ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Srinagar Boat Accident : ઝેલમ નદીમાં હોડી ડૂબતાં શાળાના બાળકો ડૂબ્યા, 4 બાળકોના મોત

Srinagar Boat Accident : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના (Major Tragedy)થઇ હતી. શ્રીનગરના ગંડબાલ વિસ્તારમાં બીબી કેન્ટ આર્મી હેડક્વાર્ટર (Bibi Cantt Army Headquarters) પાસે શાળાના બાળકો (school children) થી ભરેલી એક હોડી ઝેલમ નદી (Jhelum River) માં પલટી...
10:10 AM Apr 16, 2024 IST | Hardik Shah
Srinagar Boat Accident

Srinagar Boat Accident : જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આજે સવારે એક મોટી દુર્ઘટના (Major Tragedy)થઇ હતી. શ્રીનગરના ગંડબાલ વિસ્તારમાં બીબી કેન્ટ આર્મી હેડક્વાર્ટર (Bibi Cantt Army Headquarters) પાસે શાળાના બાળકો (school children) થી ભરેલી એક હોડી ઝેલમ નદી (Jhelum River) માં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 4 શાળાના બાળકોના ડૂબી જવાથી મોત થયા હતા. નવીનતમ માહિતી અનુસાર, સ્થાનિક લોકો સહિત 12 લોકોને બચાવી લેવાયા છે. હાલ બચાવ કામગીરી ચાલી રહી છે.

શ્રીનગરના બટવારા પાસે ડૂબી યાત્રી નાવ

આજે સવારે શ્રીનગરમાં મોી દુર્ઘટના બની હતી જેમાં શાળાના બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટના અંગે સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે, શ્રીનગર નજીક જેલમ નદીમાં એક હોડી પલટી જવાથી ઘણા લોકો ગુમ થયા છે. તેમણે કહ્યું કે, રાજ્ય આપત્તિ રાહત દળે ગુમ થયેલા મુસાફરોને શોધવા માટે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના મંગળવારે સવારે જેલમ નદીમાં થઈ હતી. આ અકસ્માત શ્રીનગરના બટવારા વિસ્તારમાં થયો હતો. આ બોટ 10 થી 12 લોકો સાથે ગાંદરબલથી બટવારા જઈ રહી હતી. બોટમાં કેટલાક સ્કૂલના બાળકો પણ સવાર હતા. જેમાંથી 4 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, કાશ્મીર ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તંત્રને ગુમ થયેલા લોકોને શોધવામાં તકલીફો પડી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

બચાવ કામગીરી શરૂ

SDRFએ બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. મળી રહેલી માહિતી અનુસાર આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે જેલમ નદીના જળસ્તરમાં વધારો થયો છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના મેંધરમાં મંગળવારે સવારે અચાનક આવેલા પૂરમાંથી ચાર લોકોને બચાવી લેવાયા હતા. શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો - Odisha : ફ્લાયઓવર પરથી બસ ખાબકતાં 5 લોકોના મોત, 38થી વધુ ઈજાગ્રસ્ત

આ પણ વાંચો - Sikar Accident: રાજસ્થાનમાં થયો ભીષણ અકસ્માત, બન્ને વાહનોમાં આગ લાગતા 7 લોકો થયા ભડથું

Tags :
4 children diedAccidentBatwara SrinagarBoat AccidentBoat Accident in Srinagarchildren diedChildren MissingGujarat FirstJammu-KashmirJhelumJhelum Boat CapsizedJhelum riverJhelum River Boat Capsizedschool childrenSrinagarSrinagar Boat AccidentSrinagar Boat Capsized
Next Article