અભિષેક બચ્ચન આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડે તેવી અટકળો..!
બોલિવૂડ (Bollywood) એક્ટર અને સિનેમા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) લડી શકે છે તેવી અટકળોએ ભારે ચર્ચા જગાવી છે. અભિષેક બચ્ચન પ્રયાગરાજથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી...
બોલિવૂડ (Bollywood) એક્ટર અને સિનેમા મેગાસ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) લડી શકે છે તેવી અટકળોએ ભારે ચર્ચા જગાવી છે. અભિષેક બચ્ચન પ્રયાગરાજથી ચૂંટણી લડી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2024ની ચૂંટણીની લડાઈમાં અભિષેક પ્રયાગરાજથી ચૂંટણી જંગમાં ઉતરી શકે છે. ઉલ્લેખનિય છે કે 1984માં અમિતાભ બચ્ચન પણ અલ્હાબાદ લોકસભા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણીમાં અમિતાભે પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા હેમવતી નંદન બહુગુણાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં બિગ બીના જાદુના કારણે કોંગ્રેસના પક્ષમાં 68 ટકા વોટ પડ્યા, જ્યારે બહુગુણાને માત્ર 25 ટકા વોટથી સંતોષ માનવો પડ્યો હતો.
અભિષેક કઇ પાર્ટીમાંથી લડશે ?
હવે જ્યારે અભિષેક આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ચર્ચા શરૂ થઈ છે ત્યારે રાજકીય પંડિતો પ્રયાગરાજમાંથી મળી રહેલા સંકેતો પર નજર રાખી રહ્યા છે. જોકે, સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતાઓ અભિષેકના દાવા અંગે કંઈપણ કહેવાનું ટાળી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ અંગે જે પણ નિર્ણય લેવાનો હશે તે રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ લેશે. પરંતુ અભિષેકના દાવાની ચર્ચાઓ પર જોર આપતા કેટલાક રાજકીય નિષ્ણાતો કહે છે કે તેમની માતા જયા બચ્ચન સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. વર્ષોથી, તે પાર્ટી ફોરમ અને સંસદમાં ભાજપ વિરુદ્ધ આક્રમક વલણ અપનાવી રહી છે. હવે જ્યારે 2024ની લડાઈ નજીક છે, ત્યારે સમાજવાદી પાર્ટી તેને પુનરાગમનની મોટી તક માની રહી છે. પાર્ટી માટે યુપીમાં તેના ભવિષ્યનો પણ સવાલ છે. આથી અખિલેશ પોતાના તમામ હથિયારોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ દરેક સીટ માટે ઉમેદવાર નક્કી કરવામાં ખૂબ કાળજી રાખશે અને એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે તેઓ કેટલીક સીટો પર સેલિબ્રિટીઓને મેદાનમાં ઉતારીને સપાનો માહોલ બનાવવાનો પ્રયાસ કરી શકે છે.
રાજકારણમાં અનેક ફિલ્મી હસ્તીઓ જોડાયેલી છે
આમ પણ ભાજપમાં પહેલાથી જ અનેક ફિલ્મી હસ્તીઓ છે. હેમા માલિની મથુરાથી પાર્ટીના સાંસદ છે જ્યારે અભિનેતા રવિકિશન શુક્લા ગોરખપુરથી છે. બીજી તરફ, ભોજપુરી ફિલ્મોનું મોટું નામ દિનેશ લાલ યાદવ નિરહુઆ આઝમગઢથી સાંસદ છે. ચૂંટણી પ્રચાર દરમિયાન વિવિધ રાજકીય પક્ષોના મંચ પર સિનેમા જગતના અનેક ચહેરાઓ દેખાય છે. આ ચહેરાઓના ચાહકો છે. અભિષેકના દાવા અંગે કહેવામાં આવી રહ્યું છે કે પાર્ટીનું રાજ્ય નેતૃત્વ આંતરિક રીતે તેની સંભાવનાઓ શોધી રહી છે. હાલમાં કેટલાક મુખ્ય પદાધિકારીઓ પાસેથી ફીડબેક લેવામાં આવી રહ્યા છે.
રીટા બહુગુણા જોશી વર્તમાન સાંસદ છે
હાલમાં આ બેઠક પર ડો.રીતા બહુગુણા જોશી ભાજપના સાંસદ છે. તે પૂર્વ મુખ્યમંત્રી હેમવતી નંદન બહુગુણાની પુત્રી છે જેમને 1984ની ચૂંટણીમાં અમિતાભ બચ્ચન દ્વારા પરાજય આપ્યો હતો.
નીતીશ ફૂલપુરથી ચૂંટણી લડે તેવી શક્યતા
તમને જણાવી દઈએ કે તાજેતરમાં બિહારના સીએમ નીતિશ કુમાર અલ્હાબાદની ફૂલપુર સીટ પરથી 2024ની ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી. જો કે, જ્યારે એક ખાનગી ચેનલ સાથેની વાતચીત દરમિયાન આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, JDUના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ કહ્યું હતું કે ઘણી જગ્યાએથી પ્રસ્તાવો આવ્યા છે. યુપીમાં વિપક્ષમાં સમાજવાદી પાર્ટી સૌથી મોટી પાર્ટી છે. અમે એક જ વિચારધારામાંથી આવ્યા છીએ.
Advertisement