ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રથયાત્રા 2023: ભગવાનની આજની નગરચર્યાની આ ખાસિયતો વાંચી લો...!

જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનના...
06:26 AM Jun 20, 2023 IST | Vipul Pandya
જગતનો નાથ આજે રથમાં નગરચર્યાએ નીકળશે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે. તે પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો.
72 વર્ષ પછી 85 લાખના ખર્ચે 6 પૈડાંવાળા  નવા રથ
આજની રથયાત્રાની ખાસિયત એ છે કે 72 વર્ષ પછી 85 લાખના ખર્ચે 6 પૈડાંવાળા  નવા રથમાં બિરાજમાન થયા છે.  નવા રથને 1200થી વધુ ભક્તો ખેંચશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી પહિંદ વિધી કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવશે. રથયાત્રામાં દેશભરમાંથી 2 હજાર કરતા અધિક સાધુસંતો પણ અમદાવાદમાં પધાર્યા છે અને તેઓ પણ રથયાત્રામાં જોડાશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
રથયાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. વહેલી સવારથી પોલીસ જવાનોને સ્ટેડ ટુ કરી દેવાયા છે. આખી રથયાત્રાનું થ્રી ડી મેપિંગ પણ કરાશે અને 3 ડ્રોનથી યાત્રા પર નજરરખાશે. રથયાત્રાના રુટ પર બીઆરટીએસના 5 રુટ અને એએમટીએસના 10 રુટ બંધ રહેશે.  26 હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે અને 250 ધાબા પોઇન્ટ, 25 વોચ ટાવર પણ લગાવાયા છે.
કેટલીક પરંપરાગત વિધિઓ
રથયાત્રામાં 101 ટ્રક, 15 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા  પણ જોડાશે. રથયાત્રા નીકળે તે પહેલાં કેટલીક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. જેમા પહિંદ વિધિનું વિશેષ મહત્વ છે.. પહિંદ વિધિ પૂરી થયા પછી જ ત્રણેય રથ મંદિરની બહાર નીકળે છે અને પછી શરૂ થાય છે ભગવાનની નગરચર્યા.
રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે
ગુજરાતમાં આ વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. જ્યારે ઓડિશાના જગન્નાથ પુરીમાં તેને છેરા પહેરા તરીકે ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા જગન્નાથજીના પહેલા સેવક ગણાય છે. જેના કારણે રથયાત્રા પહેલાં રાજા સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે પછી જ ભગવાન રથમાં બેસીને નગરચર્યા પર નીકળે છે.
રથયાત્રાનો રૂટ આ પ્રમાણે રહેશે
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ

આ પણ વાંચો----રથયાત્રા 2023: ભગવાનને કેમ વહેલી સવારે ખીચડીનો ભોગ ધરાવાય છે..? જાણો

Tags :
AhmedabadJagannath templeLord Jagannathjirathayatra 2023Rathyatra
Next Article