Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શેરબજારની 'Long Jump'! આટલા પોઈન્ટનો મસમોટો ઉછાળો, રોકાણકારોમાં ખુશી

શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો સેન્સેક્સ-નિફ્ટીએ જૂના તમામ રેકોર્ડ તોડયા સેન્સેક્સ 1500 પોઈન્ટનો  ઉછાળો Stock Market : શેરબજાર(Stock Market)માં અચાનક તોફાની ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. બજાર બંધ થવાના અડધો કલાક...
શેરબજારની  long jump   આટલા પોઈન્ટનો મસમોટો ઉછાળો  રોકાણકારોમાં ખુશી
  • શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો
  • સેન્સેક્સ-નિફ્ટીએ જૂના તમામ રેકોર્ડ તોડયા
  • સેન્સેક્સ 1500 પોઈન્ટનો  ઉછાળો

Stock Market : શેરબજાર(Stock Market)માં અચાનક તોફાની ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. બજાર બંધ થવાના અડધો કલાક પહેલા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83000 ને પાર કરી ગયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 25,429ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો ભારતી એરટેલ સૌથી વધુ ઉછળ્યો હતો જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.

Advertisement

બજાર બંધ થાય તે પહેલા ઈતિહાસ રચાયો

વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરવાળો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો. એક તરફ, ઇતિહાસમાં પ્રથમ વખત, સેન્સેક્સે 83,000 નો આંકડો પાર કર્યો, તો બીજી તરફ, નિફ્ટીએ 25,400 ને પાર કર્યો. સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,520.59 અથવા 1.87 ટકાના વધારા સાથે 83,043.74 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ એનએસઈનો નિફ્ટી 511 પોઈન્ટના ઉછાળા સાથે 25,422ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

Advertisement

આ પણ  વાંચો -Gold-Silver price :સોના-ચાંદીના ભાવમાં તેજી, જાણો નવો ભાવ

Advertisement

આ 5 શેર માર્કેટના 'હીરો' બન્યા

શેરબજારમાં અચાનક આવેલા આ તોફાની ઉછાળાની વચ્ચે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ ભારતી એરટેલનો શેર 4.38%ના ઉછાળા સાથે 1647 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સિવાય હિન્દાલ્કોનો શેર 4.37% વધીને 676 રૂપિયા પર પહોંચ્યો છે. આ સિવાય NMDC શેર 4.35% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, LIC હાઉસિંગ શેર 4.03% ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મેક્સ હેલ્થનો શેર પણ 4 ટકાથી વધુ વધીને રૂ. 913 પર પહોંચ્યો છે.જો આપણે લાર્જ કેપ કંપનીઓ તરફથી બજારને મળેલા સમર્થનની વાત કરીએ તો અન્ય શેરોના નામ પણ આ યાદીમાં સામેલ છે. આમાં HDFC બેન્ક શેર, NTPC શેર, M&M શેર, અદાણી પોર્ટ્સ શેર, L&T શેર, ટાટા સ્ટીલ શેર, કોટક બેન્ક શેર, SBI શેર, ટેક મહિન્દ્રા શેર પણ આગળ હતા. આમાં 2-4 ટકાનો વધારો થયો છે.

આ પણ  વાંચો -Share Market: શેરબજાર ખૂલતા જ તેજી,સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો

નેસ્લે ઈન્ડિયા એકમાત્ર એવી કંપની હતી જે ખોટમાં રહી હતી.

અન્ય સેન્સેક્સ કંપનીઓ - અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ફોસિસ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડસઇન્ડ બેંક, પાવરગ્રીડ, એક્સિસ બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, ટાઇટન, ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ, આઇટીસી, એચસીએલ ટેક, આઇસીઆઇસીઆઇ બેંક, સન ફાર્મા ટીસીએસ અને એશિયન પેઈન્ટ્સના શેર પણ લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં માત્ર નેસ્લે ઈન્ડિયાના શેર જ 0.09 ટકાના મામૂલી ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા છે.

Tags :
Advertisement

.