Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

SRH એ RCB ના બોલરોની કરી ધુલાઈ, બનાવ્યો IPL નો સૌથી વિશાળ સ્કોર

IPL 2024 ની 30 મી મેચમાં RCB vs SRH ની મેચ બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમા RCB એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતોો. આ નિર્ણય તાજેતરમાં તેમના માટે ખરાબ સાબિત થઇ રહ્યો છે. SRH ની...
srh એ rcb ના બોલરોની કરી ધુલાઈ  બનાવ્યો ipl નો સૌથી વિશાળ સ્કોર

IPL 2024 ની 30 મી મેચમાં RCB vs SRH ની મેચ બેંગલુરુંના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમા RCB એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતોો. આ નિર્ણય તાજેતરમાં તેમના માટે ખરાબ સાબિત થઇ રહ્યો છે. SRH ની ટીમે પહેલા બેટિંગ કરતા 287 રન બનાવી દીધા છે અને RCB ને 288 રનનો ટાર્ગેટ આપ્યો છે.

Advertisement

ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય RCB માટે ખરાબ સાબિત થયો

શું તમે RCB ના ફેન છો અને જો આજની મેચ તમે કોઇ કારણોસર જોઇ નથી શક્યા તો તેમા જે થયું તે જાણી તમે ચોંકી જશો. આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુંની ટીમે ટોસ જીતીને સનરાઈઝર્સ હૈદરાબાદને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. હૈદરાબાદના ઓપનરે જ્યારે મેદાને આવ્યા ત્યારે RCB એ પણ નહીં વિચાર્યું હોય કે આજે તેમના બોલરોની ખૂબ જ ધુલાઈ થવાની છે. જીહા, આજની મેચમાં RCB ના બોલરોની પોલ ખુલી ગઇ છે. સનરાઇઝર્સ હૈદરાબાદનો વિસ્ફોટક ખેલાડી ટ્રેવિસ હેડે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે તાબડતોડ બેટિંગ શરૂ કરી હતી. તેણે બેંગલુરુ સામે શાનદાર સદી ફટકારી હતી. ટ્રેવિસ હેડ હૈદરાબાદ માટે ઓપનિંગ કરવા આવ્યો હતો અને તેણે મેદાનમાં જવાની સાથે જ બેંગલુરુના બોલરોને ધોવાનું શરૂ કરી દીધું હતું. તેણે કોઈપણ બોલરને બક્ષ્યો નથી. RCB એ ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર લોકી ફર્ગ્યુસનને ઘણી અપેક્ષાઓ સાથે ટીમમાં સામેલ કર્યો હતો. એવું લાગતું હતું કે ફર્ગ્યુસન આ મેચમાં કંઈક અદ્ભુત કરશે, પરંતુ તેણે પણ ઘણા રન આપ્યા હતા. ટ્રેવિસ હેડે આ મેચમાં માત્ર 39 બોલમાં સદી ફટકારી છે.

Advertisement

સનરાઇઝર્સે તોડ્યો પોતાનો રેકોર્ડ, બનાવ્યો આ ઐતિહાસિક સ્કોર

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સે સારી શરૂઆત કરી હતી અને 3 વિકેટ ગુમાવીને 287 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બની ગયો છે. અગાઉ આ જ સિઝનમાં હૈદરાબાદની ટીમે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો હતો. હવે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.

છેલ્લી 5 મેચમાં બેંગલુરુંનું પલડું ભારે

જ્યારે પણ રોયલ ચેલેન્જર્સ બેંગલુરું અને સનરાઈઝર્સ હૈદરાબાદ આમને-સામને આવી છે ત્યારે ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી છે. બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 23 મેચ રમાઈ છે, જેમાં હૈદરાબાદે 12 મેચ જીતી છે. જ્યારે બેંગલુરુ 10માં જીત્યું હતું. એક મેચ અનિર્ણિત રહી હતી. પણ જો છેલ્લી 5 મેચોની વાત કરીએ તો વિરાટ કોહલીની ટીમ RCB નું પલડું ભારે છે. આ 5માંથી 3 મેચમાં બેંગલુરુએ જ જીત મેળવી છે. જ્યારે હૈદરાબાદને 2માં સફળતા મળી છે. છેલ્લી 2023 સિઝનમાં બંને ટીમો વચ્ચે માત્ર એક જ મેચ રમાઈ હતી, જેમાં RCB સફળ રહી હતી.

Advertisement

આ પણ વાંચો - IPL 2024 માં ખેલાડીઓથી લઇને ફ્રેન્ચાઈઝી અને કોમેન્ટેટર્સની આ હરકતથી BCCI પરેશાન

આ પણ વાંચો - MI vs CSK : IPL ની આ ટીમો માટે હવે પ્લેઓફનો રસ્તો મુશ્કિલ, જુઓ Points Table ની સ્થિતિ

Tags :
Advertisement

.