Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Vadodara : ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખના નેતાઓને પ્રદેશ અધ્યક્ષે બોલાવતાં રાજકીય ગરમાવો

Vadodara : વડોદરા (Vadodara) શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશોનો વિવાદ વકર્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના દરબારમાં વડોદરા (Vadodara)નો મામલો પહોંચ્યો છે અને પ્રદેશ અધ્યક્ષે વડોદરા પાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યોને મળવા સુરત બોલાવ્યા છે. હાલ સી.આર.પાટીલ અને વડોદરા (Vadodara)...
vadodara   ભાજપ સંગઠન અને ચૂંટાયેલી પાંખના નેતાઓને પ્રદેશ અધ્યક્ષે બોલાવતાં રાજકીય ગરમાવો

Vadodara : વડોદરા (Vadodara) શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશોનો વિવાદ વકર્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના દરબારમાં વડોદરા (Vadodara)નો મામલો પહોંચ્યો છે અને પ્રદેશ અધ્યક્ષે વડોદરા પાલિકાના હોદ્દેદારો અને ધારાસભ્યોને મળવા સુરત બોલાવ્યા છે. હાલ સી.આર.પાટીલ અને વડોદરા (Vadodara) સંગઠન અને પાલિકાના ચૂંટાયેલા પદાધીકારીઓ સાથે બેઠક ચાલી રહી છે.

Advertisement

વડોદરાના 5 ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, 3 મહામંત્રીઓ પહોંચ્યા

વડોદરા શહેર ભાજપ સંગઠન અને પાલિકાના સત્તાધીશો વચ્ચે તાલમેલ જોવા મળતો નથી અને તેથી જ અવાર નવાર વિવાદો સર્જાયા કરે છે. વડોદરા શહેર ભાજપ સંગઠન અને સત્તાધીશોનો વિવાદ વકરતા હવે સમગ્ર મામલો પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલના દરબારમાં પહોંચ્યો છે. અધ્યક્ષ સી.આર.પાટીલે આજે પાલિકાના તમામ 5 હોદ્દેદારો, સ્ટેન્ડીંગ કમિટીના સભ્યોને સુરત બોલાવ્યા છે. આ સાથે વડોદરાના 5 ધારાસભ્યો, શહેર ભાજપ પ્રમુખ, 3 મહામંત્રીઓને પણ સી આર પાટીલે સુરત બોલાવ્યા છે. આ તમામ લોકો વહેલી સવારે સુરત જવા નીકળ્યા હતા.

Advertisement

સી.આર.પાટીલ સાથે બેઠક

શહેર સંગઠન અને પાલિકાના હોદ્દેદારો વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા હવે પ્રદેશ ભાજપ પ્રમુખ મેદાને આવ્યા છે. વડોદરાના ભાજપના આ તમામ અગ્રણીઓ હાલ વડોદરા પહોંચી ગયા છે અને સી.આર.પાટીલ સાથે બેઠક ચાલી રહી છે. જો કે કહેવામાં આવી રહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

પાટીલ સાહેબને આજે અનુકુળતા છે એટલે આવ્યા છીએ

ધારાસભ્ય બાળુ શુક્લાએ કહ્યું કે પાટીલ સાહેબને આજે અનુકુળતા છે એટલે આવ્યા છીએ. વડોદરામાં કોઇ વિવાદ નથી. દરેક શહેરના સંગઠનના લોકો આવીને મળ્યા છે. એમ અમે પણ આવ્યા છીએ. બોટ ઘટના અંગે બોલાવ્યા નથી.

વડોદરામાં કોઇ વિવાદ નથી

આ મામલે મહામંત્રી સત્યેન કુલાબકરે કહ્યું કે વડોદરામાં કોઇ વિવાદ નથી. લોકસભાની ચૂંટણી આવે છે તે અંગે ચર્ચા કરવા માટે પાટીલ સાહેબે બોલાવ્યા છે.

અગાઉના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

દરમિયાન સુરતમાં વડોદરા મનપાના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શિતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું હતું કે બોટ ઘટનાની તપાસ ચાલી રહી છે. અમારી વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો નથી. અગાઉના લોકોએ કોન્ટ્રાક્ટ આપ્યો છે.

આ પણ વાંચો----BJP પ્રદેશ અધ્યક્ષ C.R.PATIL ની હાજરીમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાયા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.