Operation Lake: અમદાવાદમાં 1057 ચો.કી.મી. તળાવોનો વિસ્તાર ગાયબ
- અમદાવાદમાં એક સમયે 1400 કરતા વધુ તળાવો હોવાના પુરાવા
- ઔડા વિસ્તારમાં છેલ્લા થોડા વર્ષોમાં જ લગભગ 52 જેટલાં નાના મોટા તળાવ ગાયબ
- અમદાવાદમાં 1057 ચો.કી.મી. તળાવોનો વિસ્તાર ગાયબ
Operation Lake : અમદાવાદ હેરિટેજ સીટી તરીકે પ્રસ્થાપિત થયું છે. એક સમયે આ મેઘા સિટીમાં તળાવ (જળાશયો) ખૂબ હતા જેમાંથી મોટેભાગે નામશેષ થયા છે. જળાશયોની શું સ્થિતિ છે અને ગ્લોબલ વોર્મિંગ અને શહેરમાં થોડા વરસાદમાં પાણી ભરાવા જેવી સમસ્યાઓ અને શા માટે જરૂરી છે પર્યાવરણ માટે કુદરતી જળાશયો...વાંચો આ Operation Lake અહેવાલ...
એક સમયે 1400 કરતા વધુ તળાવો હોવાના પુરાવા
અમદાવાદ શહેર માં એક સમયે ૧૯૬૫ ની વાત કરીએ તો તે સમયે 1400 કરતા વધુ તળાવો હોવાના પુરાવા સામે આવ્યા છે. આજની સ્થિતિ માં ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જળાશયો ની સ્થિતિ જાણવા અને સંપૂર્ણ માહિતી સાથે આપણને માહિતગાર કરવા આ અહેવાલ પ્રકાશિત કર્યો છે. નાના મોટા સરોવરો, તળાવો કે તળાવડીઓનો નાશ થવાથી ડ્રેનેજ પેટર્ન બદલાય છે જેને કારણે અમદાવાદ શહેરમાં માત્ર ૨ ઇંચ વરસાદ પડે તો પણ વરસાદી પાણી નથી ઓસરતાં અને અમુક જગ્યાએ તો દિવસો સુધી આ વરસાદી પાણીના નિકાલ નથી થતા. એક સમયે એસ.જી હાઇવે બનાવ્યો ત્યારે પાણીના નિકાલ નો વિચાર કર્યા વગર રસ્તો બનાવી દીધો હતો અને એક જ રાત માં વધારે વરસાદ થતાં જજીઝ બંગલો વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતા. રાતોરાત તે રસ્તો તોડીને પાણી નો નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો---Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ
છેલ્લા થોડા વર્ષો માં જ લગભગ 52 જેટલાં નાના મોટા તળાવ ગાયબ
હવે આજે જળાશયોની સ્થિતી શું છે તે જાણવા ગુજરાત ફર્સ્ટે અમદાવાદ અનેક વિસ્તાર ની મુલાકાત લીધી જેમાં ઔડા વિસ્તારમાંથી છેલ્લા થોડા વર્ષો માં જ લગભગ 52 જેટલાં નાના મોટા તળાવ ગાયબ થઇ ગયા છે તે જાણવા મળ્યું હતું. અટિરા પાસે તલાવડીનું બસ સ્ટેન્ડ હતું જે દર્શાવે છે કે ત્યાં તળાવ હશે એ જ રીતે સરદાર પટેલ સ્ટેડિયમ પાસે લખુડી તલાવડી વિસ્તારમાં લખૂડી કો . હાઉસિંગ સ્કીમ બનાવી દેવામાં આવી છે. બોપલ વિસ્તારમાંથી ત્રણ તળાવ દેખાતાં બંધ થઇ ગયા છે. જોધપુર ગામમાં એક તળાવ હતું વસ્ત્રાપુર તળાવ. યુનિ. સ્ટાફ કવાર્ટર્સ પાસે આશા પારેખ લેઈક હતું જે પણ અદ્રશ્ય થઇ ગયું છે જ્યાં હાલ સ્ટાફ ક્વાર્ટર બની ગયા છે. વેજલપુરમાં એક તળાવ ગાયબ થઇ ગયું અને કાળી ગામમાંથી બે તળાવ ગાયબ થઇ ગયા છે.
અત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ જળાશયો નામશેષ
જુના નકશા જોઈએ તો પીરાણા ડમ્મપિં સાઈડ પાસે તળાવ હતું અત્યારે શહેરમાં વિવિધ જગ્યાએ જળાશયો નામશેષ થયા છે જેની સામે પંચાયત કે નગરપાલિકા પાણી ની ટાંકી બનાવે કે બગીચા બનાવે કે સરકારી મકાનો બનાવી દેવાયા છે તો કેટલાક સ્થળે મંદિરો પણ બની ગયાં છે. લાલ બહાદુર સ્ટેડિયમ પહેલા તળાવ હતું. તેમાંથી સ્ટેડિયમ બનાવ્યું ફરીથી ત્યાં તળાવ બનાવ્યું છે.
1057 ચો.કી.મી. તળાવોનો વિસ્તાર ગાયબ
1974 થી 2017 સુધી અમેરિકા ના લેન્ડસેટ સેટેલાઇટ ની તસવીરોનો ઉપયોગ કરી એક અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં નકશા સાથે જાણવા મળ્યું હતું કે 1057 ચો.કી.મી. તળાવો નો વિસ્તાર લગભગ ચાલીસ વર્ષોમાં અમદાવાદ આસપાસના વિસ્તાર માંથી ગાયબ થઇ ગયો છે,
આ પણ વાંચો---Ahmedabad Airportના ટોયલેટના ડસ્ટબીનમાંથી મળી 50 લાખની સોનાની પેસ્ટ
હાલ અનેક તળાવો જે વધ્યા છે તેમાં પણ ગટરનું પાણી
આમ વેટલેન્ડ કે વૉટર બોડીઝ વિસ્તાર ઘણો ઘટી ગયો હતો અને ઉપરાંત હાલ અનેક તળાવો જે વધ્યા છે તેમાં પણ ગટરનું પાણી છોડવામાં આવે છે જેથી મચ્છરોનો ત્રાસ વધી ગયો છે અમદાવાદ મ્યુનિ. કોર્પો. ના 122 મોટા તળાવોમાં આસપાસ ના દશ કી.મી. વિસ્તારમાં થતા બાંધકામનો કચરો લોકોએ નાખવાનું શરુ કર્યું હતું, જેથી હવે તળાવોમાં કચરો હોવાથી વરસાદી પાણી પણ ભરાતાં નથી અને ગટરના પાણી સુએજ ટ્રીટમેન્ટ થી શુદ્ધ કરીને તળાવમાં નાખવા ની જગ્યા એ સીધા જ ઠાલવવા માં આવી રહ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં 630 તળાવો માંથી 122 તળાવો રહયા હતા. 2009 થી 2015 સુધી વ્યવસ્થિત રીતે તળાવો ને દૂર કરવામાં આવ્યા હતા તેવું એક અભ્યાસ દરમ્યાન જાણવા મળયું છે.
કુદરતી જળાશયો ને હવે સાચવવા ખૂબ જ જરૂરી
તળાવો (જળાશયો ) પર થતા દબાણ રોકવા અને આડેધડ પુરાણ સાથે જળાશયો ન જગ્યા નો દુરપયોગ રોકવાનું સાચવવાનું ભગીરથ કામ સરકારે વિચારી ને કરવું ખૂબ જરૂરી છે નહી તો આવનાર સમયમાં જળસ્તર ખૂબ નીચે જશે અને આવનાર પેઢી માટે પાણી બચાવવું ખૂબ અઘરું સાબિત થઈ પડશે સાથે વરસાદી પાણીનો સંગ્રહ અને કુદરતી જળાશયો ને હવે સાચવવા ખૂબ જ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તાર માં પણ અને અમદાવાદ જિલ્લા ની આસપાસના ગામોમાં આવતા જળાશયો હોય કે પછી શહેરમાં આવેલા જળાશયોનો વિકાસ કરી તેને સાચવવા ખૂબ જરૂરી છે, નહી તો મુશ્કેલ પરિસ્થિતિ આવનાર પેઢી ન ભોગવવી પડશે
અહેવાલ----સચિન કડિયા, અમદાવાદ
આ પણ વાંચો---Ahmedabad માં સ્કૂલ વાનની હેવાનિયતની ચોંકાવનારી ઘટના!