Sri Lanka એ ભારતમાં ધરપકડ કરાયેલા ચાર ISIS આતંકવાદીઓના આકાઓ પર સકંજો કસ્યો...
શ્રીલંકા (Sri Lanka)ના સુરક્ષા દળોને શંકા છે કે, 46 વર્ષીય એક વ્યક્તિ ચાર શ્રીલંકા (Sri Lanka)ના નાગરિકોનો હેન્ડલર છે જેમની ગયા અઠવાડિયે ભારતના અમદાવાદ એરપોર્ટ પર પ્રતિબંધિત સ્ટેટ (ISIS) સાથે કથિત સંબંધો માટે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયામાં પ્રકાશિત એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. એક ન્યૂઝ પોર્ટલ દર આપવામાં આવેલા સમાચાર અનુસાર, શ્રીલંકા (Sri Lanka) પોલીસે કહ્યું કે શંકાસ્પદ ઓસમન્ડ ગેરાર્ડ દેમાટાગોડાનો રહેવાસી છે અને તે અવારનવાર પોતાનો દેખાવ બદલતો રહે છે.
માહિતીની આપ-લે શરૂ...
ન્યૂઝ પોર્ટલે મંગળવારે જણાવ્યું હતું કે, ગેરાર્ડ શંકાસ્પદ શ્રીલંકા (Sri Lanka)ના નાગરિકોને ભારત પ્રવાસમાં મદદ કરી રહ્યો હોવાનું માનવામાં આવે છે. શ્રીલંકા પોલીસે તાજેતરમાં જ શંકાસ્પદના ઠેકાણા વિશે વિશ્વસનીય માહિતી માટે 20 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. ભારતમાં ધરપકડ કરાયેલા શ્રીલંકા (Sri Lanka)ના લોકો અંગે શ્રીલંકા અને ભારત વચ્ચે માહિતીની આપ-લે શરૂ થઈ ગઈ છે. આ સહયોગી પ્રયાસમાં શ્રીલંકા આર્મી ઇન્ટેલિજન્સ ડિવિઝન અને પોલીસ ટેરરિસ્ટ ઇન્વેસ્ટિગેશન ડિવિઝન બંને સામેલ છે, એમ ન્યૂઝ પોર્ટલે મંગળવારે જણાવ્યું હતું.
ચાર શ્રીલંકાની ધરપકડ...
ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડીએ 19 મેના રોજ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ISIS સાથે કથિત રીતે જોડાયેલા ચાર શ્રીલંકા (Sri Lanka)ની ધરપકડ કરી હતી. ચારેય 19 મેના રોજ ઈન્ડિગોની ફ્લાઈટથી કોલંબોથી ચેન્નાઈ આવ્યા હતા.
આતંકવાદીઓની ઓળખ થઈ...
ન્યૂઝ પોર્ટલે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકોમાંથી એક મોહમ્મદ નુસરત એક બિઝનેસમેન છે અને તે સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાંથી ટેલિકોમ સાધનો અને ઇલેક્ટ્રિકલ સાધનોની આયાત કરવાનો સોદો કરે છે. દરમિયાન, 27 વર્ષીય મોહમ્મદ નફરન કુખ્યાત અંડરવર્લ્ડ ગુનેગાર નિયાસ નૌફર ઉર્ફે 'પોટ્ટા નૌફર'ની પ્રથમ પત્નીનો પુત્ર છે. 'પોટ્ટા નૌફર'ને હાઈકોર્ટના જજ શરથ અંબેપીટીયાની હત્યાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. અન્ય બે શ્રીલંકન કોલંબોના રહેવાસી 35 વર્ષીય મોહમ્મદ ફારિસ અને 43 વર્ષીય મોહમ્મદ રસદીન પણ કોલંબોના રહેવાસી છે. આતંકવાદી તપાસ વિભાગે 21 મેના રોજ ફારિસના નજીકના સાથી હમીદ આમિરની ધરપકડ કરી હતી. ફારિસ 19 મેના રોજ ચેન્નાઈ જવા રવાના થયો હતો.
આ પણ વાંચો : USA : આ પોર્નસ્ટારને લાગી રહ્યો છે ડર, જો ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો…
આ પણ વાંચો : Pakistan Heat Wave : તાપમાન 52 ડિગ્રીને પાર, કાળઝાળ ગરમી વચ્ચે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ
આ પણ વાંચો : Mount Everest છે કે પછી મુંબઈનું દાદર સ્ટેશન, પહાડ પર ચઢવા લોકોએ લગાવી લાંબી લાઈન… Video