે આપ્યું હતું આ નિવેદન
BJP સાંસદ કંગના રનૌત (Kangana Ranaut)ને ખેડૂતોના આંદોલનને લઈને નિવેદન આપવું મુશ્કેલ થઈ ગયું છે. BJP એ કંગનાના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે અને કંગનાને કડક સૂચના પણ આપી છે. ભાજપે સ્પષ્ટ કહ્યું છે કે, કંગના રનૌત (Kangana Ranaut) દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલા નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. ભાજપે કંગનાના નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી છે.
ભાજપે કંગનાને કડક સૂચના આપી છે...
ભારતીય જનતા પાર્ટી (BJP)એ જારી કરેલી નોટિસમાં કહ્યું છે કે પાર્ટી વતી કંગના રનૌત (Kangana Ranaut)ને પાર્ટીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી કે અધિકૃત નથી. BJP દ્વારા કંગનાને ભવિષ્યમાં આવા કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ' અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા કટિબદ્ધ છે.
આ પણ વાંચો : Jammu-Kashmir Election : ભાજપની બીજી ચોંકાવનારી યાદી, જાહેર કર્યું માત્ર આ એક નામ
શું હતું કંગનાનું નિવેદન?
વાસ્તવમાં કંગના રનૌત (Kangana Ranaut)નું એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. કંગનાએ કહ્યું હતું કે, ખેડૂતોના આંદોલન દરમિયાન મૃતદેહો લટકતા હતા અને બળાત્કાર થતા હતા. ખેડૂત બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું જેણે દેશને આંચકો આપ્યો. બાંગ્લાદેશમાં જે બન્યું હતું તેવું આ ખૂબ લાંબુ આયોજન હતું. ચીન અને અમેરિકા જેવી વિદેશી શક્તિઓ અહીં કામ કરી રહી છે. કંગનાએ કહ્યું હતું કે જો અમારું ટોચનું નેતૃત્વ મજબૂત ન હોત તો બાંગ્લાદેશમાં જે થયું તે અહીં થવામાં લાંબો સમય ન લાગત.
આ પણ વાંચો : બાંગ્લાદેશનું ઉદાહરણ આપી Yogi Adityanath એ દેશને આપ્યો મોટો સંદેશ, જાણો શું કહ્યું