Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શ્રીલંકાની સુપર-4 માં એન્ટ્રી, માત્ર 2 રનથી હારી અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર

અફઘાનિસ્તાનની હાર સાથે એશિયા કપ 2023 નો ગ્રુપ સ્ટેજ ખતમ થઈ ગયો છે. સુપર 4 માટે ગ્રૂપ A માંથી પાકિસ્તાન અને ભારતનો પ્રવેશ થયો છે. તો બીજી તરફ, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ ગ્રુપ B માંથી સુપર 4માં જગ્યા બનાવી લીધી છે....
શ્રીલંકાની સુપર 4 માં એન્ટ્રી  માત્ર 2 રનથી હારી અફઘાનિસ્તાન એશિયા કપમાંથી બહાર
Advertisement

અફઘાનિસ્તાનની હાર સાથે એશિયા કપ 2023 નો ગ્રુપ સ્ટેજ ખતમ થઈ ગયો છે. સુપર 4 માટે ગ્રૂપ A માંથી પાકિસ્તાન અને ભારતનો પ્રવેશ થયો છે. તો બીજી તરફ, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ ગ્રુપ B માંથી સુપર 4માં જગ્યા બનાવી લીધી છે. નેપાળ ગ્રુપ A માંથી અને અફઘાનિસ્તાન ગ્રુપ Bમાં થી બહાર થઈ ગયું છે.

માત્ર 2 રને અફઘાનિસ્તાનને મળી હાર

Advertisement

અફઘાનિસ્તાનની ટીમ સુપર-4 માં પહોંચતા માત્ર 3 રન પાછળ રહી ગઇ હતી.જીહા, રોમાંચક મેચમાં અફઘાનિસ્તાનની 2 રને હાર થઇ છે. 292 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 37.4 ઓવરમાં 289 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જ્યારે તેને જીતવા માટે માત્ર 2 રન બનાવવાના હતા અને ઘણા બોલ બાકી હતા. જણાવી દઇએ કે, હવે સુપર 4માં કુલ 6 મેચ રમાશે અને ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા આ રાઉન્ડમાં પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. આ સાથે હવે સુપર 4નું અંતિમ શિડ્યુલ નક્કી થઈ ગયું છે. જો ટૂંકમાં ગ્રુપ સ્ટેજની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમે ગ્રુપ Aમાંથી નેપાળને હરાવ્યું હતું અને ભારત સામેની મેચ રદ્દ થઈ હતી. વળી, ટીમ ઈન્ડિયાની વાર્તા સમાન રહી હતી. શ્રીલંકાએ બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બંનેને હરાવીને ગ્રુપ Bમાં સુપર 4 માટે ક્વોલિફાય કર્યું, જ્યારે બાંગ્લાદેશે એક મેચ જીતી અને એક હાર સાથે આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. ગ્રુપ સ્ટેજમાં પોતાની બંને મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાનની ટીમ અંતિમ 4માં પહોંચી શકી નથી. હવે સુપર 4નું શેડ્યૂલ જોઈએ.

Advertisement

સુપર 4માં ટીમ ઈન્ડિયા માટે મુશ્કેલ પડકાર

ભારતીય ટીમ માટે સુપર 4માં પડકાર આસાન નહીં હોય. જ્યાં ટીમ પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. તેથી હવે 12 સપ્ટેમ્બરે તેનો મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકા સામે થશે. ટીમ ઈન્ડિયા 15 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સાથે ટકરાશે. એટલે કે રોહિત શર્માએ સાવધાન રહેવું પડશે. કારણ કે માત્ર આ ત્રણ ટીમોમાં જ ભારતને હરાવવાની તાકાત છે. સુપર 4માં એક પણ હાર ફાઈનલના સમીકરણને બગાડી શકે છે. તેથી, મેન ઇન બ્લુએ ત્રણેય મેચ જીતીને ફાઇનલમાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરવો પડશે.

અફઘાનિસ્તાનની કેવી રહી ઈનિંગ ?

અફઘાનિસ્તાન તરફથી સૌથી વધુ રન મોહમ્મદ નબીએ 32 બોલમાં 65 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેણે 6 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 66 બોલમાં 59 રન ઉમેર્યા હતા. રહમત શાહે 45 જ્યારે ગુલબદ્દીન નાયબ અને કરીમ જનાતે 22-22 રન બનાવ્યા હતા. રાશિદ ખાને 16 બોલમાં અણનમ 27 રન બનાવ્યા હતા. તેણે ચાર ફોર અને એક સિક્સર ફટકારી હતી. જો રાશિદ જે ફોર્મમાં હતો, જો તેને 38મી ઓવરમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હોત તો કદાચ કહાની અલગ જ બની શકી હોત. ધનંજય ડી સિલ્વાએ આ ઓવરમાં મુજીબર ઉર રહેમાન અને ફઝલહક ફારૂકીને આઉટ કરીને અફઘાનિસ્તાનની ઇનિંગ સમેટી લીધી હતી. બંને ખાતા ખોલી પણ શક્યા ન હોતા. કસુન રાજીથાએ ચાર, દુનિથ વેલેઝ અને ડી'સિલ્વાએ બે-બે વિકેટ ઝડપી હતી.

શ્રીલંકાની કેવી રહી ઈનિંગ ?

આ પહેલા શ્રીલંકાએ નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 291 રન બનાવ્યા હતા. કુસલ મેન્ડિસે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 84 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. તેણે પથુમ નિસાન્કા (41) સાથે પ્રથમ વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. ત્યારપછી મેન્ડિસે ચરિથ અસલાંગા (36) સાથે મળીને આગેવાની લીધી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 102 રનની ભાગીદારી કરી હતી. દિમુથ કરુણારત્નેએ 32 અને મહિષ થિકશનાએ 28 રનનું યોગદાન આપ્યું હતું. ડ્યુનિથ વેલેઝ 33 રન બનાવીને અણનમ રહ્યો હતો. અફઘાનિસ્તાન તરફથી ગુલબદિન નાયબે ચાર અને રાશિદ ખાને બે વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – IND vs NEP : Super-4 માં પહોંચી ટીમ ઈન્ડિયા, ઓપનિંગ જોડીની મદદથી 10 વિકેટે મેળવી જીત

આ પણ વાંચો – Asia Cup : ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, Jasprit Bumrah ભારત પરત ફર્યો

આ પણ વાંચો - ODI World Cup માટે Team India તૈયાર, જાણો ટીમમાં કોને મળી તક અને કોણ રહી ગયું બહાર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.

×