Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Virat Kohli એ પોતાનો મેડલ ભાઇને......

Virat Kohli : ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો, પરંતુ બેરીલ તોફાનના કારણે ભારતીય ટીમ ત્યાં જ અટવાઈ ગઈ...
virat kohli એ પોતાનો મેડલ ભાઇને

Virat Kohli : ICC T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને આખરે ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી છે. ટીમ ઈન્ડિયાએ 29 જૂને બાર્બાડોસમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટાઈટલ પર કબજો કર્યો હતો, પરંતુ બેરીલ તોફાનના કારણે ભારતીય ટીમ ત્યાં જ અટવાઈ ગઈ હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા એક વિશેષ વિમાન દ્વારા ત્યાં ફસાયેલી ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતીય પત્રકારોને પરત લવાયા છે. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) તેના ભાઈ અને બહેનને પણ મળ્યો હતો

Advertisement

વિરાટે વિજેતા મેડલ તેના ભાઈ વિકાસ કોહલીને પહેરાવ્યો

ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા એક હાથે ટ્રોફી લઈને એરપોર્ટ પહોંચ્યો અને હજારો ફેન્સને બતાવ્યો હતો. જ્યારે ભારતીય ટીમ દિલ્હી એરપોર્ટ પર પહોંચી ત્યારે તેમનું શાનદાર સ્વાગત થયું. આ પછી સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેના ભાઈ અને બહેનને મળ્યો. વિરાટે વિજેતા મેડલ તેના ભાઈ વિકાસ કોહલીને પહેરાવ્યો હતો અને આ મેડલ તેના જીજાજીને પણ બતાવ્યો હતો.

Advertisement

વિરાટ કોહલીએ તેની ભત્રીજીઓ અને ભત્રીજાઓને પણ મેડલ બતાવ્યો

વિરાટે વિજેતા મેડલ તેના ભાઈ વિકાસ કોહલીને પહેરાવ્યો હતો અને આ મેડલ તેના જીજાજીને પણ બતાવ્યો હતો. વિરાટ કોહલીએ તેની ભત્રીજીઓ અને ભત્રીજાઓને પણ મેડલ બતાવ્યો હતો. વિરાટની બહેન ભાવના કોહલી ઢીંગરાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. ભારતીય ટીમે છેલ્લે 2013માં ICC ટ્રોફી જીતી હતી, ત્યારપછી એવું લાગી રહ્યું હતું કે જાણે ICC ટ્રોફીનો દુકાળ પડ્યો હોય. ટીમ ઈન્ડિયા ઘણી વખત સેમીફાઈનલ અને ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ તે સીમા પાર કરી શકી ન હતી. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ કેરેબિયન ધરતી પર 11 વર્ષના ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો હતો.

Advertisement

મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો

ટીમ ઈન્ડિયાનો આ બીજો T20 વર્લ્ડ કપ ખિતાબ છે. આ પહેલા ભારતે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2007માં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. ત્યાર બાદ ધોનીની કપ્તાનીમાં ભારતે 2011નો વર્લ્ડ કપ જીત્યો અને ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ કબજો કર્યો. ટીમ ઈન્ડિયાએ હવે ત્રણેય આઈસીસી ટ્રોફી જીતી લીધી છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ એકમાત્ર એવો ખિતાબ છે જે ભારત હજુ સુધી જીતવામાં સફળ નથી થયું.

સૂર્યાએ ઉત્સાહમાં આવીને ભાંગડા ડાન્સ કર્યો હતો

ભારતીય ખેલાડીઓ પણ દેશ પરત ફર્યા બાદ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. ભારતીય ટીમની ચાર્ટર્ડ ફ્લાઈટ ગુરુવારે સવારે 6.10 વાગ્યે દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ હતી, ત્યારબાદ તમામ ખેલાડીઓ ITC મૌર્ય હોટેલ જવા રવાના થઈ ગયા હતા. હોટલ પહોંચ્યા બાદ ભારતીય ટીમનું ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીમના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવ પોતાને રોકી શક્યા ન હતા. આ સમયગાળા દરમિયાન સૂર્યાએ ઉત્સાહમાં આવીને ભાંગડા ડાન્સ કર્યો હતો તેનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.

આ પણ વાંચો----- Champions : ભારતીય ટીમનું ITC મૌર્ય હોટેલમાં કરાયું ભવ્ય સ્વાગત

Tags :
Advertisement

.