Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બિલ ગેટ્સથી લઈને સુંદર પિચાઈ જેવા ખાસ હસ્તીઓ બનશે Ambani Family ના મહેમાન

Anant Ambani-Radhika Merchant : મુકેશ અંબાણીનો પરિવાર (Ambani Family) જામનગરમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ માટે આવ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ ચાલનારા ફંક્શનમાં મોટી સંખ્યામાં દુનિયાભરના લોકો, રાજકારણથી જોડાયેલા નેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટી...
11:06 AM Feb 29, 2024 IST | Hardik Shah
Google

Anant Ambani-Radhika Merchant : મુકેશ અંબાણીનો પરિવાર (Ambani Family) જામનગરમાં અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) ના પ્રી-વેડિંગ માટે આવ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ ચાલનારા ફંક્શનમાં મોટી સંખ્યામાં દુનિયાભરના લોકો, રાજકારણથી જોડાયેલા નેતાઓ અને બોલિવૂડ સેલિબ્રિટી (Bollywood Celebrity) મહેમાન બનવાના છે. આજે સવારથી જામનગરમાં મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે.

ત્રણ દિવસ ચાલશે પ્રી-વેડિંગ ફંક્શન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન (pre-wedding function) ની શરૂઆત અન્ન સેવાથી થઈ હતી. ગુજરાતના જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપના જોગવડ ગામ (Jogawad village of Reliance Township) માં સ્થાનિક લોકોને ભોજન આપવામાં આવ્યું હતું. અન્ન સેવા માટે 51 હજાર સ્થાનિક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મુકેશ અંબાણી, અનંત અંબાણી, રાધિકા મર્ચન્ટે પોતે ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. રાધિકાની માતા શૈલા, પિતા વિરેન મર્ચન્ટ અને દાદીએ પણ ભોજન સેવામાં ભાગ લીધો હતો. જામનગરમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ત્યારે આ ખાસ ફંક્શનમાં દુનિયાભરની હસ્તીઓ મહેમાન તરીકે આવી રહી છે.

જાણો કોણ બનશે Ambani Family ના મહેમાન
બોલિવૂડ ઉપરાંત વિદેશી હસ્તીઓ કરશે પરફોર્મ

મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના લગ્ન સમારોહમાં દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ હાજરી આપવા જઈ રહી છે, જેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલિવૂડ ઉપરાંત વિદેશી હસ્તીઓ પણ પરફોર્મ કરવા જઈ રહી છે, જેમાં પોપ સિંગર રીહાન્ના પણ સામેલ છે. જામનગરના રિલાયન્સ ગ્રીન્સ કોમ્પ્લેક્સમાં આયોજિત આ કાર્યક્રમમાં ગ્લોબલ આઈકન રીહાન્ના, કતરના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જસીમ અલ થાની, બિલ ગેટ્સ, ફેસબુકના માર્ક ઝુકરબર્ગ, ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પ અને સુંદર પિચાઈ પણ હાજર રહેશે.

આ પણ વાંચો - ANANT-RADHIKA PRE-WEDDING FUNCTION : રાધિકા મર્ચન્ટ નાના બાળકને જોઇ બોલી – આ તો ક્રિષ્ના જેવો લાગે છે

આ પણ વાંચો - Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Ambani FamilyAnant AmbaniAnant Ambani Radhika Merchant Pre Wedding FunctionAnant Ambani weddingANANT AMBANI-RADHIKA MERCHANTAnant-Radhika Pre-Wedding FunctionBill Gatesmukesh ambaninita ambaniPre-Wedding FunctionRADHIKA MERCHANTsundar pichai
Next Article