BZ GROUP Scam : વિવિધ ઓફસમાંથી રૂ.16.38 લાખ રોકડ મળી : ADGP
- BZ GROUP Scam માં CID નાં દરોડાને લઇ સૌથી મોટા સમાચાર
- CID ક્રાઇમનાં ADGP રાજકુમાર પાંડિયનનું નિવેદન
- ગાંધીનગર, અરવલ્લી, મહેસાણામાં રેડ કરાઈ હતી: ADGP
રાજ્યમાં પોંઝી સ્કીમ (Ponzi Scheme) થકી રૂ. 6 હજાર કરોડનું સૌથી મોટું કૌભાંડ આચરનાર BZ ગ્રૂપ (BZ GROUP Scam) સામે તપાસ તેજ થઈ છે. આ મામલે CID ક્રાઇમનાં ADGP નું નિવેદન સામે આવ્યું છે. ADGP એ કહ્યું કે, BZ ગ્રૂપની વિવિધ ઓફિસોમાંથી રૂ. 16.38 લાખ રોકડ મળી છે. ભૂપેન્દ્ર ઝાલા મુખ્ય આરોપી છે જે પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. તેને પકડવાનાં પ્રયાસ હાલ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો -BZ GROUP એ પોંઝી સ્કીમો થકી આ રીતે આચર્યું કરોડોનું મસમોટું કૌભાંડ ? વાંચો સમગ્ર વિગત
Sabarkantha: BZ ગ્રુપનું A To Z, Ponzi Scheme ની માયાજાળનો સૌથી મોટો પર્દાફાશ! | Gujarat First@bjpbzzala94 @GujaratPolice @BJP4Gujarat @INCGujarat @cybercrimeahd @dgpgujarat @devanshijoshi71 @KumarVijayDesai #sabarkantha #ScamExposed #northgujarat #BZGroupScandal #FraudAlert… pic.twitter.com/dfLdvsOPVb
— Gujarat First (@GujaratFirst) November 27, 2024
એક મહિનાથી તપાસ કરવામાં આવતી હતી: ADGP
રાજ્યમાં અનેક લોકોને વધુ વ્યાજની લાલચ આપીને તેમની પાસે રોકાણ કરાવી કરોડોનું કૌભાંડ આચરનાર અરવલ્લીનાં BZ ગ્રૂપની (BZ GROUP Scam) મેઘરજ, મોડાસા, માલપુર, હિંમતનગરમાં (Himmatnagar) આવેલી અલગ-અલગ ઓફિસો પર CID ની વિવિધ ટીમો દ્વારા એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ કેસને લઈ CID ક્રાઇમનાં ADGP રાજકુમાર પાંડિયનનું (Rajkumar Pandian) નિવેદન સામે આવ્યું છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, BZ ગ્રૂપ સામે ગાંધીનગર (Gandhinagar), અરવલ્લી, મહેસાણામાં રેડ કરાઈ હતી. આ તપાસ છેલ્લા એક મહિનાથી ચાલી રહી છે.
આ પણ વાંચો -Ponzi Schemeનું કૌંભાડ કરી ભૂપેન્દ્ર ઝાલાએ ખરીદી ગ્રોમોર કોલેજ..?
હાલમાં એક એજન્ટ પકડાયો છે : ADGP
ADGP રાજકુમાર પાંડિયનને આગળ કહ્યું કે, BZ ગ્રૂપ ભૂપેન્દ્રસિંહ ઝાલા (Bhupendrasinh Jhala) દ્વારા ચલાવવામાં આવતું હતું. ગ્રૂપની તપાસમાં 2 એકાઉન્ટમાં 2 કરોડ ટ્રાન્સફર થયા હોવાની વિગત મળી છે. સાથે જ BZ ગ્રૂપની (BZ GROUP Scam) વિવિધ ઓફિસોમાંથી 16.38 લાખ રોકડા મળી આવ્યા છે. ઓફિસોમાંથી જુદાં-જુદાં પાનકાર્ડ, 2 CPU, મોનિટર પણ મળી આવ્યા છે. ADGP એ કહ્યું કે, ભૂપેન્દ્ર ઝાલા મુખ્ય છે જે પોન્ઝી સ્કીમ ચલાવતો હતો. ભૂપેન્દ્રસિંહ ઝાલાને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધર્યા છે. ADGP રાજકુમાર પાંડિયન એ કહ્યું કે, આ સંસ્થા 2020-21 થી કાર્યરત છે. BZ ગ્રૂપનાં એજન્ટો રોકણ બદલ રોકાણકારોને મોબાઈલ, TV જેવી વસ્તુઓ ગિફ્ટમાં આપતા હતા. ADGP એ કહ્યું કે, હાલમાં એક એજન્ટ પકડાયો છે. અન્ય એજન્ટો કોણ છે તે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો -Surat : શિક્ષણ વિભાગની લાલિયાવાડીનો સૌથી મોટો પર્દાફાશ!